ટ્રસ્ટના બીજા વર્ષમાં પ્રવેશ નિમિતે કાર્યક્રમ: શ્રીનાથજીની ઝાંખી, માતાજીના ભજન, સૂફી ગીત, ગઝલ અને જોકસની જમાવટ થશે

શ્રી શકિત એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા નાત જાત કે ધર્મના ભેદભાવ વગર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા રાજકોટ શહેરની ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારનાં બાળકોને જ્ઞાન અને સંસ્કારનું સિંચન થાય એ હેતુથી ફ્રી એજયુકેશન કલાસ ચલાવવામાં આવે છે.

શકિત એજયુકેશન ટ્રસ્ટ રાજકોટના બીજા વર્ષમાં પ્રવેશ નિમિતે ભવ્ય કાઠીયાવાડી રંગત કાર્યક્રમનું આયોજન આગામી તા.૨૧ને મંગળવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯ થી ૧૨ દરમિયાન કરાયું છે.

કાર્યક્રમમાં પ્રિત ગોસ્વામી અને તેની ટીમ દ્વારા શ્રીનાથજીની ઝાંખી, માતાજીના ભજન, મહાદેવ ભજન, સુફી ગીત, ગઝલ, જોકસ વગેરેની જમાવટ કરાવશે.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. સંકલ્પ એમ. વણઝારા એમ.ડી. ડો. અલ્પાબેન ત્રિવેદી મહાત્મા ગાંધી ચેરી. ટ્રસ્ટ, ડો. ચંદન કરકરે એસઆઈ કોલેજ ડો. સોનલ જોષી એસ.આઈ. કોલેજ, જય છનીયારા હાસ્ય કલાકાર, જાનક પંચોલી ડીએચએફએલ મેનેજર વિગેરે ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ભગવતીબેન આર. વાઘેલા, ઉપપ્રમુખ ચિરાગભાઈ જે. મહેતા, મંત્રી મહીકભાઈ કે. વાઘમશી તથા ટીમ ઉલ્લેખનીય છે કે શકિત એજયુકેશન ટ્રસ્ટ રાજકોટની મુખ્ય પ્રવૃત્તિઓ ચોપડા વિતરણ કંપાસ કીટ, વોટર બેગ, નાસ્તા બોકસ, બાળ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, નાસ્તા વિતરણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.