આમિર ખાન સ્ટાર ફિલ્મ ઠગ ઓફ હિંદુસ્તાનની શૂટિંગ માલ્ટામાં થઈ રહ્યું છે. મિસ્ટર પરફેક્શનિસ્ત સહિત અમિતાભ બચ્ચન , ફાતિમા સેખ પણ આ ફિલ્મમાં મુખી ભૂમિકામાં છે. થોડા દિવસ પહેલા આ ફિલ્મની હિરોઈન સના એ તેના વર્કવાળી ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ ફિલ્મ એ 2018ની મોટી ફિલ્મો માઠી એક છે. થોડા સમય પેહલા આમિર ખાનનો લૂક બહાર આવ્યો હતો. આમિરે તેના કીરદાર માટે પોતાના નાક અને કાન પણ વીંધવ્યા હતા. આમિર પોતાના આ લૂક માટે ઘણી મહેનત કરે છે. પરંતુ ફિલ્મ ની હિરોઈન નો લૂક કેવો હશે તે વિષે કોઈ માહિતી નહતી.

એક રિપોર્ટ અનુશાર કૈટરીના આ ફિલ્મમાં ઘણી જ હોટ લુકમાં જોવા મળશે. કૈટરીના આ ફિલ્મમાં એક રાજકુમારીનું કિરદાર નિભાવશે. સાથે જ ફિલ્મમાં કૈટરીના નથણી પહેરતા પણ જોવા મળશે જે તેની આ ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવશે. સ્મોકી આઇઝ , ઓપન હેર અને ઇન્ડો વેસ્ટન લુકમાં કૈટરીના ઘણી જ ખૂબસૂરત લાગશે. કૈટરીના એ તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર તેના વર્કઆઉટ વળી ફોટો શેર કરી હતી. જેનાથી સાબિત થાય છે કે આમિરની જેમ જ કૈટરીના પણ ઘણી મહેનત કરી રહી છે.

ફિલ્મની કહાની ઘણી જ દિલચસ્પ છે . કહાની ચાર લૂટેરો આમિર ખાન , અમિતાભ બચ્ચન , કૈટરીના કૈફ અને ફાતિમા સના સેખની છે. ફિલ્મની કહાની સ્વતંત્રતા પહેલા બ્રિટિશના ઠંગની છે. ફિલ્મે મેડોવ્સ ટેલર ની બૂક કંફેશન ઓફ  અ ઠંગ ની પર આધારિત છે. જે 2018માં દિવાળીની આસપાસ રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.