- 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણના પુત્રએ સૂર્ય ઉપાસના કરી પોતાના શરીરનો કોઢ મટાડયો હતો
ભારતિય સંસ્કૃતિમાં આપણાં ભૂતકાળની ઐતિહાસિક ઘટનાનાં સંસ્કાર જીવંત રાખવા માટે તિથી, પર્વ, તહેવારોનું ખુબજ મહત્વ છે, તેવા જ આજે સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડમાં વસતા કાઠીદરબારો વર્ષો પૂર્વની ઘટનાંને યાદ કરી દર વષેની વૈશાખ સુદ એકમથી ચોથનાં બપોરે પારણાં કરી સાડાત્રણ દિવસનાં ઉપવાસ વિવિધ સુર્યસ્થાને કરે છે, જેમા હજારોની સંખ્યામાં ચોટીલા પાસે આવેલ નવાસુરજદેવળ તેમજ થાનગઢ પાસે આવેલ જૂના સુરજદેવલ સ્થાને ઉપવાસીઓ જોવાં મળે છે, ઘણાં લોકો પોતાની અનુકુલતા મૂજબ નજીકનાં આશ્રમોએ અને પોતાનાં ઘરે પણ ઉપવાસ કરતાં હોય છે,
સૂર્ય ઉપાસનાં વૈદિકકાલથી પ્રચલિત છે જેમાં સુર્યને જગતચક્ષુ,જગત આત્મા પણ કહે છે, સુર્ય ઉપાસનાં 11 સદીમાં ભારતમાં ચરમસીમા પર હતી, પ્રભાસક્ષેત્રમાં 12 સુર્યમંદિરો હતાં પણ ધીમે ધીમે સુર્ય ઉપાસનાથી લોકો દૂર થતાં ગયા પણ કાઠી દરબારો આજે પણ સુર્યને ઇષ્ટદેવ તરીકે ઉપાસનાં કરે છે,
ભારતી લાડલી દિકરી એટલે ગુજરાત તેની જતિ, સતી, સંત, શુરાની જનની સૌરરાષ્ટમાં એક કલેજા સમાન ભૂભાગ એટલે પાચઋષિઓની તપસ્યા ભૂમી દેવકો પંચાલ, પૌરાણિક કાલથી અહી સુર્ય ઉપાસનાં તો હતી જ, સ્થાન નગરીનાં સ્થાપક કણ્વમૂની લખે છે કે જૂના સુરજદેવલ પાસે આવેલ જિલણીયા તળાવનું સ્નાન, બકુલાર્કનાં દર્શન અને ચોટીલા ચામુંડાની સ્તુતી નો કરો ત્યાં સુધી પંચાલની યાત્રા અધૂરી છે, જયમલભાઇ પરમાર લખેછે કે 5000 વષે પહેલાં ભગવાન કૃષ્ણનાં પુત્ર એ સૂર્ય ઉપાસનાં કરી પોતાનાં શરીરનો કોઢ મટાડ્યો હતો, તે સમયે આ પ્રદેશ સુર્ય ઉપાસનાનો દેશ એટલે સૌરરાષ્ટ નામ હતું, સમય જતાં આ પ્રદેશમાં અંગ્રેજો અને મરાઠાઓ સાથે કાઠીઓને નિરંતર સંઘર્ષ થતા આ પ્રદેશનું નામ કાઠિયાવાડ આપવામાં આવ્યું,
સંજોગોવસાત કાઠીઓ વિવિધ સ્થળોએ સ્થાળંતર કરેલ છે પણ પોતાની હાર્દસમાન સુર્ય ઉપાસનાને આજ સુધી ભૂલ્યા નથી, આજથી 2500 વર્ષ પહેલા યાસ્કાચાર્ય એ વેદોનાં શબ્દોનું અર્થઘટન કરવા માટે નિરુક્ત નામનો ગ્રંથ લખ્યો, જેમાં “કાષ્ઠા” શબ્દના ચારથી પાંચ સમાનાર્થી શબ્દો લખ્યાં છે જેમા કાષ્ઠા શબ્દનો એક અર્થ સુર્ય પણ કર્યો છે,
કાઠીઓ જે સ્થળે નિવાસ કરતાં ત્યાં સૂર્યમંદિર અવશ્ય બંધાવતાં,12 મી સદીમાં કાઠીઓની રાજધાની કંથકોટ (કચ્છ) હતી ત્યાં પણ આજે સૂર્યમંદિરનાં અવશેષો આજે પણ મળે છે,
