રાજયમાં ગાજેલા કડી દારૂકાંડના પડઘા મહેસાણા એસ.પી મનીષસિંઘને સજારૂપ એસ.આર.પી.માં બદલી કરી તેમના સ્થાને પાર્થરાજસિંહ ગોહિલ
કૌન બનેગા કરોડપતિ વિજેતા રાજકોટના ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈનીની પોરબંદર જિલ્લા પોલીસ વડા તરીકે બદલી થતા તેઓએ પોરબંદર એસપીનો ચાર્જ સંભાળી લીધો છે.
અભ્યાસમાં હમેશા ફસ્ટ આવતા અને ૨૦૦૧માં ૧૪ વર્ષની ઉમરે કૌન બનેગા કરોડપતિમાં એક કરોડનું ઇનામ વિજેતા રવિ મોહન સૈની ૨૦૧૩ યુપીએસસી પાસ કરી આઇપીએસ બન્યા બાદ રાજકોટમાં નાયબ પોલીસ કમિશનર તરીકે પશંસનીય ફરજ બજાવ્યા લોકપ્રિય ડીસીપી બન્યા છે. તેમની પોરબંદર ખાતે બદલી થતા તેઓએ સવારે જ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.
મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં ગત અઠવાડીયે શંકાસ્પદ દારૂ વેચવાના મુદ્દે એક પીઆઇ સહિત નવ પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો હતો આ પ્રકરણમાં મહેસાણા જિલ્લા એસપી મનીષ સિંગની તાકીદથી દાહોદ એસ.આર.પી. ગ્રુપ ૪ માં સરકાર બદલી કરી દીધી છે. પોરબંદર એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની બદલી મહેસાણા એસપી રાજકોટ ઝોન ૧ ડીસીપી રવિ મોહન સૈનીને પોરબંદર એસપી તરીકે નિમણુંક કરાઇ છે.
મહેસાણાના કડી પોલીસ મથકના પીઆઇ ઓ.એમ. દેસાઇ અને પીએસઆઇ સહિતના કર્મીઓ પોલીસ સ્ટેશનથી દારૂ વેચાણ કરવા નીકળ્યા હતા. આ ઘટના સીસી ટીવીમાં કેદ થઇ હતી. દારૂ લેવા બુટલેગર ન આવ્યો હોવાથી દારૂ કેનાલમાં નાખ્યો હતો. ગાંધીનગર એસપી મયુર ચાવડાની તપાસ સીટમાં દારૂનો જથ્થો નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો.
પોલીસ કર્મચારીઓ વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગણતરીના દિવસોમાં જ મહેસાણા જિલ્લા એસપી મનીષ સિંગની બદલી દાહોદ એસઆરપી ગ્રુપ ચાર માં બદલી કરી હતી. મહેસાણા જિલ્લામાં એસપી તરીકે પોરબંદરના એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવે છે.
પોરબંદર જિલ્લો એસપી ની જગ્યા ખાલી પડતા રાજકોટ ઝોન-૧ ડીસીપી રવિ મોહન સૈનીની બદલી પોરબંદર એસપી તરીકે કરવામાં આવી છે. આમ કડીનો દારૂ કાંડ મહેસાણા જિલ્લા એસપીની બદલીનો ભોગ લેતા પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.