ગુજરાત સહિત દેશભરમાં આદિત્ય ગઢવી તેમના ગીતને લઈને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આજનો યુવા વર્ગને તેમના સોંગ ખૂબ જ પસંદ આવે છે. તેમજ ભારતની સાથો સાથ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓ પણ તેમના મોટા ચાહક છે. જેથી વિદેશમાં પણ તેમના પ્રોગ્રામ થતા હોય છે. આ વર્ષ દરમિયાન પણ તેમને અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને આવનારા સમયમાં પણ તેઓ કયા દેશમાં જવાના છે તેનો શેડ્યૂલ સામે આવ્યો છે.
આદિત્ય ગઢવી આગામી સમયમાં ઓસ્ટ્રેલિયામાં લાઈવ કોન્સર્ટ કરશે. તેમના શેડ્યૂલની વાત કરવામાં આવે તો, તારીખ 29 માર્ચ 2025ના રોજ સિડનીમાં Nowark convention centre અને 30 માર્ચ 2025ના રોજ મેલબોર્નમાં Melbourne convention and exhibition centre યોજવામાં આવશે.
કોલ્ડપ્લેના સિંગર આદિત્ય ગઢવીને ચાહકો સ્ટેડિયમમાં ઘૂમ મચાવશે. આદિત્ય ગઢવીએ પોતાના ઇન્સટાગ્રામ કેપ્શનમાં લખ્યું છે કે, “Here we go! For the first time I’ll be doing Aditya Gadhvi Live In Concert in Australia ” આ કોન્સર્ટની ટિકિટ ટૂંક સમયમાં લાઈવ થશે.