દરિયા કિનારે હેલિકોપ્ટર ઉડાવવામાં માહેર પાયલોટને દુર્ગમ પહાડી વિસ્તારમાં ઉડાન ભરવા જવાબદારી સોંપી દેવાયાનો ઘટસ્ફોટ
ઉત્તરાખંડના કેદારનાથ ધામ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 લોકોના મોત બાદ દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે. અકસ્માતના કારણોનું અલગ અલગ રીતે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે જૂન મહિનામાં પવન હંસ હેલિકોપ્ટર અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. નિષ્ણાતો માને છે કે આ બંને અકસ્માતો વચ્ચે કેટલીક સમાનતાઓ છે. બંને અકસ્માતમાં વરિષ્ઠ પાઇલોટ સામેલ હતા. જેમણે તાજેતરમાં એક નવા પ્રકારના વિમાન સાથે ઉડાન ભરી હતી. સ્વાભાવિક છે કે ક્રેશ થયેલા હેલિકોપ્ટરને ઉડાવવામાં બંને પાઈલટને ઓછો અનુભવ હતો.
આ ઉપરાંત બંને અકસ્માતો પડકારજનક મોસમ વચ્ચે થયા છે.કેદારનથ અકસ્માતમાં જીવ ગુમાવનાર પાયલટનું નામ અનિલ સિંહ હતું. લગભગ 15 વર્ષ સુધી તેઓ મલ્ટી એન્જિન ડોફિન એન-3 એરક્રાફ્ટ ઉડાવી ચુક્યા હતા. તેઓ સપ્ટેમ્બર મહિનામાં આર્યન એવિએશનમાં જોડાયા હતા. લગભગ એક મહિના પહેલા તેમણે સિંગલ એન્જિન બેલ 407 ઉડાવવાનું શરૂ કર્યું હતું. અનિલ સિંહને મોટાભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં હેલિકોપ્ટર ઉડાવવાનો અનુભવ હતો. ઉડ્ડયન ક્ષેત્રના રક નિષ્ણાતે કહ્યું કે, હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું તેમને પર્વતીય વિસ્તારોમાં વિમાન ઉડાવવા માટે યોગ્ય રીતે તાલીમ આપવામાં આવી હતી કે કેમ ?નિષ્ણાતો માને છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્યુઅલ એન્જિન એરક્રાફ્ટ ઉડવું અને પર્વતીય વિસ્તારોમાં સિંગલ એન્જિન એરક્રાફ્ટ ઉડવું એ બે અલગ બાબતો છે.
બંને વાતાવરણમાં એરક્રાફ્ટ ઉડાવવા માટે વિશેષ કૌશલ્યની જરૂર પડે છે. મલ્ટિ-એન્જિન હેલિકોપ્ટર જે દરિયાની સપાટીથી ઉડે છે તેમાં ઓટોપાયલટ મોડ હોતો નથી. નેવિગેશન માટે કોકપિટ સાધનો પર આધાર રાખે છે. તેથી ખરાબ વિઝિબિલિટી મોટી સમસ્યા નથી. કેદારનાથ દુર્ઘટના બાદ ડીજીસીના એક અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું હતું.