• પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને આદી શંકરાચાર્યએ તેનો પુણ્યોધ્ધાર કરાવ્યો હતો: અહીં જવા સડક માર્ગ ઉપલબ્ધ ન હોવાથી પગપાળા કે ઘોડા ઉપર જઇ શકાય છે: આ સ્થળે જવા ગૌરીકુંડ સુધી વાહનની સગવડતા મળે છે
  • 2013માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામ બાડાનો જૂનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઇ ગયો હતો: આ સ્થળ દરિયાઇ સપાટીથી 11,755 ફૂટ જેટલી ઉંચાઇએ આવેલું હોવાથી અહિ છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે.

ભગવાન ભોળનાથના મંદિર ‘કેદારનાથ’ ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. બાર જ્યોતિર્લીંગો પૈકી એક એવા કેદારનાથ હિન્દુ ધર્મમાં શ્રધ્ધા-આસ્થાનું પ્રતિક છે.

 

Capture2 1

આ દુર્ગમ સ્થળે જવા સડક માર્ગ ઉપલબ્ધ ન હોવાથી પગપાળા કે ઘોડા ઉપર કે પાલકીમાં જવું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે.

ત્યાંથી 14 કિ.મી. કેદારનાથ મંદિર આવેલું છે. સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન હરિદ્વાર અને ઋષીકેશ છે, જ્યારે વિમાન મથક દહેરાદૂનનું છે. દરિયા સપાટીથી આ મંદિર 11755 ફૂટ જેટલી ઉંચાઇએ આવેલું હોવાથી વર્ષના 6 મહિના અહીં બરફ છવાયેલો રહે છે. 2013માં આવેલા ભયંકર પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જૂનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઇ ગયો હતો. પૌરાણિક માન્યતા અનુસાર કેદારનાથ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને આદી શંકરાચાર્યએ તેનો પુનરોધ્ધાર કરાવ્યો હતો.

2013માં આવેલા ભયંકર પૂરમાં પણ બાબા કેદારનાથના મંદિર કોઇ નુકશાન થયું ન હતું. જ્યારે આજુબાજુના મોર્ડન ટેકનોલોજીથી બનેલ તમામ મકાનો, હોટલો, લોજ પત્તાની જેમ વિખરાઇ ગયા હતા. વાદળ ફાટવાથી તબાહી મચી ગઇ હતી માત્ર મંદિર જ બચી ગયું હતું. આ પ્રાચીન ભવન નિર્માણ શૈલીનો આધુનિક તકનીકને પડકારરૂપ વાત છે. આદિ શંકરાચાર્યએ 8મી સદીમાં પુન:સ્થાપન મંદિરનું કર્યું હતું. હિમાલયની ચારધામ યાત્રા પૈકી એક યાત્રા કેદારનાથની હોય છે.

આ રીતે થાય છે કેદારનાથ મંદિરની રક્ષા, જાણો અજાણી વાતો

હિમ નદીના કુંડમાંથી નીકળતી મંદાકિની નદીની નજીક કેદારનાથ પર્વતની તળેટીમાં આવેલું આ મંદિર કત્યુરી શૈલીનું છે, જે 3562 ફૂટ ઉંચાઇએ આવેલ છે. મંદિરના આગળના ભાગે શંકરાચાર્યની સમાધી આવેલી છે. આ મંદિર વાસ્તુકલાના એક આ દર્શન નમૂનારૂપ છે.

 

કેદારનાથ મંદિરનું સમગ્ર બાંધકામ 6 ફૂટ ઉંચા એક ચોરસ અને પહોળા પ્લેટફોર્મ ઉપર કરવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય મંડપ ભાગ અને ગર્ભગૃહની ચારે તરફ પ્રદક્ષિણાનો રસ્તો છે. બહાર પ્રાંગણમાં નદી વાહન સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિર એક હજાર વર્ષથી સાર્વજનિક રીતે પૂજાતું આવ્યું છે, અને ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર કેદારનાથ મંદિર બારમી કે તેરમી સદીનું છે.

