જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલામાં પઠાનકોટ કોર્ટે મંદિરના પૂજારી સાંઝી રામ સહિત 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે, જ્યારે એક આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યો છે. આજે બપોરે 2 વાગ્યે તમામ દોષિતોની સજાની જાહેરાત કરવામાં આવી શકે છે.
કોર્ટે સાત આરોપીઓ વિરૂદ્ધ સુનાવણી કરી હતી. ક્રાઈમ બ્રાંચે ગત વર્ષે એપ્રિલમાં તમામ 8 આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાંથી એક આરોપી સગીર છે.
ક્રાઈમ બ્રાંચે ગત વર્ષે 9 એપ્રિલે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. જે મુજબ સમગ્ર ઘટનાક્રમનો માસ્ટરમાઈન્ડ મંદિરનો પુજારી સાંઝી રામ હતો. અપહરણ બાદ બાળકીને તેના જ મંદિરમાં રાખવામાં આવી હતી. કોર્ટે સોમવારે સાંઝી રામ, ત્રણ પોલીસ અધિકારી દીપક ખજૂરિયા, સુરેન્દ્ર વર્મા અને અરવિંદ દત્તા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને પ્રવેશ કુમાર ઉર્ફે મનુને દોષી જાહેર કર્યા છે.