રાજ્ય, જિલ્લા અને તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયાં કાર્યક્રમો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં તા.23,24 અને 25 જુન દરમ્યાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2022ની ઉજવણી કરવામાં આવી હતી. પડધરી તાલુકાના કુલ 9 કલસ્ટરની કુલ 81 સરકારી પ્રાથમિક શાળાઓ માટે પ્રવેશોત્સવના આયોજન માટે 6 રૂટ તૈયાર કરવામાં આવ્યા. જેમાં રાજ્ય કક્ષાના, જિલ્લા કક્ષાના અધિકારીઓ/પદાધિકારીઓના રૂટ નક્કી કરવામાં આવ્યાં. ઉપરાંત તાલુકા કક્ષાએ રૂટવાઈઝ લાયઝન ઓફિસર મુકવામાં આવ્યાં હતાં.
રાજ્ય કક્ષાના અધિકારીઓના રૂટમાં શાહમીના હુસેન (આઈ.એ.એસ) કમિશ્નર, આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને ગુજરાત સરકારના એક્સ-ઓફિસો અગ્રસચિવ (જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ) સચિવાલય ગાંધીનગર – એ (તા.23/6/2022) પ્રથમ દિવસે પડધરી તાલુકાની ન્યારા પ્રાથમિક શાળા, ઢોકળિયા પ્રાથમિક શાળા, ઈશ્ર્વરિયા પ્રાથમિક શાળા, (24/6/2022) બીજા દિવસે રંગપર પ્રાથમિક શાળા, સુયોગી પાર્ક પ્રા.શાળા, તરઘડી તાલુકા શાળા,(25/6/2022) ત્રીજા દિવસે થોરિયાળી પ્રાથમિક શાળા, ખોડાપીપર તાલુકા શાળા, ખાખડાબેલા 1 અને 5 આ તમામ પ્રાથમિક શાળાઓના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ધો.1ના બાળકોને વિદ્યાપ્રવેશ કરાવ્યો હતો.રાજ્ય કક્ષાના પદાધિકારીઓના રૂટમાં ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશકુમાર મેરજા મંત્રી શ્રમ, રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો) નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠો, ગુજરાત રાજ્ય ગાંધીનગરએ બીજા દિવસે પડધરી તાલુકાની ઉકરડા પ્રાથમિક શાળા, દહિસરડા આજી પ્રાથમિક શાળા, ખાખડાબેલા પ્રા.શાળા 2 અને 6 ના ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી ધો.1 અને આંગણવાડીમાં પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને વિદ્યાપ્રવેશ કરાવ્યો હતો.
તા.24 ના રોજ સી.આર.સી.વિસામણ પ્લોટની મોટી ચણોલ પ્રાથમિક શાળામાં અરૂણ મહેશબાબુ કલેક્ટર (રાજકોટ જિલ્લો)ની ખાસ ઉપસ્થિતિમાં શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય ગીરીરાજસિંહ જાડેજા, રાજ્ય કર અધિકારી છાયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાણવી, પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય, પ્રમુખ તાલુકા પંચાયત પડધરી વગેરેની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.