કૌશિકભાઈના ભારોભાર મિત્ર વર્તુળએ પુસ્તકોની પ્રતિકાત્મક જ્ઞાનતુલા કરી
મનુષ્ય જીવન કર્મને આધીન રહ્યું છેકોઈપણ ક્ષેત્રમાં મનુષ્ય તેના કર્મથી કાર્ય કરતો રહે છે. ત્યારે એવા જ એક પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 32 વર્ષથી કર્મને આધીન રહી કર્મનિષ્ઠ રહી દિવસ-રાત પોતાનું કર્મને બાંધીને પત્રકારત્વના પ્રવાસનું ખેડાણ કૌશિકભાઇ મહેતાએ કર્યું છે. કૌશિકભાઈ મહેતાએ એક અખબારના તંત્રી તરીકેની સફર પૂર્ણ કરી છે.ત્યારે તેમના મિત્ર વર્તુળ દ્વારા તેમને તેમના જિંદગીની નવી સફર શરૂ કરવાના પ્રારંભને આગળ ધપાવા હેતુ કૌશિકોત્સવ તરીકે ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું.
પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં રાજકોટ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ઓડિટોરિયમ ખાતે કૌશિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કૌશિકભાઇ મહેતાના 32 વર્ષના પત્રકારત્વ ક્ષેત્રની સફરને આ પ્રોગ્રામમાં આવરી લેવામાં આવી હતી. સાથોસાથ તેમની જિંદગીના ઉતાર ચઢાવની પણ કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી હતી. પૂજ્ય મોરારી બાપુ ના અંતપ્રિય અને લાગણીના સંબંધોથી કૌશિકભાઈ મહેતા જોડાયા છે.બાપુને આદર સત્કાર અને માન સન્માન થી કૌશિકભાઈ મહેતા તેમના જીવનની દરેક સારી બાબતમાં યાદ કરે છે.
પૂજ્ય મોરારી બાપુના હસ્તે પુસ્તકની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ
કાર્યક્રમમાં કૌશિકભાઈના મિત્રો દ્વારા તેમના ભારોભાર પુસ્તકોની જ્ઞાન તુલા કરવામાં આવી હતી. સાથોસાથ કૌશિકભાઈના દરેક મિત્રએ તેમને અર્પણ કરેલી પુસ્તકમાં પોતાના લેખ અને તેમના જીવન સાથે કૌશિકભાઈના પ્રસંગો નું વર્ણન કર્યું છે.આ પુસ્તકનું વિમોચન કરવા ને બદલે પૂજ્ય મોરારી બાપુના હસ્તે પુસ્તકની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. કૌશિકોત્સવ ના પ્રસંગે કૌશિકભાઈ જણાવ્યું હતું કે, જીવનમાં તેઓ હંમેશા કલમના ખોળે જ રહેશે.તેઓ નિવૃત્ત નહીં પરંતુ નિ વૃત થયા છે.હવેની સફરમાં તેઓ નિજાનંદ માટે સારૂ લેખન કરતા રહેશે. આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુ એ પણ પોતાના લાગણીના શબ્દોમાં જણાવ્યું હતું કે, પત્રકારત્વ ક્ષેત્રે હંમેશા પત્રકારમાં પાંચ વસ્તુનું હોવી જરૂરી છે.(1)પરમ તત્વ પર વિશ્વાસ,(2) વિનોદી હોવું જરૂરી,(3) વિવેકી હોવું જરૂરી,(4) જતુ કરવાની વૃત્તિ એટલે વિરાગ હોવો જરૂરી,(5) વિચારશીલ હોવું જરૂરી છે.કૌશિકભાઈએ કર્મનિષ્ઠ રહી પોતાની પત્રકારત્વની સફરને પૂર્ણ કરી છે. કૌશિકભાઈ તેને પ્રવાસ કહે છે પરંતુ આ તેમની તપસ્યા હતી જે તેમને પૂર્ણ કરી છે.
આ કાર્યક્રમમાં કૌશિકભાઈ મહેતાના પરિવારના સભ્યો,સ્વજનો,અખબારના સહકર્મચારીઓ,મિત્ર વર્તુળ તથા બોહળી સંખ્યામાં સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કૃષ્ણકાન્તભાઈ ઉનડકટ, જ્યોતિબેન ઉનડકટ, ભદ્રાયુભાઈ વછરાજાની, અજયભાઈ જોશી સહિતના મિત્રોએ જહેમત ઉઠાવી હતી.