સૈયદ ગીલાની, મીરવાઈઝ ફારૂક, યાસીન મલિક સહિતના અલગતાવાદી તત્વોએ સૈન્યને ઘેરવા કુચની જાહેરાત કરી ત્રણ દિવસ બંધનું એલાન આપ્યું હોય કાશ્મીરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
કાશ્મીરમાં લાંબા સમયથી સક્રિય પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠ્ઠનોએ સ્થાનિક પ્રજાજનોનું ધર્મના નામે બ્રેઈન વોશ કરી નાખ્યું હોય તેવા આતંકવાદીઓને છુપાવવાની વ્યવસ્થા કરી આપે છે. પુલવામાં આવા જ સ્થાનિકોના ઘેરાવમાં રહેલ આતંકવાદીઓને પકડવા જતા સેનાના જવાનોના હાથે સાત કાશ્મીરી નાગરીકોના મોત થયા હતા જે બાદ આ હત્યાના વિરોધમાં અલગતાવાદી સંગઠ્ઠનોએ આજે સેના સામે કુચ યોજીને આર્મી કેમ્પ બદામી બાગને ઘેરવાની જાહેરાત કરી છે. આર્મી કેમ્પને ‘ઘેરવા’ માટે સંગઠ્ઠનોના પ્રયાસો સામે કડક હાથે કામ લેવા સૈન્ય દ્વારા કાશ્મીર ખીણમાં હાઈએલર્ટ જાહેર કરીને અઈચ્છનીય ઘયનાઓને ટાળવા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.
કાશ્મીર ખીણમાં પૂલવામાના ખારપોરા સિરૂની વિસ્તારમાં છુપાવેલા હિઝબુલ મુજાહીદીનના ત્રણ આતંકવાદીઓને શનિવારે પકડવા ગયેલ સૈન્યના જવાનો સામે સ્થાનિકો નાગરીકોઅ સૈન્યના આ ઓપરેશનમાં અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમ્યાન સૈન્યના જવાનોએ કરેલા ફાયરીંગમાં સાત કાશ્મીરી લોકો માર્યા ગયા હતા. જેના વિરોધમાં આજે અલગતાવાદી સંગઠ્ઠનોએ બદામી બાગ વિસ્તારમાં આવેલા સૈન્મુખ્ય મથકને ઘેરવાની જાહેરાત કરી હતી. આ કુચને લઈને શ્રીનગર તથા આસપાસના ૧૦ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પ્રતિબંધોલાદી દેવામાં આવ્યા છે.
સૈન્યના પ્રવકતાએ સ્થાનિક લોકોને અલગતાવાદીઓનાં એલાન પર ધ્યાન ન આપીને કૂચમાં ન જોડાવવા અપીલ કરી હતી. સાથે ચેતવણી આપતા જણાવ્યું હતુ કે પાકિસ્તાન તરફી અલગતાવાદી તત્વો સામે સૈન્ય કડક હાથે કામ લેતુ રહેશે સ્થાનિક નાગરીકો તેઓને મદદ‚પ થશે તો આવા તત્વો નિદોર્ષ નાગરીકોનો ઉપયોગ કરીને પોતાનો બચાવ કરતા રહેશે.
શ્રીનગર અને પૂલવામાના જે ૧૦ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અનેક પ્રતિબંધના આદેશો આપવામાં આવ્યા છે તેમાં જમ્મુ કાશ્મીરના નેશનલ હાઈવેઝને જોડતા પંથા ચોક, સોનાવર અને ડાલગેટ રોડ વિસ્તારોને ટ્રાફીક માટે સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવ્યા છે. સતાવાળાઓએ કાશ્મીરના કેટલાક ભાગોમાં ઈન્ટરનેટ અને ટ્રેન સેવાઓ સંપૂર્ણ પણે બંધ કરી નાખવાનો નિર્ણય કર્યો છે.
અલગતાવાદીઓની કૂચની નિદા કરતા સૈન્યના પ્રવકતાએ યુવાનોને ગેરમાર્ગે દોરતા રાષ્ટ્ર વિરોધી દળોને શિકાર ન બનવા અપીલ કરતા કહ્યું હતુ કે કોઈ ઓપરેશનમાં નાગરીકનું જીવન ગુમાવે છે તે સુરક્ષા દળો માટે પીડાદાયક છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આતંકવાદીઓ નિદોર્ષ કાશ્મીરીઓની અને પોલીસ જવાનોની હત્યા કરતા રહ્યા છે.તેઓ લોકોને નોકરી પર જતા રોકવા પણ ધમકી આપતા રહે છે. તેઓ કાશ્મીર વિરોધી છે
સૈન્ય પ્રવકતાએ વધુમાં જણાવ્યું હતુ કે સુરક્ષા દળો હંમેશા ક્રોસ ફાયરીંગમાં નિદોર્ષ નાગરીકોનો બચાવ કરવાનો હંમેશા પ્રયાસ કરતા હોય છે. પરંતુ લોકોએ પણ આવા તત્વોને પ્રોત્સાહન આપવાના બદલે સૈન્યની મદદ કરતીને આવા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓને પકડાવીને પ્રોકસીવોર ને નાકામ બનાવવું જોઈએ અલગતાવાદી સંગઠ્ઠનોના વડા સૈયદ અલી ઝીણાની, મીરવાઈઝ ઉંમર ફા‚ક અને મોહમ્મદ યાસીન મલીકએ આર્મી કેમ્પમાં આજે કુચ કરવાની જાહેરાત કરીને ત્રણ દિવસના બંધનું એલાન કર્યું હોય સમગ્ર કાશ્મીર ઘાટીમાં લશ્કર અને અર્ધસુરક્ષા દળોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.