દેશભરમાં રેડ એલર્ટ વચ્ચે સ્વાતંત્ર્ય-દિનની ઉજવણીના
ગોઝારા ઓછાયા! ગુજરાતમાં પણ ‘જૈશ’ ત્રાટકવાની બાતમી:
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિખ્યાત મંદિરો લક્ષ્ય !
આપણા દેશનો સ્વતંત્રતા-દિન જેમજેમ નીકટ આવી રહ્યા છે તેમ તેમ જમ્મુ-કાશ્મીરમાં ઘટના ઘાતકી એવા ગદ્દારો અને સૈન્ય વચ્ચે ગમે ત્યારે ખરાખરીનો જંગ ફાટી નીકળવાની સંભાવના વધતી રહી છે. અને તંગદિલી ચરમસીમાએ પહોચી ચૂકી છે. અમરનાથના યાત્રિકો માટે ચલાવાતા કેટલાક લંગરો બંધ કરાવી દેવાયા છે. જુદા જુદા અહેવાલો સ્પષ્ટ પણે દર્શાવે છે કે, જમ્મુ-કાશ્મીરમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પ્રવર્તે છે. અને જમ્મુ કાશ્મીર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પહેલા જ ગદ્દારોથી આઝાદ કરી દેવામાં આવશે.
શ્રીનગરનાં અહેવાલ અનુસાર, શ્રીનગરનાં અતિ સંવેદનશીલ વિસ્તારો અને કાશ્મીરના ખીણ પ્રદેશમાં સીઆરપીએફના ધાડેધાડા ઉતારી દેવાયા છે. અને લડાકુ વિમાનો નૈતાન કરવામાં આવ્યાં છે. કશું અતિ ગંભીર સ્વ‚પનું બનશે એવી આશંકા વચ્ચે સ્થાનિક લોકો જીવન જ‚રી ચીજ વસ્તુઓ અને અનાજ કરિયાણાના ચીજોનો સ્ટોક કરવા લાગ્યા છે.
અહી સનસનીખેજ બાબત તો એ છેકે, આ પ્રદેશમાં રાતોરાત વધુ ૨૮,૦૦૦ સૈનિકો ખડકી દેવાયા છે. જે સુરક્ષા દળોની ૨૮૦થી વધુ કંનીઓ જેટલા બને છે. આની સાથે સાથે જ શ્રીનગર શહેરમાં પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ બંધ કરી દેવાયા છે.
આટલી હદે અને આટલી ઝડપે પરિસ્થિતિ વણસવાનું અને તંગદિલી તીવ્ર બની જવાનું કારણ શું એ વિષે ગુપ્તતા રખાઈ છે.
સ્થાનિક રહેવાસીઓમાં સારી પેઠે ભગરાયા છે, અને તેમણે જરૂરી ખાવા પીવાનો સામાન ખરીદી લેવા દોડધામ શરૂ કરી છે.
સ્થાનિક લોકોની હિજરત શરૂ થવાની સંભાવના પણ સર્જાઈ છે!
ઓછામાં પૂરૂ, ગુજરાતમાં પણ ‘જૈશ’ના આતંકીઓ ત્રાટકવાની બાતમી સાંપડી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિખ્યાત હરિમંદિરોને નિશાન બનાવવાનો ઈરાદો આ બાતમીમાં ખૂલ્લો થયો છે.
અહેવાલ મુજબ ગુજરાતમાં ૧૫ ઓગષ્ટ સુધીમાં મોટો આતંકી હુમૂ થવાની આશંકા દર્શાવવામાં આવી હતી. જેમાં સુરક્ષા એજન્સીઓએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઘણા આતંકીઓ ગુજરાતમાં હોવાના ઈનપૂટ મળ્યા હતા.