મંદિરના ગર્ભમાં પથ્થરોમાંથી નિર્મિત ભગવાન શિવજીની પૂજા થાય છે. મંદિરની અંદર ઘોર અંધકાર હોય છે. માત્ર દિવાના અજવાળે શિવજીના દર્શન થાય છે. દર્શનાર્થી જલાભિષેક અને પુષ્પમાળા ચડાવે છે, ભગવાનને ઘી અર્પણ કરે છે. મૂર્તિ ચાર હાથ લાંબી અને દોઠ હાથ ઉંચી છે. એવી પણ માન્યતા છે કે કેદારનાથની યાત્રા કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે તો તેની યાત્રા નિષ્ફળ જાય છે.

કેદારનાથ મંદિર - એક વણઉકેલાયેલ કોયડો - Gujarat Page

વૈજ્ઞાનિકોના મત મુજબ 13મી સદીથી 17મી સદી 400 વર્ષ એક નાનકડા હિમયુગમાં આ મંદિર બરફમાં દબાયેલું હોવા છતાં પણ તે સુરક્ષિત બચી ગયું છે. આ ગાળામાં હિમાલયનો એક મોટો ભાગ બરફમાં દબાય ગયો હતો. શિયાળામાં મંદિર આસપાસ એટલો બરફ જમા થઇ જતો હોવાથી મંદિર બંધ રાખવાની ફરજ પડે છે.

તેના નિર્માણના કોઇ ચોક્કસ પુરાવા નથી. કેટલા વર્ષ જુનું છે તેની કોઇ અટકળ કે દસ્તાવેજી પુરાવા નથી. કોઇ કહે છે પાંડવો એનો કોઇ માળવાના રાજાની વાત કરે છે. 8મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા તેનું નિર્માણ થયું હતું. કોરોનાના બે વર્ષના ગાળા બાદ ગત સપ્તાહે કપાટ ખોલવામાં આવ્યા હતા.

મંદિરની સંસ્કૃતિની ધરોહર સમા ચાંદીના ઢોલ સાથે લશ્કરી બેન્ડની સુરાવલી સાથે શિવભક્તો પગપાળા ઓમ નમ: શિવાય, બમ બમ ભોલે, અલખ નિરંજનની સાથે ભોલાનાથનો જય જયકાર કરીને પ્રથમ દર્શનાર્થીઓ કેદારનાથના દર્શન કર્યાં હતા.

અહિં પહાડ જ નહી પણ પાંચ નદીઓનો પણ સંગમ છે. જેમાં મંદાકિની, શ્રીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરી જેવી નદીઓનો સમાવેશ થાય છે. જો કે આ નદીઓનું ખાસ અસ્તિત્વ નથી રહ્યું પણ અલકનંદાની સહાયક મંદાકિની આજે પણ મૌજૂદ છે, અને તેના કિનારે જ કેદારેશ્ર્વરધામ છે.

 

આ મંદિર લગભગ 85 ફૂટ ઉંચુ, 187 ફૂટ લાંબુ અને 80 ફૂટ પહોળું છે. તેની દિવાલો 12 ફૂટ પહોળી છે. ખૂબ જ મજબૂત પથ્થરમાં તે બનેલી છે.

પ્રધાનમંત્રીએ કેદરનાથ મંદિરમાં પૂજા કરી; તેમજ પુનર્નિર્માણ પરિયોજનાઓની પ્રગતિનું નિરીક્ષણ કર્યુ

સંપૂર્ણ હિમાલય પાંચ ખંડમાં વિભક્ત છે, જેમાં કેદારખંડની મહિમા સહુથી અધિક છે. કવિ કાલિદાસે પણ અસ્ત્યુત્તરસ્યાં દિશિ દેવતાત્મા કહી આ ઉત્તર દિશાને જ દેવતાનું નામ દીધું છે. મહાભારતમાં પણ આ સમગ્ર ખંડમાં મંદાકિની, અલકનંદા એવમ સરસ્વતી નદીઓનો ઉલ્લેખ મળે છે જે અહીંથી જ વહેતી અને પ્રયાગ રચતી હતી.

