નવા સુરજદેવળ મંદિરે કાઠી દરબારોની પરંપરાગત સંસ્કૃતિ અને સુર્ય કુંડ અને પ્રથમ ગાદીપતિ મહંત ભગવાનદાસ બાપુના મુળ સ્થાનકની ઝાંખી કરતા આબેહુબ દ્રશ્ય સર્જાયા
પંચાળની ભૂમિ મહાભારત સમયથી જ જગ વિખ્યાત બની છે. પાંચાળ પ્રદેશમાં આવેલા કાઠી દરબારોના ઇષ્ટદેવ સુરજદેવળ ખાતે વૈશાખ સુદ ૧ થી અખાત્રીજ સુધીના સાડા ત્રણ દિવસના ઉપવાસ કરી ગણેશ ચતુર્થીએ પારણા પ્રસંગે નવા અને જૂના સુરજદેવળ મંદિર ખાતે મોટ સંખ્યામાં કાઠી દરબારોએ પારણા કર્યા હતા. સુર્યદેવની આકરી તપસ્યા કરી પારણા પ્રસંગે કાઠી સમાજના ભવ્ય ઇતિયાસ અને સુરજદેવળ મંદિરના મહાત્મ અંગે વિશેષ વિગતો મેળવવા ‘અબતક’ની ટીમ દ્વારા નવા અને જૂના સુરજદેવળ મંદિરની મુલાકત લીધી હતી.
સુરજદેવળ મંદિરે આવેલા સુર્ય કુંડ, પ્રથમગાદીપતિ ભગવાનદાસ બાપુ દ્વારા જે વૃક્ષને કુમકુમનું કરેલું તિલકના શ્રધ્ધાળુઓએ દર્શન કરી ભવ્યતા અનુભવી હતી. સુરજ દેવળ મંદિર પાછળના ભાગે તળાવાના કારણે સુરજદેવળની સુંદરતામાં વધારો કરી રહ્યું છે. શ્રધ્ધાળુઓ માટે વર્ષોથી ચાલતા અન્નક્ષેત્ર અને ઉતારાવની સુંદર વ્યવસ્થા તેમજ દાતાઓની સહાયથી ચાલતી ગૌશાળાના કારણે સુજરદેવળ મંદિર કાઠી દરબારોની આગવી ઓળખ બન્યું છે.
સૌરાષ્ટ્રના યાત્રા પ્રવાશે આવતા શ્રધ્ધાળુઓ ચોટીલા, ઝરીયા મહાદેવ મંદિર અને તરણેતર જેવા ધાર્મિક સ્થળે દર્શન કરી નવા સુરજદેવળ મંદિરે દર્શનાર્થે આવે ત્યારે ત્યાં જ રોકાણ કરી પ્રસાદ અને વિસામો કરી ભવ્યતા અનુભવે છે. વૈશાખ સુદ ૪ના દિવસે નવા સુરજદેવળ મંદિર ખાતે મોટી સંખ્યામાં કાઠી દરબારોને સુરેન્દ્રનગરના રવિભાઇ પટગીરે પારણા માટેની રસોઇનો તમામ ખર્ચ એકલા હાથે ઉપાડી તમામને પારણા કરાવ્યા હતા.
દીલીપબાપુ જીલુબાપુ ભગત જણાવ્યું હતું કે
હું આ જુના સુરતદેવડ મંદીરનો મહંત છું આ જગ્યાનો ઇતિહાસ એવો છે કે આ જગ્યાનો ઉલ્લેખ સ્કંદપુરાણ અને પહ્મપુરાણમાં મળે છે. તેમજ સ્થાનપુરાણ અને કંડોણપુરાણમાં આના ઉલ્લેખો મળે છે જે તે સમયે આ ભૂમિને દેવભૂમિ અને શોર્યભુમિ તરીકે ઓળખાતી હતી સંવત ૧ર૭૨ માં કાઠી દરબારોનું કચ્છ પ્રદેશમાંથી આ પ્રદેશમાં આગમન થતાં અહિ ખંઢેર જેવા મંદીરમાં રાત વાસો કરતા કાઠી સમાજના આગેવાન એવા વાલેરા વાળા દરબારને સૂર્યનારાયણ ભગવાન સ્વપ્નમાં આવીને દર્શન આપી મૂર્તિ પધારવાના વચને બંધાયા બાદ, બાપુએ કાઠી સમાજ સાથે પડાવ નાખી અને સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરેલી એ યાદીમાં આજે સાડા ત્રણ દિવસના ઉપવાસ એટલે કે સાડા ત્રણ દિવસે દાદા પ્રસન્ન થયેલા અને કચ્છનું સૈન્ય કાઠી સમાજની પાછળ આવેલું અને અહી યુઘ્ધ થયેલુ તેમાં દાદા રોજા ઘોડા પર બેસી કાઠી સમાજની સાથે આવેલા અને યુઘ્ધમાં વિજય હાંસલ કર્યો.
