ગુજરાત સહિત દેશભરમાં આદિત્ય ગઢવી તેમના ગીતને લઈને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આજનો યુવા વર્ગને તેમના સોંગ ખૂબ જ પસંદ આવે છે. તેમજ ભારતની સાથો સાથ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓ પણ તેમના મોટા ચાહક છે. જેથી વિદેશમાં પણ તેમના પ્રોગ્રામ થતા હોય છે. આ વર્ષ દરમિયાન પણ તેમને અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને આવનારા સમયમાં પણ તેઓ કયા દેશમાં જવાના છે તેનો શેડ્યૂલ સામે આવ્યો છે.
આદિત્ય ગઢવી આગામી સમયમાં કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં લાઈવ કોન્સર્ટ કરશે. તેમના શેડ્યૂલની વાત કરવામાં આવે તો, તારીખ 3 મે 2025ના રોજ લોસ એન્જલસમાં પોતાનો કોન્સર્ટ યોજવામાં આવશે.
કોલ્ડપ્લેના સિંગર આદિત્ય ગઢવીને ચાહકો સ્ટેડિયમમાં ઘૂમ મચાવશે. આદિત્ય ગઢવીએ પોતાના ઇન્સટાગ્રામ કેપ્શનમાં લખ્યું છે કે, “Kaviraj સીધા Hollywoodમાં ધડબડાટી બોલાવસે! ” આ કોન્સર્ટની ટિકિટ બૂક થવાનું શરૂ થઈ ગયું છે. આદિત્ય ગઢવીએ લાઈવ કોન્સર્ટની સ્કૅનર દ્વારા ટિકિટ બુક કરાવી શકાય છે.