ખેતરાઉ માટીમાંથી 100 થી વધુ પ્રોડકટ માટે ‘કાયાપલટ’ના અંજુબેન પાડલીયાને ‘વર્લ્ડ રેકોર્ડ’ એનાયત
ગુજરાત સ્થાપના દિવસ 1 મેના રોજ 30 મહિલા મેકઅપ આર્ટિસ્ટ સતત ર10 કલાક ‘મડ મેકઅપ’ કરી બીજો વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે
ખેતરાઉ માટીમાંથી નિર્મિત 100 થી વધુ બ્યુટી પ્રોડકટ બનાવનાર અંજુબેન પાડલીયાના ‘કાયાપલટ’ કોર્પોરેટર બિલ્ડીંગનો બી.એ.પી.એસ.ના સંતોના વરદ હસ્તે રામનવમીના પાવન દિવસે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાલાવડ રોડ નજીક પુષ્કરધામ મેઇન રોડ, રાજકોટ ખાતે આયોજીત આ સમારોહમાં એક વર્લ્ડ રેકોર્ડ સર્જવવા જઇ રહ્યો છે. ‘કાયાપલટ’ બ્રાન્ડ હેઠળ કંપનીના ફાઉન્ડર અંજુબેન પાડલીયા વિશ્ર્વના એક માત્ર એવા મહિલા છે જેમણે ખેતરાઉ માટીમાંથી 100 થી વધુ બ્યુટી પ્રોડકટનું નિર્માણ કર્યુ છે. આ તમામ પોેડકટ બિલકુલ કેમીકલ રહિત અને એકદમ નેચરલ ઇન્ટ્રીગેન્ટમાંથી જ બનાવવામાં આવી છે. અમદાવાદથી વર્લ્ડ રેકોર્ડ ટીમ રુબરુ ઉ5સ્થિત રહી અંજુબેન પાડલીયાને આ એવોર્ડ એનાયત કર્યો છે.
‘કાયાપલટ’ કોર્પોરેટ બિલ્ડીંગ વિશે માહીતી આપતા અંજુબેન પાડલીયાએ જણાવ્યું હતું કે, આ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર પર નેચરોથેપીનો રિટેઇલ મોલ રહેશે જયાં માટીમાંથી નીમીતે 100 થી વધુ પ્રોડકટનું રિટેઇલ તેમજ હોલસેલ વેચાણ કરવામાં આવશે. ફર્સ્ટ ફલોર પર આવેલી ઓફીસમાંથી મહિલાઓ માટેની આ પ્રોડકટ અંગે તેમજ નેચરલ ટ્રીટમેન્ટના માર્ગદર્શન માટે દરરોજ લાઇવ થશે. આ લાઇવમાં ફેંચાઇઝી મોડેલ તેમજ ફેન્ચાઇઝી માટે લોકોને માહીતી આપવામાં આવશે. આ ઉપરાંત સેક્ધડ ફલોર પર નિર્મિત સેમિનાર હોલમાં દર સપ્તાહે સેમીનાર યોજવામાં આવશે જેમાં મુખ્યત્વે કુલ ત્રણ વિષયો પર વિચાર ગોષ્ઠી કરવામાં આવશે. જેમાં ઘેર બેઠા ઇન્કમ કઇ રીતે મેળવી શકાય એ વિષય પણ તથા બીજા વિષય ડાયાબીટીસ, બીપી, ગાયનેક પ્રોબ્લેમ પર નિ:શુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે. જયારે ત્રીજો વિષય બ્યુટી અંગેનલ રહેશે જેમાં સ્કિન હેરની સંદર્ભે બહારની સુંદરતા સાથે આંતરીક સુંદરતા કઇ રીતે નિખાવી શકાય એ અંગે વિસ્તૃત જાણકારી નિયમિત આપવામાં આવશે.
આત્મનિર્ભર ભારત, કેમિકલમુકત ભારતની પરિકલ્પનાને સાકાર કરતા આ કોર્પોરેટર બિલ્ડીંગમાં મહિલાઓને પગભર કરવાના પ્રયાસનો પડઘો પણ પડશે. હેલ્થકોચની 17 બેચ દરમ્યાન પાસ આઉટ થયેલી અસંખ્ય મહિલાઓ પૈકીના 30 મહિલા આટિસ્ટ ર10 કલાક સતત માટીનો મેકઅપ કરવાના છે. જે પણ એક વર્લ્ડ રેકોર્ડ બનશે. જેની ખાસ બાબત એ છે કે આ ત્રીસેય આર્ટિસ્ટને તેમના પર્સનલ નામ સાથે આ રેકોર્ડ મળશે.
મડ થેરાપીનો આ વર્લ્ડ રેકોર્ડ પહેલી મેના રોજ ગુજરાતના દિવસે મળશે.
પ્રારંભિક તબકકે 3 પ્રોડકટથી શરુ કરીને હાલ 100 થી વધુ પ્રોડકટ સુધી પહોચેલી ‘કાયાપલટ’ કંપનીએ ખેતરાઉ માટીમાંથી પ્રોફેશનલ મેકઅપની આખી રેન્જ ઉભી કરી છે. જેમાં આઇ શેડો, એકવા કલીનઝર (માટી પાણીના કોમ્બિનેશનથી નિમિર્ત) મેકઅપ બાદ તડકે જતા મેકઅપ રેલાઇ ન જાય એ માટે (ફિકસર) મેકઅપ ફિકસેટીવ ઉનાળા માટે ખાસ માટી અને વિટામીન-ઇ ના સંયોજનથી બીડસ બનાવી. માટીનું શાવર જેલ, માટીમાંથી નિમિર્ત કેમિકલ વગરનો ટેલકમ, પાવડર માટીનું ડિઓડનટ અને ગ્રીન ટી લોન્ચનું લોન્ચીંગ 30 તારીખે કરવામાં આવશે.
સેંકડો મહિલાઓએ ‘કાયાપલટ’ એકેડેમીના પ્રશિક્ષણ લીધું છે. આવનારા દિવસોમાં આ પૈકીની 30 મહિલાઓ 30 અલગ અલગ જગ્યાએ ‘કાયાપલટ’ની એકેડમી શરુ કરશે. આ 30 મહિલાઓ અન્ય મહિલાઓને ટ્રેનીંગ આપી શકશે. સાથો સાથ ‘કાયાપલટ’ બ્રાન્ડની માટી નિમિર્ત વિવિધ પ્રોડકટનું માકેટીંગ, સેલીંગ કરી આવકનો સ્ત્રોત વધારી શકશે. નોંધનીય છે કે 1પ જુલાઇ 2020 કોવિડ દરમ્યાન એફ.બી. લાઇવથી શરુ કરેલા આ અભિયાનમાં પ મહિલાઓની ટીમમાં આજે 1પ000 મહિલાઓ જોડાઇ છે.
સૌરાષ્ટ્રની ટોપ રપ બ્રાન્ડમાં મહિલા સંચાલિત એક માત્ર ‘કાયાપલટ’ બ્રાન્ડ
100 કરોડથી ઉપરની સૌરાષ્ટ્રની રપ ટોપ બ્રાન્ડમાં ‘કાયાપલટ’ એક માત્ર એવી કંપની છે જેના ફાઉન્ડર અને સંચાલન મહિલાના હાથમાં છે. રપ પૈકી 24 કંપની પુરુષ સંચાલીત છે. વિશ્ર્વની પ્રથમ મહિલા જે માટીમાંથી નિર્મિત વસ્તુનું માકેટીંગ કરી આગળ વધી અને 100 કરોડથી વધુની કંપનીઓની કલબમાં સામેલ થઇ છે.