શા માટે 370 હટાવવી જરૂરી હતી?
જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ સાથે સંકળાયેલ યાસીન મલિક ટેરર ફંડિંગ કેસ અને યુએપીએ સહિતના કેસોમાં આરોપી, આતંકવાદી હુમલાઓ માટે ભંડોળ અને શસ્ત્રો પૂરૂ પાડવાની પ્રવૃત્તિઓમાં પણ સામેલ
કાશ્મીરના અલગાવાદી યાસીન મલિકની પત્નીને પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમ કાશ્મીરની શાંતિ ડહોળનાર અને હિંસા માટે ફન્ડિંગ સહિતની દેશવિરોધી પ્રવૃત્તિ આચરનારની પત્ની હવે પાકિસ્તાનના વડાપ્રધાનને સલાહ આપવાની છે.
પાકિસ્તાનના કાર્યકારી વડા પ્રધાન અનવર-ઉલ-હક કાકરે ગુરુવારે કેબિનેટની જાહેરાત કરી હતી. આ પછી 16 મંત્રીઓ અને 3 સલાહકારોએ શપથ લીધા હતા. જેમાં વરિષ્ઠ પત્રકાર મુર્તઝા સોલંગીનો પણ સમાવેશ થાય છે. કાશ્મીરના અલગાવાદી યાસીન મલિકની પાકિસ્તાની મૂળની પત્ની મુશાલ હુસૈન મલિકને વડાપ્રધાની વિશેષ સલાહકાર બનાવવામાં આવી છે. તેમના સિવાય ચાર અન્ય લોકોને પણ વિશેષ સલાહકાર બનાવવામાં આવ્યા છે.
પાકિસ્તાનના બંધારણ મુજબ બેવડી નાગરિકતા ધરાવનાર વ્યક્તિને સલાહકાર બનાવી શકાય છે, પરંતુ તે ફુલ ટાઈમ મંત્રી બની શકતા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન સિવાય મુશાલ પાસે યુકેની નાગરિકતા પણ છે.
યાસીન મલિક કાશ્મીરી આતંકવાદી અને અલગતાવાદી નેતા છે. તેઓ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટસાથે સંકળાયેલા છે. તેના પર યુવાનોને આતંકવાદ માટે ઉશ્કેરવાનો પણ આરોપ છે. યાસીન મલિકને એનઆઈએ કોર્ટે 2022માં ટેરર ફંડિંગ કેસ, યુએપીએ અને દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી હતી. બે કેસમાં આજીવન કેદ અને અન્ય કેસમાં 10 વર્ષની સજા યાસીન વિરુદ્ધ પાકિસ્તાનના સમર્થનથી કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ માટે ભંડોળ પૂરું પાડવા અને આતંકવાદીઓને શસ્ત્રો પૂરા પાડવા સંબંધિત ઘણા કેસ નોંધવામાં આવ્યા હતા.
મલિક પર 25 જાન્યુઆરી 1990ના રોજ શ્રીનગરમાં એરફોર્સના જવાનો પર હુમલો કરવાનો આરોપ છે. આ ઘટનામાં 40 લોકો ઘાયલ થયા હતા, જ્યારે ચાર જવાન શહીદ થયા છે. સ્ક્વોડ્રન લીડર રવિ ખન્ના તેમાંના એક હતા. આ તમામ લોકો એરપોર્ટ જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આતંકીઓએ તેમના પર હુમલો કર્યો. મલિકે એક ઈન્ટરવ્યુમાં હુમલાની કબૂલાત કરી હતી.
મલિક પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદનું અપહરણ કરવાનો પણ આરોપ હતો. 1990માં કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં અને તેમને ખીણ છોડવા માટે મજબૂર કરવામાં પણ યાસીનનો હાથ હતો.
બીજી તરફ જોઈએ કે શા માટે કાશ્મીરમાંથી 370 હટાવવાની જરૂર હતી. તો આ આર્ટિકલથી જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિધાનસભાને કાયદાઓ બનાવવા તેમજ લાગુ કરવાના વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે. આર્ટિકલ 370ની જોગવાઈ મુજબ ભારતની સંસદ સંરક્ષણ, વિદેશની બાબતો તેમજ નાણા અને સંદેશાવ્યવહારને લગતી બાબતોના કોઈપણ કાયદાઓ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરી શકે છે. પરંતુ આ સિવાય ભારતની સંસદે કોઈપણ બાબતના કાયદા બનાવે તો તેને જમ્મુ કાશ્મીરમા લાગુ કરી શકાતા નથી. અને જો લાગુ કરવા હોય તો જમ્મુ કાશ્મીર વિધાનસભા દ્વારા ખરડો પસાર કરવો જરૂરી છે.