તેમજ અહીંથી કાઠીયાવાડ બનાવો હું તમારી સાથે જ છું એવું વચન આપેલું ત્યારબાદ આ સ્થાન વાલેરાવાળી પોતાના દીકરી સોનલબેનને સામેના ગામ સોનગઢમાંથી આયા જાજહાના જે અત્યારે પેઢી છે તેમના વંશ પરંપરામાં એક દીકરી આપી અને પોતે આ મંદીરની વિશેષતા એ છે કે અક્ષાંયશ અને રેખાંયશ મુજબ આ મંદીરની એવી રીતે બાંધવામાં આવ્યું છે. જયારે ભગાવન સૂર્યનારાયણ પ્રગટ થાય ત્યારે પહેલું કિરણ દાદાના મૂર્તિમાં પર પડે અને આખું ગર્ભગૃહ રોશનીથી ઝળહળે એવી આ મંદીરનું બાંધકામ કરવામાં આવ્યું છે.
તેમજ મંદીરમાં સાધુ પુરુષોના આગમન અને હવનો અને યજ્ઞો પણ થતાં હોય છે. ભારતમાં આ એક જ એવું સ્થળ છે જયાં સૂર્યમંદીરની બાજુમાં જ તેમના પિતા કશ્યમ દેવળનું પણ મંદીર હોય આ મંદીર ભારતીય પુરાતન કેન્દ્ર સરકાર રક્ષિત છે. જેથી મંદીરની તમામ સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. અને સહકાર તેની ફરજ પુરી નિષ્ઠાથી બજાવે છે.
સોનગઢ ગામનો ગિરાવ દિકરીને દહેજમાં આપી અને પછી અહીયાથી વિદાય લઇ છેક રાજુલા ભાવનગરના દરીયા કિનારા સુધી કાઠી સમાજે પોતાનું રાજય વિસ્તરણ કરેલું. તે પહેલા સોનગઢ ભગત બાપુ તરીકે ઓળખાય છે. અને એ પૂજાપો અમને વારસામાં મળ્યો છે. પંચાલના સંત આયા જાજરત ગુરુ ગેબીનાથ પદે ગુરુ ગેબીનાથ છે એવા પરમકૃપાળુ જાજરા બાપુની હું આઠમી પેઢીએ અહી મહંત તરીકે સેવા આપું છું. અગાઉ ૨૫૦ વર્ષ પહેલા ભગવાન સરજાનંદ સ્વામી કારયાણી અને ગઢડાના દરબારો સાથે આ મંદીરમાં પધારેલા, ૧૯૮૮ માં આ મંદીરના મહંત તરીકે પ્રગટ બ્રહ્મ સ્વરુપ પૂજય પ્રમુખ સ્વામીએ મને સ્થાપીત કરેલો.
સાડા ત્રણ દિવસના ઉપવાસ બાદ કાઠી સમાજને જે સૂર્ય નારાયણ પ્રસન્ન થયા તેની યાદ રુપે આજરોજ તમામ ડાયરો ઉપવાસ કરવામાં આવે છે. સેથાળીના દરબાર અને પૂજય કાનબાપુ વાળાએ પ્રેરણાથી જુના સુરજદેવળ નવા સુરજદેવળ જેતપુર ગોંડલ તેમજ ગામડાઓના મંદીરે આ ઉપવાસ યજ્ઞ ચાલુ રહે છે.
સાડા ત્રણ દિવસના ઉપવાસ બાદ પારણા કરાય છે. બીજી વિશેષતા મંદીરની એ છે કે શિખરબ્રહ્મ મંદીરની જેમ ઉપર ત્રણ ડોમ છે. સોમનાથની ચડાઇમાં આ મંદીરનું શીખર પર ખંડીત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવનિર્માણ કરવા માટે મુળીના રાજા પરમાર રાજાએ ભાદરવા સુદ ચોથને દિવસે પ્રથમ ધજા મુળીના ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહ પરમાર અને કુવર રણજીતસિંહ દ્વારા ધામધુમીથ ધજા ચડાવી છે.
સુરજદેવળના મહંત શાતિબાપુએ અબતક સાથેની વાતચીત દરમિયાન નવા સુરજ દેવળના મહંત શાંતિબાપુએ જણાવ્યું હતું કે નવા સુરજ દેવળના મંદીરે ત્રણ દિવસ ના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ૩ દિવસના ઉપવાસ રાખી સૂર્ય ઉપાસના કરાવામાં આવે. જયારે ગણેશચોથના રોજ પૂર્ણ કરી પારણા કરવામાં આવે. જેમાં કાઠી સમાજના બહોળી સંખ્યામાં લોકો મહાપ્રસાદનો લાભ લે છે.
