ઇન્ડિયા એસએમઇ ફોરમ અને NSICનું ગુજરાતમાં પ્રથમ આયોજન કોન્ફરસ અને એકસ્પો યોજાશે

ઇન્ડિયા એસએમઇ ફોરમના કો-ફાઉન્ડર અને ડિરેકટર જનરલ સુષ્મા મોરથણીયાએ અબતકને આપી વિગતો

અધિકારીઓ, બેન્કર્સ અને બિઝનેસ ગુરુ નવા સાહિસિકોને સ્ટાર્ટઅપ સંબંધીત તમામ પ્રકારનું માર્ગદર્શન આપશે

ઇન્ડીયા એસએમઇ ફોરમ અને એન.એસ.આઇ. સી. દ્વારા અનુસુચિત જાતિ, જન જાતિના ઉઘોગ સાહસિકો માટે આવતીકાલે ૯.૩૦ કલાકે સ્ટેટ કોન્ફલેવ કોન્ફરન્સ અને એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેની વિસ્તૃત વિગત આપવા ઇન્ડીયા એસએમઇ ફોરમના કો-ફાઉન્ડર અને ડિરેકટર જનરલ સુષ્મા મોરથણીયાએ અબતકની શુભેચ્છા મુકાલાત લીધી હતી.

એસ.ટી. એસ.સી. કેટેગરીમાં આવતા લોકોને ઉઘોગ સાહસીક બનાવી જાગૃત કરવાના ઉદેશથી આયોજીત કોન્કલેવ જયુબેલી બાગ સામે આવેલી ધ ગ્રાન્ડ ઠાકર હોટેલ ખાતે યોજાશે. એકસ્પો પ્લેટીનીયમ હોટેલ ખાતે યોજાશે. એકસ્પો સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા સુધી યોજાશે.

કોન્ફરન્સમાં મુખ્ય વકતા તરીકે કેન્દ્રીય અને રાજય સરકારના અધિકારીઓ, બેન્કર્સ અને બિઝનેસ ગુરુ ઉ૫સ્થિત રહેશે.

સભામાં જાહેર થયેલો ડેટાબેઝ સીપીએસયુ સુધી પહોચાડવામાં આવશે. જે પાસ થઇ ગયા બાદ અનુ. જાતિના વિક્રેતાઓને આવકમાં ૪ ટકા વધુ વળતર મળશે. ઇવેન્ટમાં ૪૦૦ ઉઘોગ સાહસિકો ભાગ લેનાર છે. રજીસ્ટ્રેશન માટે મો. નં. ૭૭૧૦૦ ૦૦૯૬૦ ઉપર વોટસએપ મેસેજ કરવાનો રહેશે.

12 2ઇન્ડિયા એસએમઇ ફોરમના કો ફાઉન્ડર અને ડિરેકટર જનરલ સુષ્મા મોરથણીયાએ જણાવ્યું કે એમ.એસ.એમ.ઇ.એ. ૭ વર્ષમાં ૭૫ હજાર મેમ્બર બનાવ્યા છે. ઉપરાંત ૬ કરોડ જેટલા નોન રજીસ્ટર્ડ મેમ્બર ધરાવે છે.

નેશનલ એસ.સી., એસ.ટી. હબની યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. ૧૮-૧૦-૨૦૧૬ ના રોજ લુધિયાણા, પંજાબમાં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના અનુસુચિત જાતિ અને જનજાતિના ઉઘોગ સાહસિકોના સશકિતકરણનો લક્ષ્ય ધરાવે છે. અને ટેકનોલોજી અને કાર્યક્ષમતા વધારવાના ઘ્યેયથી યોજના સફળતાથી ચાલી રહી છે. રાષ્ટ્રીય નાના ઉઘોગોનું પણ આ યોજના હેઠળ નામાંકન કરવામાં આવ્યું છે. સરકારે જાહેર પ્રાપ્તી એટલે કે પબ્લીક પ્રોકયુરમેન્ટની પ્રક્રિયા તૈયાર કરી હતી જેના આધારે ગુડસ અને સર્વિસના ર૦ ટકા જેટલું વળતર કેન્દ્રીય મંત્રાલય મેળવે છે. અને ર૦ ટકા જેટલું અનુસુચિત જાતી, જનજાતીને આ યોજના હેઠળ મળે છે.

જેની પોલીસી ૧લી એપ્રીલ ૨૦૧૫ થી ફરજીયાત કરવામાં આવી હતી. આ યોજના ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ઇન્કયુબેટર્સ અને ભાગીદારોને જાગૃત કરવા માટે જરુરી છે. એમએસએમઇએ ઉઘોગસાહસિકો સાથેની સભાનું આયોજન કર્યુ હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. સરકારે અનુસુચિત જાતી અને જનજાતીના લોકોને ઉઘોગસાહસિક બનવા માટેની તાલીમ પણ આપી હતી. જેના માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશને જરુરી સમજી ઉઘોગ તેમ ટેકનોલોજી ક્ષેત્રે એસ.સી. એસ.ટી. ના ૨૦૦૦ લોકોને તાલીમ અપાઇ હતી. આ ઉપરાંત લોન, ભાગીદારી, ઉઘોગ અને રોકાણ જેવા વિવિધ ક્ષેત્રે ટ્રેનીંગ માટેના અધિકારીઓ નિયુકત કરવામાં આવ્યા છે.

એન.એસ.એસ.એચ. યોજનાના ભાગરુપે કચેરીઓ કાર્યરત છે. તેમજ પપ વિશેષ વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ પણ શરુ કરવામાં આવ્યા છે. એસ.સી., એસ.ટી. ઉઘોગસાહસિકો માટે જુદા જુદા ફિલ્ટર બનાવવા માટે મંત્રાલયના અધિકારીઓ સતત સંપર્કમાં છે. મંત્રાલયે ઓકટોબર ૨૦૧૭માં સમાધાન અને સંબંધ એમ બે પોર્ટલ લોન્ચ કર્યા છે. જેનો હેતુ વિલંબીત પગારને સંબોધવાનો છે.

વધુમાં તેઓએ કહ્યું કે અત્યાર સુધીમાં ૩૧૬૪ પોર્ટલ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૨૮ સીપીએસ દ્વારા નાણાંની પ્રાપ્તિની માહીતી મળીછે. આ યોજનામાં ચાર સબ-સ્કીમ યોજના છે., જેમાં ખાસ તો સિંગલ પોઇન્ટ રજીસ્ટ્રેશન સ્પેશિયલ માકેટીંગ સ્પેશિયલ પર્ફોમેન્શ અને ક્રેડીટ રેટીંગ યોજનાનો સમાવેશ થાય છે.

સ્કીમ હેઠળ એકમની નોંધણી થયા બાદ એસ.પી.આર.એસ. હેઠળ ટેન્ડરો બહાર પાડવામાં આવે છે. ટેન્ડરના દસ્તાવેજો મફતમાં અપાય છે. માટે ૪૦૦ થી વધુ યુનિટો આ યોજના માટે નોંધાયો છે. યોજના અંતર્ગત ઉઘોગ સાહસિકોને મહત્તમ વર્ષ માટે યોજનામાંથી વળતર મેળવવાનો અવસર મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.