Abtak Media Google News

પોપ સ્ટાર કેટી પેરીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ક્રૂઝ પાર્ટીમાં પરફોર્મ કર્યું હતું. રાધિકા અને અનંત અંબાણીની આ પ્રી-વેડિંગ પાર્ટીમાં કેટી પેરી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીમાં ભારત અને વિદેશની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. ઇટાલીમાં આ પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટી 29 મેના રોજ વેલકમ લંચ સાથે શરૂ થઈ હતી, જે અત્યાર સુધી ચાલુ છે. હાલમાં જ પંજાબી સિંગર અને રેપર ગુરુ રંધાવા પણ અનંત અને રાધિકાની પાર્ટીમાં પહોંચ્યા હતા અને પરફોર્મ કર્યું હતું. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની ક્રૂઝ પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

રાધિકા અને અનંતની પ્રી-વેડિંગ પાર્ટીમાં પોપ સ્ટાર કેટી પેરીએ પણ પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન આતશબાજી પણ ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. કેટી પેરીના દમદાર પરફોર્મન્સ અને ફટાકડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટી પેરીએ સિલ્વર કલરના ગાઉનમાં પોતાના પર્ફોર્મન્સ સાથે શોમાં ચારચાંદ લગાવ્યા અને તમામ મહેમાનો એન્જોય કરતા જોવા મળ્યા. કેટી પેરી ઉપરાંત, મ્યુઝિક બેન્ડ જૂથ બેકસ્ટ્રીટ બોયઝે પણ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કર્યું હતું.

1 જૂને ક્રૂઝ પાર્ટી પૂરી થઈ, સલમાનથી લઈને શાહરૂખ સુધી બધા ત્યાં પહોંચ્યા

જાણવા મળે છે કે અનંત અને રાધિકા મર્ચન્ટની આ ક્રૂઝ પાર્ટી 1 જૂને પૂરી થશે. આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ ગેસ્ટ બન્યા હતા, જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટથી લઈને રણવીર સિંહ, સલમાન ખાન, શાહરૂખ ખાન અને અન્ય ઘણા સેલેબ્સ સામેલ હતા. પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પણ પત્ની અને પુત્રી સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા.

જામનગરમાં પ્રથમ પ્રિ-વેડિંગ પાર્ટી યોજાઈ હતી

જાણવા મળે છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ બીજી પ્રી-વેડિંગ પાર્ટી હતી. પ્રથમ પાર્ટી 1 માર્ચ, 2024 થી ગુજરાતના જામનગરમાં યોજાઈ હતી અને 3 માર્ચના રોજ સમાપ્ત થઈ હતી. સ્પોર્ટ્સ અને બિઝનેસ જગત ઉપરાંત બોલિવૂડના કેટલાક ઈન્ટરનેશનલ સેલેબ્સે પણ તેમાં ભાગ લીધો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.