વધુમાં નવા સુરજદેવળના મંદીરના ઇતિહાસ વિશે જણાવતા કહ્યું હતું કે કે કાઠીઓ સીંધ માંથી કચ્છ, ત્યારબાદ પાંચાળભૂમિમાં આવ્યા ત્યારે કાઠી સમાજ રખડતો, ભૂટકતો રહેતો રહેવા માટે કોઇ સ્થાન ન હતું. ત્યારે પાંચાળ ભૂમિમાં થાનની બાજુમાં આવી ત્રણ દિવસ ભુખ્યા રહ્યા હતા. ત્યારે સૂર્યદેવ પ્રસન્ન થઇ સાઇગ આપી અને ભગવાન સૂર્યદેવએ કહ્યું કે તમારી સાથે છું તમે સર કરોએ તમારું ત્યારબાદ કાઠી દરબારોએ ગુજરાતમાં સર કર્યુ અને કાઠીયાવાડ નામ પડયું. અને પોતાની રાજધાની સ્થાયી આ પરંપરાગત ઇતિહાસ છે.
કાઠી દરબાર ગુજરાત, દેશમાં વિદેશમાં હોય ત્યારે ઇસ્ટનું સ્થાન એટલે સુરજદેવળ મંદીરે માથુ ટેકાવા આવવું પડે અને કાઠી સૂર્ય ઉપાસકો કહેવાય છે. સુરજ દેવળ મંદીર આસ્થાનું કેન્દ્ર છે.ઇસ્ટદેવ સૂર્ય દેવની આરાધના કરી ભગવાન શકિત આપે તે માટે સાડા ત્રણ દિવસ ઉપવાસ કરવાનો નીયમ છે. ત્યારે આજે હવનનું બીડું હોમાય હવનની પુર્ણાહુતિ બાદ ઉપવાસ છુટે છે. આવી માન્યતા છે. વષોથી આ જ પરંપરા ચાલતી આવે છે. અને કાઠી સમાજ તેને નભાવતો રહ્યો છે.
વિનુભાઇ ખવડ સેજલપરે અબતક સાથેની વાતચીત દરમ્યાન સેજલપરના ભનુભાઇ ખવડએ જણાવ્યું હતું કે સૌર ઉપાસના એ સૂર્યની ઉપાસના જે ભગવાન શ્રી કૃષ્ણના પુત્રનું નામ શામ હતું. શામને સૂર્ય ઉપાસનાથી શરીરના કોઢ મટી ગયો હતો. તે સમયમાં સૂર્ય ઉપાસનાનો દેશ છે. તેથી સૌરાષ્ટ્ર શબ્દ આવ્યો ઇતિહાસકારોનું માનવું છું.
સૌરાષ્ટ્ર એટલે સૂર્ય ઉપાસનાનો પ્રદેશ પહેલા કાઠી દરબારો હાર-જીતનો જે સમય હતો. લડાઇનો સમય હતો. ત્યારે બધી જ્ઞાતિઓ સ્થળાંતર નો કરતાં તેમ કાઠી દરબારો કચ્છમાં તેમનું રાજય હતું કથકોટ ત્યાં પણ સૂર્ય મંદીર હતું. કાઠી દરબારો સૂર્ય દેવના પહેલેથી જ ઉપાસક છે. પરંતુ જયાં જયાં સ્થળાંતરો થયા ત્યાં તમામ જગ્યાએ પોતાના ઉપાસના કેન્દ્રો મંદીરો બનાવતા હોય, કચછના કથકોટમાં પ્રાચીન સૂર્ય મંદીર હતું.
ત્યારે રાજાશાહી વખતમાં હાર-જીત થયા બાદ કાઠી દરબારો પંચાળ ભૂમિ થાનની બાજુમાં હાલનું જુનું સુરજ દેવળ આવેલ છે ત્યાં આવ્યા ત્યારે કાઠી દરબારના મેઇન સરદાર વાળા વળોશજી હતા. ત્યારે આખો સમુહ હારીને આવેલ હતો. તે પરિસ્થિતિ કષ્ટ દાયક હોવાથી તેમણે સૂર્યનારાયણ ભગવાનનું સ્મરણ કર્યુ કે તમારા હાથમાં અમારી માન, મર્યાદા, મોભો છે. રાત્રે સપનામાં સૂર્યનારાણ આવ્યા અને વાળા વળોશજીને હિંમત આપી.