આપણે ઉપવાસ તિથી પર્વ બાબતની વાત કરીએ તો ઘણી ઐતિહાસિક ઘટનાંઓ ગ્રંથસ્થ થયેલ નથી પણ અમુક ઘટનાઓ આપણાં પૂર્વંજોની મૌખિક કંઠસ્થ ગાથામાં જીવંત હોય છે, અમુક ઘટનાઓ બારોટની વહીઓમાં સચવાયેલી પડી છે, અમુક બારોટો ભલે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત નોતુ કરેલું પણ તૂટીફૂટી ભાષામાં પણ ઐતિહાસિક કથા અને કથાગીત આજે પણ સાચવીને રાખેલ છે તે બદલ આપણે બારોટને ધન્યવાદ આપીએ,
ઉપવાસ પર્વ કયારથી શરુ થયું, વૈશાખ તિથી કેમ,,? આ બાબત અમુક મતમતાંતરો છે, જોકે તમામ ઐતિહાસિક બાબતમા મતમતાંતર રહેવાના, અમુક એવુ પણ કહેછે કે 17/18 મી સદીમાં સુજાતખાને જૂના સુરજદેવલ ઉપર હુમલો કર્યો અને ઘણા કાઠીઓ વિરગતિ પામ્યા તેની યાદમા આ ઉપવાસ પર્વ ઉજવાય છે, પણ તે યુધ્ધ થયુ તેની સાલ મળે છે પણ તિથી, વાર, તારીખ ,મહિનો આપણને મળતો નથી.
કચ્છમાં કાઠીઓની જામ અબડાજી સાથે હાર થતાં દેશ છોડવાની ફરજ પડી અને વાળોજી થાનની બાજુમાં પડાવ નાખે છે, ત્યારે વાળોજી સૂર્યને પ્રાર્થના કરતાં બેસી જાય છે કે હે સુરજનારાયણ આપ અમારી વહારે આવો, હે દાદા અમારી રક્ષા કરો, એમ પ્રાર્થના કરતાં પણ સૂર્યનો જવાબ નો મળ્યો એટલે છેવટે વાળોજી પોતાનું જીવન ટુંકાવી નાખવાનો વિચાર કર્યો ત્યારે સૂર્યનારાયણે અરધ રાત્રીએ સ્વપ્નમાં આવીને કહ્યું વાળાજી ચિંતા નો કરીશ હું સુરજ તારી સાથે છુ, તે સ્વપ્નનો દિવસ હતો વૈશાખ સુદ ચોથ ને રવિવાર
અને કહ્યુ વાળાજી સાંભળ સવારે જાગીને જોજે સુંદડીને મોડીયો પડ્યાં હશે, સોનાની સાંગ હશે, બોરડીના પાંદડે પાંદડે લીલા ઘોડેસ્વાર તને દેખાય તો આ વાતને સાચી માનજે આ સ્વપન જયારે સાચુ ઠર્યુ ત્યારે વાળાજીનાં એક એક રોમમાંથી શકિતસ્તરોત વહેવા લાગ્યો અને ગદગદ કંઠે સુરજ નારાયણને વિનવા લાગ્યા કે વાહ દાદા અંતે અમારી લાજ રાખી ,તે યુધ્ધમાં સુર્યની સહાયથી વાળાજીની જીત થઇ અને કાઠીઓ સ્થાયી થયાં અને કાઠિયાવાડની સ્થાપનાં કરી, તે સ્થાન એટલે આજનુ જૂના સુરજદેવલ ત્યાર પછી નવા સુરજદેવલ નુ નિર્માણ સંવત 1991 નાં વૈશાખ સુદી 11!! નાં શુભ દિવસે નવા સુરજદેવલ રવિરાંદલની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી, માટે તિથી પર્વ એટલે સંકટ સમયે દાદાએ વહાર કરી, અને પ્રસન્ન થયેલા એની યાદગારરુપે આજે પણ કાઠીઓ સૂર્ય નારાયણનાં સાડાત્રણ દિવસનાં ઉપવાસ કરે છે અને પ્રાર્થના કરે છે કે હે દાદા ભૂતકાળમાં અમારી સહાય કરી હતી તેવી કૃપા અમારા ઉપર કાયમને માટે રાખજો, હે