બાઇક નિર્માતા કંપની કાવાસાકીએ પોતાની રેટ્રો ક્લાસિકલ રોડસ્ટર કાવાસાકી W800 ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ બાઇક ભારતમાં RE Interceptor અને Triumph Street Twinને ટક્કર આપશે. ભારતમાં આ બાઇકની એક્સ શો રૂમ કિંમત 7.99 લાખ રૂપિયા છે. આ બાઇકની ડિલિવરી ઓગસ્ટમાં શરૂ થશે.
કંપનીએ 2016માં આ બાઇકનું પ્રોડક્શન બંધ કરી દીધું હતું કારણ કે, આ બાઇક ગ્લોબલ યુરો 4 એમિશન નોર્મ્સનું પાલન નહોતી કરતી. બાઇકને 2018માં રિલોન્ચ કરવામાં આવી. બાઇકમાં સિંગલ પીટ સીટ આપવામાં આવી છે. રેટ્રો સ્ટાઇલ LED ટેલ લેમ્પ આ બાઇકને નીટ લુક આપે છે.
કાવાસાકી W800માં 773cc, એરકૂલ્ડ ફ્યુઅલ ઈન્જેક્ટેડ, SOHC એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 6,500rpm પર 47.5hp પાવર અને 4,800rpm પર 62.9Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ કરવામાં આવ્યું છે.
કંપનીએ આ રેટ્રો સ્ટાઇલવાળી બાઇકમાં અનેક મોડર્ન ફીચર્સ આપ્યાં છે. તેમાં LED હેડલાઇટ, સ્પિપર ક્લચ અને ડ્યુઅલ ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ ફીચર્સ પણ રહેલાં છે. આ બાઇકનાં ફ્રંટમાં 320mm ડિસ્ક અને રીઅરમાં 270mm ડિસ્ક છે.
બાઇકમાં 18 ઈંચનાં વ્હીલ્સ છે. રાઇડરની સેફ્ટી માટે બાઇકમાં ડ્યુઅલ ચેનલ ABS પણ આપવામાં આવ્યું છે. ભારતમાં અત્યારે માત્ર સ્ટ્રીટ વેરિઅન્ટ જ લોન્ચ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ કંપની કેફે વેરિઅન્ટ પણ લોન્ચ કરી શકે છે.