સંચાલક અને મોજ મજા કરવા આવેલા ધ્રાંગધ્રાના બે શખ્સો સહિત ત્રણ રંગીન મિજાજીની ધરપકડ લલનાઓને દેહ વિક્રયના ધંધામાંથી મુકત કરાવી

રાજકોટ શહેરના સામા કાંઠે રેડલાઇટ એરીટા ભાવનગર રોડ પર ચાલતા કુટણખાના પર થોરાળા પોલીસે સંચાલક સહીત ત્રણ શખ્સોને ઝડપી લઇ દેહ વિક્રયના ધંધામાં ધકેલાયેલી ચાર લલનાઓને છોડાવી હતી.

ભાવનગર રોડ પર લાખાજીરાજ ઉઘોગ શેરી નં.૧૧ માં સહદેવ ઉર્ફે શૈલેષ હરી ગોસ્વામી સંચાલીત વૈશયાગૃહ પર થોરાળા પોલીસ છાપો દેહના સોદા કરાવતા સંચાલક સહદેવ તથા મજામજા કરવા આવેલા અબ્દુલ ઇકબાલ બાબી (ઉ.વ.રર) અને શાહરુખ રફીક ભટ્ટી (ઉ.વ.ર૧) રહે. બન્ને મસ્જીદ પાછળ ચોક હરીપર રોડ ધ્રાંગધ્રાની ધરપકડ કરી હતી.અગાઉ પણ લોહીનો વેપાર કરાવતા શૈલેષે ફરી કુટણખાનુ શરુ કર્યાની માહીતીના આધારે પીએસઆઇ ચૌધરી, એએસઆઇ જાડેજા તથા સ્ટાફે દરોડો પાડયો હતો. મકાનમાથી ચાર લલના, સંચાલક શૈલેષ તથા શૈયા શોખીન ધ્રાંગધ્રાના બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસે ચારેય લલનાઓને સાહેદ બનાવી સંચાલક તથા બન્ને શખ્સોની ટ્રાફીક ઇમોરલ એકટ હેઠળ ધરપકડ કરી હતી.

પોલીસને પ્રાથમીક તપાસમાં આરોપીએ આઠ, દસ દિવસથી દેહ વિક્રયનો વેપલો બહારથી લલનાઓ બોલાવીને શરુ કર્યો હતો. લલનાઓની પુછતાછમાં આરોપી ગ્રાહકો પાસેથી પ૦૦ રૂપિયા વસુલતો હતો અને લલનાને ર૦૦ રૂપિયા ચૂકવતો હતો. આમ છાનાખૂણે પરંતુ જગજાહેરની જેમ ચાલતા કુટણખાના પર પોલીસે છાપો મારતા અન્ય છુપા દરવાજાઓ કે દેહના સોદા કરતી લલનાઓ ભોભીતર થઇ ગઇ હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.