દાદા અમારા સંકટ સમયે વહાર કરજો, હે દાદા અમારા ભકિત, દાતારી, શોર્યતાના ગુણ સદાને માટે જીવંત રાખજો, હે દાદા અમારા કુલની પવિત્રતા, તેજસ્વીતાં, મર્યાદા સદાને માટે રાખજો, અમારા નૈતિક મૂલ્યો અને આપની શ્રધ્ધા કાયમને માટે રાખજો આવી મનોમન ચિંતન ,મનન સાડાત્રણ દિવસ કરી ચોથનાં દિવસે પારણાં કરી બધા ઉપવાસી પોતાના ઘરે જાય છે, સાડાત્રણ દિવસનાં અન્નત્યાગના ઉપવાસ ઘણા કરે છે તે શારિરીક દ્રષ્ટિએ સારુ છે તેમજ તેના કારણે સતત મન જોડાયેલુ રહે, પરંતુ જેને શારિરીક અક્ષમતા છે તેને અન્નત્યાગ ઉપવાસ ન કરે અને મનથી ઉપવાસ કરે તો પણ ચાલે માટે ઉપવાસ નો એક બીજો અર્થ પણ છે, ઉપ+વાસ એટલે મનોમન પોતાના ઇષ્ટ શ્રધેય સાથે નજીક વાસ કરવો એટલે ઉપવાસ ,સાડાત્રણ દિવસ સતત સૂર્યનારાયણ સાથે મનોમન જોડાણ રાખવુ તેને પણ ઉપવાસ કહેવાય છે, સારાંશમા કહીએ તો પૂર્વજની ગાથા આપણા સ્મૃતિ પટ ઉપર હંમેશા રમતી હોય છે, ઉપવાસ કયારથી શરુ થયા તે બાબત વિશે મતમતાંતર છે પરંતુ ભૂતકાળમાં દાદાએ કાઠીઓને મદદ કરેલ તે ભાવનાને કેમ ભૂલી શકાય?? માટે એમ પણ કહેવાય છે કે આજથી 70 થી 80 વર્ષ પહેલાં સાથળી કાનબાપુએ સૂર્યનારાયણની ઉપાસના માટે ઉપવાસ કરવાનુ શરુ કર્યું તે તિથી વૈશાખ સુદ 1 નક્કિ કરવામા આવી, અને ઉપવાસ પર્વ શરુ થયુ,
સુરજદેવળ મંદિરે ત્રિદિવસીય સૂર્ય ઉપાસનાનો આજથી પ્રારંભ
નવા સુરજ મંદિર મુકામે ઉપવાસ પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી અને તૈયારીઓ સમસ્ત કાઠી સમાજના ઈષ્ટદેવ આસ્થાના કેન્દ્ર અને પવિત્ર પાચળ ભુમીને યાત્રાધામના નવા સુરજદેવળ મંદિરમાં બિરાજમાન ભગવાન સૂર્યનારાયણ દેવના સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વ કાઠી દરબારોમાં મોટામાં મોટો ઐતિહાસિક તહેવાર મુજબ ભગવાન સૂર્યનારાયણના આરાધના પર્વએ આજે થી ઉપવાસ શરૂ થાય છે અને તારીખ 11/ 5 ને વૈશાખ સુદ ચોથને શનિવારે પારણા કરાવશે ઉપવાસના આજે પ્રથમ દિવસે સવારે 9:00 વાગે નાવાગામ થી ભવ્ય રથયાત્રા જેમાં અસવારો સાથે સૂર્યદેવનો રથ વાજતે. ગાજતે નવા સુરજદેવળ મંદિરે મુકામે પધરામણી કરી છે ત્યારબાદ મોટી સંખ્યામાં કાઠી દરબારો મંદિર ઉપવાસ કરશે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે હવન કરવામાં આવશે તારીખ 10 /5 અને રોજ ગૌશાળા ના લાભાર્થે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામી અનામી ગુજરાતી સુપ્રસિદ્ધ કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે