સતત નાના મોટા ઝઘડાઓ અને વાદ-વિવાદથી કંટાળી દંપતિની ડિવોર્સ માટેની માંગ પરંતુ ગુજરાત હાઈકોર્ટ જજના સંવેદનશિલ નિર્ણયે દાંપ્તયજીવન બચાવ્યું !!
લગભગ લોકો કોર્ટ-કચેરીથી દૂર રહેવા જ ઈચ્છતા હોય છે. મોટાભાગનાં લોકોમાં એવી માનસીકતા પ્રવર્તેલી છે. કે કોર્ટ સંવેદનશીલ કે લાગણીસભર હોતી નથી તે સબુતોના આધારે માત્ર કડક વલણ જ દાખવે છે. પરંતુ આ માનસીકતાનો છેદ ઉડાડતો એક સે ગુજરાત હાઈકોર્ટમાં બન્યો છે. જેમાં ડીવોર્સ માટે આવેલા કપલને કોર્ટે ફરી એક વખત હનીમુન માટે મનાવી લીધું હતુ!!
દરઅસલ વાત એવી છે કે, મનાલી અને તેનો પતિ સંજય મકવાણા તેમની વચ્ચે થતા સતત નાના મોટા ઝઘડાથી કંટાળી છૂટાછેડા લેવા પ્રેરાયા હતા. જણાવી દઈએ કે, મનાલી અને સંજયને એક પુત્રી પણ છે. અને તેઓ તેમની ફેમીલી સાથે આરબ દેશ ઓમાનની રાજધાની મુસ્કટમાં રહેતા હતા. પરંતુ ત્યાં સતત ઝઘડાઓથી કંટાળી ગુજરાતમાં ડીવોર્સ લેવા મનાલીએ તેના પતિ સંજય વિ‚ધ્ધ હિંસક અત્યાચાર મામલે ફરિયાદ નોંધાવી હતી જેથી પતિ સંજય મકવાણાએ ફરિયાદને નકારી ગુજરાત હાઈકોર્ટનો સહારો લીધો હતો.
આ સમગ્ર કેસની સત્યતા જાણી ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જે.બી. પારડીવાલાએ સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. જેમાં જજે મનાલી અને સંજયની પુત્રી કે જે હાલ કે.જી.માં ભણે છે. તેના ભવિષ્ય પર ભાર મૂકી નિર્ણય સંભળાવ્યો હતો અને કહ્યું કે, માતા પિતાના ઝઘડાનો ભોગ એક માસુમ બાળકી ન બનવી જોઈએ. જે બાળકી માતા પિતા વચ્ચેની દરારોથી જ અજાણ છે. તેનું જીવન દુ:ખી અને માતા પિતા વિહોણું ન કરવું જોઈએ અને બાળકીનાં ભવિષ્ય વિશે તમારે વિચારવું જોઈએ.
ન્યાયાધીશ જે.બી. પારડીવાલાના આ પ્રકારનાં કથનથી અને પોતાની બાળકીનાં ભવિષ્યનું વિચારી મનાલી અને સંજયે પોતાના વિચારો બદલી નાખ્યા હતા. એટલું જ નહિ આ બંને એક બીજા સાથે જ રહેવાનું વચન પણ આપ્યું હતુ. આ બંને વચ્ચે મામલો સુલજતા ન્યાયાધીશ પારડીવાલાએ ખુશી વ્યકત કરી હતી અને કહ્યું કે, અરજીનાં આધારે સુનવણી કરવી અને નિર્ણય લેવો એ કોર્ટ માટે સરળ છષ. પરંતુ તેના આધારે એક માસુમ બાળકીનું ભવિષ્ય જોખમમાં મુકાય તે વ્યાજબી નથી. આ સાથે જ મનાલી તેના પતિ સંજય સાથે મુસ્કટમં રહેવા જવા રાજી થઈ ગઈ હતી.
પરંતુ તેની પુત્રીનું શૈક્ષણીક વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુજરાતમાં રોકાવા કહ્યું હતુ જેથી તેમની પુત્રીનું ભણવાનું વર્ષ ન બગડે આ તકે જજે સંજય મકવાણાને કહ્યું કે મામલો સુલઝાઈ ગયો છે તો પત્નિ અને પુત્રીને વેકેશન પર લઈ જાઓ. અને જયાં સુધી પત્ની અને પુત્રી તમારી સાથે મુસ્કટમા રહેવા ન આવી જાય ત્યાં સુધી સમયાંતરે ફોન પર તેની સાર સંભાળ લો.
આમ આ ડીવોર્સ કેસનો મામલો હનીમુનમાં ફેરવાઈ ગયો હતો. અને હાઈકોર્ટે અરજીનાં આધારે નહિ પણ બાળકીનાં ભવિષ્યને ધ્યાને લઈ સંવેદનશીલ નિર્ણય કર્યો હતો.