‘કેદાર’નો સાદો અર્થ કળણ થાય છે. આ દળ-દળ ભૂમિનો અધિપતિ શિવજી છે અને તેથી જ દળ-દળનાં અધિપતિ પરથી આ સ્થાન કેદારનાથ કહેવાય છે. અહીં સત્યયુગમાં એક કેદાર નામે તપસ્વી રાજાની પણ લોકશ્રુતિ છે.

કેદાર ખંડનું માહાત્મ્ય રસપ્રદ છે. દ્વાપરયુગમાં મહાભારતનાં યુદ્ધ બાદ પાંડવો પ્રાયશ્ચિત ભાવ સાથે ગ્લાનિસભર દુ:ખી બની વિચરતા હતા. વેદ વ્યાસજીનાં પરામર્શ બાદ પાંડવો યુદ્ધ દરમ્યાન થયેલી ગોત્ર-હત્યાનાં નિવારણ માટે ભગવાન શંકરનાં દર્શનાર્થે અહીં ઉત્તરાખંડ આવી પહોંચ્યા, જેથી પોતાની આ હત્યાનાં પાપમાંથી મુક્તિ પામી શકે.

કાળક્રમે આધગુરૂ શંકરાચાર્યજીએ અહીં પૂજા-અર્ચના એવમ અન્ય વ્યવસ્થાઓનું નિર્માણ કરી ઉત્તરાખંડના આ અતિ ભવ્ય મંદિરનું પુન:નિર્માણ સ્થાપન કરી આ કેદારનાથને મહત્વનું સ્થાન ગણાવી તેને પ્રસિદ્વ કર્યું.

આ મંદિરની વિશેષ વાસ્તુ શિલ્પ શૈલી એવમ તેનું ઉન્નત સ્થાન તેનાં માહાત્મ્યમાં વૃદ્વિ કરનાર છે.

આ ભવ્ય મંદિર લગભગ 80 ફુટ ઉંચુ છે. સ્થાનીય ભૂખરા વિશાળ પથ્થરોને કોતરીને આ મંદિર ભવન નિર્માણ પામ્યું છે, જેથી તે અતિ પ્રાચીન, ભવ્ય અને કોઈ તપસ્વીસમુ ભાસે છે. મંદિરનાં આગળનાં ભાગ પર ગ્રીક શૈલી જેવો ધાતુનો ત્રિકોણ ધ્યાન ખેંચે છે, મંદિરનું સ્વરૂપ ચતુષ્કોણાત્મક છે. પથ્થરોનાં સ્તંભો પર કાષ્ઠનાં માળખા પર તાંબાની ધાતુ સજાવી છે, એવમ શિખર પર સહુથી ઉન્નત તાંબાનો કળશ છે.

અહીં શિવજીનાં લિંગ પર ઘી ચોપડવાનું માહાત્મ્ય છે, તેમજ તેને સ્પર્શીને બાથ ભીડી શકાય છે.

Screenshot 20220504 155834 WhatsApp

કેદારનાથના સંપૂર્ણ વાતાવરણનો અનુભવ તેમજ અહીં થતાં શ્લોકોચ્ચાર ધ્વનિ, ઘંટનાદ તેમજ મંદિરની પશ્ચાદભૂનો સુમેસ પર્વતી ઘણો દિવ્ય દ્રશ્યમાન થાય છે. આ એ જ પર્વતીય માર્ગ છે જે માર્ગે પાંચેય પાંડવોએ હિમાલે જવા પ્રયાણ કર્યું હતું, તેવો વિચાર આવતાં જ યાત્રીઓ શ્રધ્ધા સભવ ભાવુક બની નતમસ્તક બની જાય છે.

મંદિરની પાછળ આદિગુરૂ શંકરાચાર્યજીનું સમાધિ સ્થળ છે. કહેવાય છે કે ભારત વર્ષના ચાર ધામ સ્થાપીને એક અવતાર કાર્ય પૂર્ણ કર્યા બાદ આદિગુરૂ શંકરાચાર્ય માત્ર 32 વર્ષની યુવા વયે અહીં પધારીને સમાધિસ્થ થયા હતા.