કલમ – 370ની જોગવાઈના કારણે ભારતના કાયદાઓ જેવા કે, આરટીઆઈ, ભ્રષ્ટાચાર અધિનિયમ, આરટીઈ, આઈપીસી, સીઆરપીસી તેમજ ભારતની સંસ્થાઓ જેવી કે સીબીઆઈ , સીએજી, કાશ્મીરમા લાગુ પડતા નથી. ભારતીય નાગરિકોને મળતા કાયદાકીય અધિકારો અને કાયદાના રક્ષણ કરતા જમ્મુ અને કાશ્મીરના કાયદાઓ તેમજ કાશ્મીરના કાયમી નાગરિકોને મળતા અધિકારો અલગ છે. સંવિધાનના આર્ટિકલ – 360માં નાણાકિય કટોકટી લાગુ કરવાની જોગવાઈ કરવામા આવી છે પરંતુ આર્ટિકલ-370ના કારણે જમ્મુ અને કાશ્મીરમા ક્યારેય નાણાકીય કટોકટી લાગુ કરી શકાય નહી. જમ્મુ અને કાશ્મીરમા આંતરિક હિંસા કે શાંતિભંગના કિસ્સામા કટોકટી લાગુ કરી શકાય નહી પરંતુ ફક્ત યુદ્ધ અથવા બાહ્ય આક્રમણની પરિસ્થિતિમા જ કટોકટી લાગુ કરી શકાય છે.
પાકની નવી મોડસ ઓપરેન્ડી
સરહદ ભંગના કેસમાં પકડાનાર ભારતીયને આઇએસઆઇના એજન્ટ બનાવવાનું ષડયંત્ર
પાકિસ્તાનની જેલમાં લાંબો સમય રહી ભારતમાં પરત ફરતા નાગરિકોમાંથી કેટલાક શખ્સો દેશ વિરોધી પ્રવૃતિ કરી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકતા હોય છે. સૌરાષ્ટ્રના દરિયામાં પાકિસ્તાની ચાચીયા દ્વારા અવાર નવાર મોટી સંખ્યામાં માછીમારોના અપહરણ કરી લાંબો સમય સુધી પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવે છે. તે પેકીના કેટલાક પાકિસ્તાન
આઇએસઆઇના એજન્ટ બનવા તાબે થતા હોવાની અને જેલ મુક્ત થઇ ભારત માં આવી દેશ વિરોધી પ્રવૃતિ કરતા હોવાની લાંબા સમયથી શંકા વ્યક્ત થઇ રહી છે. ત્યારે આ વાતની પુષ્ટી થતી ઘટના ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે મળી છે. હથિયારની હેરાફેરીના કેસમાં પાકિસ્તાનની જેલમાં રહેલા શખ્સ પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ માટે કામ કરવા તૈયાર થતા તેને જેલ મુક્ત કરી ભારત મોકલવામાં આવ્યાનું પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.
મેરઠના સહારપુરના યુસુફ કલીમ અને તેના ભાઇ તહસીમને નકલી આઇડીવાળા સીમ કાર્ડ સાથે પોલીસે ધરપકડ કરી હતી. તેઓએ કલીમ અહમદ, નફીસ અહમદ હથિયારની હેરાફેરીના કેસમાં પકડાતા લાંબો સમય સુધી પાકિસ્તાનની જેલમાં રહ્યા હતા. તે દરમિયાન તેને આઇએસઆઇ દ્વારા જરુરી ટ્રેન કરી જેલ મુક્ત કરી ભારત પરત મોકલવામાં આવ્યા હતા. કાલીમ, તહસીન અને યુસુફ આઇએસઆઇના એજન્ટ બની નકલી આઇડી દ્વારા મેળવેલા સીમકાર્ડ દ્વારા પાકિસ્તાન હેન્ડલર્સને માહિતી મોકલી હોવાના પુરાવા મળ્યા હતા. પોલીસે તમામ સામે રાષ્ટ્રની સુરક્ષા જોખમમાં મુકવા અને દેશ વિરોધી પ્રવૃતિનું ષડયંત્ર રચવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના દરિયામાંથી પકડાતા માછીમારોને જેલ મુકત થાય છે તેના પર સુરક્ષા એજન્સી દ્વારા ચાપતી નજર રાખે તો કેટવલાક માછીમારો ઇરાદા પૂર્વક દરિયાઇ સરહદ પાર કરી સામે ચાલીને પકડાય છે. અથડવા અજાણતા પકાયા બાદ પાકિસ્તાન આર્મીના ટોર્ચરીંગથી પાકિસ્તાન આઇએસઆઇના એજન્ટ બનતા હોવાની શંકા સાથે તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું જાણકારોનું કહેવું છે.