ઓલ ગુજરાત કેટરીંગ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા સંપન્ન: કેટરીંગ વ્યવસાયમંત્રી જીએસટીના દર ૧૮ ટકાથી ૧ર ટકાનો કરવા રજૂઆત
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિરાલી રિસોર્ટ ખાતે ઓલ ગુજરાત કેટરીંગ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભામાંહાજરી આપી હતી. આ પ્રસંગે કેટરીંગ એસોસીએશન દ્વારા GSTદર ધટાડવા માંગણી સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઇએ GSTની મહત્તા સમજાવતા જણાવ્યુ હતુંકેપ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં સમાન દર લાગુ કરતા એક દર એક રાષ્ટ્રની સાથે સમગ્ર ભારત એક તાતણે જોડાયું છે.કેટરીંગ વ્યવસાયપર નંખાયેલ ૧૮ ટકા GSTમાંથી ૧૨ ટકા દર કરવાની કેટરીંગ એસો.ની માંગણીનો ભારત સરકાર દ્વારા રચાયેલી GSTકાઉન્સીલમાંગુજરાત સરકાર દ્વારા અસરકારક રજૂઆત કરવાનું મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.કેટરીંગના વ્યવસાયને બિરદાવતા મુખ્યમંત્રીર્શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વ્યવસાય થકી અનેક જરૂરિયાતમંદ લોકોને રોજીરોટી મળી રહી છે. કેટરર્સએ લોકોના પેટ ઠારવાનું કામ કરે છે. પુરા પ્રસંગનો આધાર સારા જમણ ઉપર રહેલો છે.મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૩૬૨ દિવસમાં રાજ્ય સરકારે ૪૭૫ પ્રજાલક્ષી નિર્ણયો કર્યા છે. આ નિર્ણાયો જ રાજ્ય સરકારની પારદર્શકતા, લોકો માટેની સંવેદનશીલતા, નિર્ણાયકતા સુચવે છે. દેશના વિકાસમાં ગુજરાત ગ્રોથ એન્જીન બની રહે, રોલ મોડેલ બને તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ભારે વરસાદથી અસરગ્રસ્તોને માટે કેટરીંગ એસો. દ્વારા ૩ ટન અનાજ અને ૫૦૦ કીટ મુખ્યમંત્રી ને એનાયત કરાઇ હતી.જેને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઇએ તાજેતરમાં અતિવૃષ્ટિથી રાજય સરકાર દ્વારા ૮ હજારથી વધુ લોકોની જીંદગી બચાવી તેમજ ૧૩ હેલીકાેપ્ટર તથા ૬૦ થી વધુ બોટ દ્વારા એનડીઆરએફ તેમજ લશ્કરની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી.આ તકે રાજ્યના મુખ્યમંત્રી નું એસો.ના હોદ્દેદારો દ્વારા ખૂબ જ ઉમળકાભેર અદરેરૂં સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઇ સોમાણીએ કેટરીંગ એસોસીએશન અંગે વિસ્તુત જાણકાચરી આપી અને સંસ્થાના સેક્રેટરી કીરીટભાઇ બુધ્ધદેવે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મહેમાનોનું સ્વાગત દીપકભાઇ સંઘવીએ કર્યું હતું.આભારવિધિ પરેશભાઇ દેસાઇએ કરી હતી. આ સમારોહમાં ઓલ ગુજરાત કેટરીંગ એસો.ના હોદ્દેદારો તેમજ મતિ અંજલિબેન રૂપાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, નાયબ મેયર ડો. દર્શિતા શાહ, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, અગ્રણી કમલેશભાઇ મીરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, જિલ્લાના પદાધિકારીઓ, સમાજના શ્રેષ્ઠીઓ તેમજ કેટરીંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહયા હતા.