કથ્થકના કલાકારો દ્વારા જુદા જુદા ધરાના પર રસપૂર્ણ રજુઆત કરાય
કથ્થક કેન્દ્ર નવી દિલ્હી અને પરમ કથ્થક કેન્દ્ર રાજકોટના સંયુકત ઉપક્રમે કથ્થક ઉત્સવ-૨૦૧૯નું ત્રણ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના બીજા દિવસે દિલ્હી કથ્થક કેન્દ્રના ખ્યાતનામ માલતી શામ અને રવિશંકર મીશ્રા દ્વારા કથ્થકના જુદા જુદા ધરાના પર રજુઆત કરી હતી.
કાર્યક્રમના ભાગરુપે કથ્થક ઉત્સવ ૨૦૧૯ના બીજા દિવસે બહોળી સંખ્યામાં શહેરીજનો ઉ૫સ્થિત રહ્યા હતા. અને કથ્થક પ્રેમીઓએ પણ ખ્યાતનામ કલાકારોની કલાકૃતિ વિશે જાણકારી મેળવી હતી.
માલતી શામ અને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિલ્હી કથ્થક કેન્દ્ર તથા પરમ કથ્થક કેન્દ્ર રાજકોટ દ્વારા ત્રણ દિવસીય કથ્થક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
હું એમાં નૃત્ય પ્રસ્તુત કરવાની છું. આયોજકોનો આભાર માનું છું. કે અહીંના પ્રેક્ષકો સામે રજુઆત કરવાનો મને મોકો મળ્યો છે. આજના સમયમાં બધી વસ્તુમાં વધારો થાય છે.
અત્યારની જનરેશનના બાળકોને વેસ્ટર્ન ડાન્સ, હીપહોપ વગેરે તરફ વધારે જાય છે. જેમને નાનપણથી જ સંસ્કાર આપવામાં આવ્યા હોય છે. તેઓ કલાસીકલ તરફ વધુ જતા હોય છે.રવિશકંર મીશ્રા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું રાજકોટમાં પહેલી વખત આવ્યો છું. સુંદર માહોલ છે. આ માટે પલ્લવી જીનો ખુબ ખુબ આભાર માનું છું. અહિ આવીને મને ખુશી થઇ અને દર્શકોને પણ ખુશી થઇ હશે. પહેલા કરતા કાર્યક્રમો પણ વઘ્યા છે. અને કલાકારો પણ વઘ્યા છે. જો પરંપરા છે જે પવૃતિ છે તેનાથી કંઇક અલગ કરવાની જરુર કલાકારો છે આજે અમે જે રજુઆત કરી એ જેમને સમજમાં નથી આવતી તેમને પણ આનંદ આવે છે. મારૂ માનવું છું કે કલાસીકલનો કથ્થકનો ટ્રેન્ડ વઘ્યો છે અને વધશે.