સવંત ૧૨૭૨ કે કોઇ ૧૨૭૩ માં ઘટના બની તે સત્ય છે. ત્યારે વાળા વળોશજીને ભગવાને સપનામાં કહ્યું કે મારા પર વિશ્વાસ રાખજે, સવારે તેને લીંબુ, નાળીયેર લીલી સોપારી હશે. તથા એક સાઇગ નામનું સોનાનું હથિયાર હશે. જે કાઠી દરબારનું આજે પણ મેઇન હથિયાર હોય તો તે સાઇંગ છે.
ત્યારે તે હથિયાર દ્વારા કાઠી દરબારનો જામસાહેબનું લશ્કર આવ્યું જે તે વખતમાં ત્યારે સૂર્ય નારાયની સહાયથી કાઠી દરબારોનો વિજય થયો. ત્યારબાદ કાઠી દરબારોએ ધીમે ધીમે પોતાનો વિસ્તાર વધાર્યો જેને કાઠીયાવાડ તરીકે આપણે ઓળખીએ છીએ. જે જ્ઞાતિ પરથી કાઠીયાવાડ શબ્દ આવ્યો જુના સુરજ દેવળ સ્થાનની વાત કરતા કહ્યું કે ત્યાં એક સમયે એટલે કે સોળમી, સતરમી સદીમાં સૂજાદ ખાતે પણ હુમલો કર્યો.
ત્યારે મંદીરને નુકશાન કરેલ ત્યારપછી કાઠી દરબારોએ નવા સુરજ દેવની સ્થાપના કરી.
વિક્રમ સંવત ૧૯૬૭ ના દિવસે જસદણ દરબાર સાહેબ તથા કાઠી દરબારોના અઘ્યક્ષ સ્થાને મીટીંગ મળી હતી. અને ચોટીલાના દરબાર રાણીંગબાપુ ખાચરએ જાહેરાત કરી કે મંદીર બનાવવું હોય તો દેવસર ગામ છે. તેને ટીંબો અર્પણ કરું છું. અને બધા વધાવી લીધું હતું. બધા કાઠી દરબારોના સહયોગથી ઇસ્ટ સ્થાન તરીકે નવું સુરજ દેવળ અસ્તિત્વમાં આવ્યું.
ઉપવાસ પર્વ કયારથી શરુ થયો. તેમાં પણ ઘણા મત મંતાવ્યો છે. પરંતુ મોટાભાગ નો આગ્રહ એવો કે ૧૨૭૨માં જુના સુરજ દેવળ પ્રસન્ન થયેલા અને એ સંકટ સમય માટે કાઠી દરબારો સાડા ત્રણ દિવસના ઉપવાસ વૈશાખ સુદ એકમથી ઉપવાસ શરુ થાય છે. અને ગણેશચર્તુથીના દિવસે પારણાં કરે છે.
સાડા ત્રણ દિવસમાં સૂર્ય દેવના સાનિઘ્યમાં માળા દ્વારા ભગવાનનું સ્મરણ કરે છે.
અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. તેમાં નવા સુરજદેવળની વાત કરતા જણાવ્યું કે વિ.સંવત ૧૯૮૧ શ્રાવણ સુદ અગિયારસના દિવસે મહંત મહારાજ દુધરેજ વડવાળા જગ્યાના જીવરામદાસજીના હસ્તે આ મંદીરની શિલાયાન્સ વિધી કરવામાં આવી હતી. મંદીરના શિલાયાન્સ વિધી થયા બાદ વિક્રમ સંવત ૧૯૯૧ વૈશાખ સુદી અગિયારસના દિવસે સૂર્યનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મંદીરે કાઠી દરબારો ફાળો આપે છે. અને અહીયા અન્ન ક્ષેત્ર પણ ચાલે છે.
ઉપવાસી પર્વ વર્ષોવષ ઉજવવામાં આવે છે. ત્યારે હવન કરવામાં આવે ત્યારબાદ પારણાં કરવામાં આવે કાઠી દરબારને ઇસ્ટ દેવ માને છે. એક સમય હતો ૧૧મી સદીમાં ભારતમાં સૂર્ય ઉપાસના ચરમ સીમા પર હતી કોઇ એક જ્ઞાતિ માટે સુર્ય ઉપાસના ન હતી. ઘણા બધા મંદીરો હતા પ્રભાક્ષેત્રમાં પણ ૧ર મંદીરો બનેલા છે. ત્યારબાદ એક સમય એવો આવ્યો કે અમુક સમાજ સૂર્ય ઉપાસનાથી દુર જતો ગયો તે માંથી અમુક સમાજે તેમાં કાઠી દરબાર આજે પણ સૂર્ય ઉપાસના કરે છે સૂર્પ ઉપાસકો છે.