કેદારનાથ મંદિરથી લગભગ દોઢ કિ.મી.નાં અંતરે એક પ્રાકૃતિક તળાવ છે જેને ચોરાબારી તાલ કહે છે, આ તળાવ હવે તો જોકે ગાંધી સરોવરથી વધુ જાણીતું છે, કારણ ગાંધીજીનાં અસ્થિપુલને આ તળાવમાં પધરાવવામાં આવ્યા હતાં. અહીંથી 12 કિ.મી. દૂર નંદાકિની નદીનું ઉદ્ગમ સ્થળ છે.

કેદારનાથ મંદિરથી અડધા કિ.મી.ના અંતરે ભૈરવમંદિર છે, આ મંદિરનું વિશેષ મહત્વ એટલે કે અખાત્રીજનાં શુભ દિવસે કેદારનાથનાં દ્વાર ખુલતાં જ અહીં વિશેષ પૂજા-અર્ચના થાય છે.

કહેવાય છે કે આ દિવસથી ભાઈબીજ સુધીનાં પૂર્ણ સમય દરમ્યાન કેદારનાથ ક્ષેત્રની રક્ષા સ્વયં આ ભૈરવનાથ કરે છે.

શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ

ગૌરીકુંડ પર રાત્રિ નિવાસ માટે હોટલ્સ તેમજ ધર્મશાળા ઉપલબ્ધ છે. માર્ગમાં ગુપ્તકાશી સ્થળ પણ અત્યંત પ્રાકૃતિક સૌંદર્યથી સભર છે. કેદારનાથ સુધી પધાર્યા પહેલા કહે છે શિવજી અહીં થોડો સમય રોકાયા હતાં.આ નગરમાં વારાણસીની જેમ જ પૌરાણિક વિશ્વનાથ મંદિર તેમજ મણિકર્ણિક કુંડ છે.

આ એજ ઉખીમઠ છે જ્યાં કેદારનાથનાં દ્વાર બંધ થયા બાદ શિવજીની પૂજા-અર્ચના થાય છે, ગુપ્તકાશી નગરમાં રહેવાની સગવડો હોય તો યાત્રાળુઓ અહીં રોકાઈ શકે છે.

ગુપ્તકાશીથી ગૌરીકુંડ માંડ 40 કિ.મી. દૂર છે.ઉત્તરાખંડની યાત્રામાં પંચ-પ્રયાગ તેમજ પંચ-બદરીની માફક પંચ-કેદારનું મહત્વ અધિક છે.આ પંચકેદાર ક્ષેત્રમાં અલકનંદાની પશ્ચિમનો સમગ્ર ખંડ સમાવિષ્ટ છે. હિમાલયનાં બરફથી આચ્છાદિત ઉત્તુગ શિખરોની મધ્યે આ ભૂખંડ આવેલો છે. વિભિન્ન પાંચ પૌરાણિક મંદિરોમાં ભગવાન શંકરનાં પાંચ અંગોની પૂજા-અર્ચના થાય છે.આ સમગ્ર પ્રદેશ અત્યંત રોમાંચક, શાંત, આધ્યાત્મિક તેમજ યાત્રાળુઓની સાથોસાથ સહેલાણીઓને પણ આકર્ષિત કરે તેવો નયનરમ્ય છે. પાંચેય કેદારનાં પ્રત્યેક સ્થાન પ્રાકૃતિક સંપદાથી સભર છે.આ પાંચ કેદાર અનુક્રમે શ્રી કેદારનાથ, તુંગનાથ, મધ્યમહેશ્વર, રૂદ્રનાથ તેમજ કલ્પેશ્વર તરીકે પુરાણ પ્રસિદ્ધ છે, આ સમગ્ર પંચકેદારનો થોક કેદારખંડનાં સ્ક્ધધ પુરાણમાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.