કેસીએમ ગ્રુપ દ્વારા વેલકમ ક્રિસમસ મેલા કમ એકઝીબીશનનું ત્રણ દિવસ આયોજન જેમાં મહિલાઓને લય તેમના માટેની સુરક્ષાતેમજ તંદુરસ્તી માટેના વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન રાખવામાં આવ્યું છે.
કિંજલબેન ખારેચાએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે અમારો પેલો અનુભવ છે. એકઝીબીશને લઈ હું ખૂબજ ઉત્સાહી છું આની સાથે મહિલા સશકિતકરણની પ્રવૃત્તિઓ પણ આ એકઝીબીશનમાં રાખી છે. મહિલાઓ માટે સુરક્ષા અને તંદુરસ્તીએ ખૂબજ જરૂરી છે. જે આ ત્રણ દિવસના કાર્યક્રમ મુજબ ચલાવામાં આવશે. આ એકઝીબીશનમાં એન્ટ્રી તેમજ મહિલાઓ માટેની જે પ્રવૃત્તિઓ રાખેલ છે. તે વિનામૂલ્ય છે.