તા.૧૫મી ઓગષ્ટ-સ્વાતંત્ર્ય દિને જમ્મુ-કાશ્મીરનાં અલગતાવાદી પરિબળો શ્રીનગરમાં અને અન્ય લોકો પાકિસ્તાન તરફી અને ભારત વિરોધી નારા પોકારતા રહ્યા છે. તેઓ પાકિસ્તાની ધ્વજ પણ ફરકાવતા રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરનો પ્રદેશ ભારતનો અંતર્ગત ભાગ છે. એવો દાવો ભારતના સત્તાધીશો સવારે કરી રહ્યા છે. જે પાકિસ્તાનતો ઠીક પણ અમેરિકા, ચીન, જેવા રાષ્ટ્રો પણ નકારે છે. અને તેમના સત્તાવાર નકશામાં આ પ્રદેશને તકરારી (ડિસ્પ્યુટેડ) તરીકે ઓળખાવે છે.
ભારત પાકિસ્તાન ઉપર એવો આક્ષેપો કરે છે કે, પાકિસ્તાન તેના કબ્જાગ્રસ્ત પ્રદેશ (આઝાદ કાશ્મીર)માં આતંકી પરિબળોને તાલીમ તેમજ શસ્ત્રોની તાલીમ આપે છે. જયાં સુધી પાકિસ્તાન એની આ ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ સંપૂર્ણણે બંધ નહિ કરે ત્યાં સુધી આ બંને દેશો વચ્ચે સુલેહ શાંતિની વાટાઘાટો નહિ જ કરે!
અત્યારે પાકિસ્તાનનું ભારત સાથેનું વલણ કટ્ટર શત્રુદેશ જેવું જ છે. હવે ભારતે જમ્મુ-કાશ્મીરનાં આતંકી પરિબળોને ખતમ કરવાની રણનીતિ અપનાવી છે.
તા.૧૫મી ઓગષ્ટના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિને દિલ્હીના લાલ કિલ્લાના કાંગરેથી રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રને સંબોધન કરશે ત્યારે શ્રીનગરની હાલની સ્ફોટક પરિસ્થિતિ વિષે અને ભારત-પાકિસ્તાનના વણસતા રહેલા સંબંધો વિષે ભારતની રણનીતિનો ખ્યાલ આપે તેવો સંભવ છે.
ગુજરાત પર આતંકી હૂમલાની ‘જૈશ’ મુરાદ વિષે પ્રધાને તો ભારતની રણનીતિનો ખ્યાલ આપવો પડશે.
ભારતના સ્વાતંત્ર્ય દિને અને પ્રજાસત્તાક દિને એની ઉજવણી વખતે ‘એલર્ટ’ કે ‘રેડ એલર્ટ’ની જાહેરાત કરવી જ પડે છે, એ ભારતની નિર્બળતા અને કમનશીબીનું દર્શન કરાવે છે.
આગામી ‘સ્વાતંત્ર્ય દિન’ હવે નીકટ છે. અને તેની ઉજવણી માટે સત્તાધીશો સજજ બન્યા છે. ત્યારે એવો ખ્યાલ ઉપસે છે કે, શ્રીનગરમાં આતંકીઓનાં આકા ગદ્દારો તથા સૈનિકદળ વચ્ચે ગોઝારી લડાઈ થશે જ. એને માટે ભારતે જબરી લશ્કરી તૈયારી કરી છે. અને કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળની કંપનીઓ તૈનાત કરી છે.
ગદ્દારો અને સૈનિકદળ વચ્ચે જબરી લડાઈ થવાના ચિહનો નજરે પડે જ છે.
‘જમ્મુ-કાશ્મીર’ અને ગુજરાત, એમ બે ઠેકાણે આતંકીઓ વિરૂધ્ધ લડાઈનો માહોલ સર્જાયો છે.
‘આઝાદી દિન’ ગદ્દાર કાશ્મીરીઓની આઝાદી સાથે ઉજવાશે એ આપણા દેશ માટે ગૌરવ સમાન બાબત બનશે અને નવો ઈતિહાસ પણ રચાશે.