જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ કઠુઆ ગેંગરેપ મામલે પીડિત બાળકીને માતા વૈષ્ણો દેવીનું રૂપ બતાવ્યું છે. તેઓએ કહ્યું કે કોઈ નાની બાળકી સાથે આવી ક્રુરતા કઈ રીતે કરી શકે છે. તેઓ કટરામાં માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટીમાં થયેલાં કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા. કાર્યક્રમમાં સામેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ ઘટનાને શરમજનક ગણાવી.જમ્મુ કાશ્મીરના CM મહબૂબા મુફ્તીએ કટરામાં કહ્યું કે
How can someone do such a cruel thing to a small girl who is a manifestation of Mata Vaishno Devi, there is something wrong with the society: J&K CM Mehbooba Mufti in Katra on #Kathua case pic.twitter.com/pgzcFik6zN
— ANI (@ANI) April 18, 2018
“કોઈ નાની બાળકીની સાથે આવી ક્રુરતા કઈ રીતે આચરી શકે છે. તે માતા વૈશ્ણો દેવીનું જ રૂપ હતી. સમાજમાં કંઈક તો ગડબડ છે.”
રાષ્ટ્રપતિએ કહ્યું- બાળકીને ન્યાય મળવો જોઈએ
After, 70 years of independence such an incident occurring in any part of the country is shameful. We have to think what kind of society are we developing. It is our responsibility to ensure such a thing does not happen to any girl or woman: President Kovind on Kathua case pic.twitter.com/v0aS8RByo5
— ANI (@ANI) April 18, 2018
એક દિવસની મુલાકાતે જમ્મુ આવેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, “આઝાદીના 70 વર્ષ બાદ પણ જો દેશના કોઈ ભાગમાં આવી ઘટનાઓ થઈ રહી છે તો તે શરમજનક છે. આપણે વિચારવું જોઈએ કે આપણે કેવા સમાજનું નિર્માણ કરી રહ્યાં છીએ. ભવિષ્યમાં આવું કોઈપણ બાળકી, યુવતી કે મહિલા સાથે ન થાય, આ નક્કી કરવું આપણી જવાબદારી છે. બાળકીને યોગ્ય ન્યાય મળવો જોઈએ.”
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com