“ભારતમાતાના ગૌરવની પુન:સ્થાપના સાથે મોદી સરકારે જન જનના હૃદયની પીડા દૂર કરવાનું અનન્ય કાર્ય કર્યું છે અને ભાજપની દઢ ઈચ્છાશક્તિનો જગત આખાને પરિચય આપ્યો છે”

ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ અને કલમ ૩૫એ બિનઅમલી બનાવવાના તેમજ લડાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી જમ્મુ-કાશ્મીર અને લડાખ બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ કરવાના ભારત સરકારના ત્રિવિધનિર્ણયને હૃદયપૂર્વક આવકાર આપતાં જણાવ્યું છે કે, ભારતના જન જનના હૃદયમાં જે પીડા હતી તેને દૂર કરવાનું, ભારતમાતાનું ગૌરવ પુન:સ્થાપિત કરવાનું અને કાશ્મીરની પ્રજાને દેશના અન્ય રાજ્યોની માફક વિકાસના મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું અનન્ય, ઐતિહાસીક અને અભૂતપૂર્વ પગલું  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભર્યું છે અને મજબૂત સરકારની અત્યંત દ્દઢ ઈચ્છાશક્તિનો પરિચય સમગ્ર જગતને આપ્યો છે. આ સાથે તેઓએ પ્રખર રાષ્ટ્રભક્ત શ્યામાપ્રસાદ મુખરજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું તર્પણ પણ કર્યું છે.

એક નિવેદનમાં ધ્રુવે જણાવ્યું છે કે, મોદી સરકારે ભારતમાતાના મસ્તકને ઉન્નત કરવાનું અને ઐતિહાસિક અન્યાયને દૂર કરવાનું અનોખું કાર્ય કર્યું છે.કલમ ૩૭૦ એ અસ્થાયી પ્રાવધાન હતું. રાજ્યમાંહાલત સામાન્ય થાય ત્યાં સુધીજ તેનો અમલ ચાલુ રાખવાનો હતો.સંવિધાનના નિર્માતાઓએ પણ ક્યારેય, સપનેય નહોતું વિચાર્યું કે, કલમ ૩૭૦ના નામ પર ૩૫એ જેવું પ્રાવધાન પણ જોડી દેવામાં આવશે. આર્ટીકલ ૩૫એ અમલી બનાવીને એ સમયના શાસનકર્તાઓએ એક રાષ્ટ્ર,એક વિધાન, એક સંવિધાન, એક રાષ્ટ્રગાન, અનેએક રાષ્ટ્રધ્વજની ભાવના પર બદઈરાદે ભયંકર પ્રહાર કર્યો હતો.જમ્મુ અને કાશ્મીરમાં બીજા રાજ્યના નાગરિકોને સમાન અધિકાર ન હોવો એ સંવિધાનની મૂળ ભાવનાથી વિરૂધ્ધનું પગલું હતું.

kashmir,-like-dozhk,-will-now-become-an-earthly-paradise:-raju-dhruv
kashmir,-like-dozhk,-will-now-become-an-earthly-paradise:-raju-dhruv

“ડો. ભીમરાવ આંબેડકર ભારતીય સંવિધાનની આર્ટિકલ ૩૭૦ની તરફેણમાં ન હતા. આ અનુચ્છેદને સંવિધાનમાં જોડવાનો પ્રસ્તાવ હાડોહાડ કોમવાદી શેખ અબ્દુલ્લાએ મૂક્યો હતો, જે તદ્દનમામૂલી ચર્ચા બાદ સંવિધાનમાં જોડી દેવામાં આવ્યો અને તેના માટે સંસદમાં કોઈ ગંભીર ચર્ચા પણ કરવામાં આવી ન હતી. આ રીતે મનસ્વી અને ગેરબંધારણીય નિર્ણય લઇ ભારતમાતાની પીઠ પાછળ ખંજર ભોંકી દેવામાં આવ્યું હતું એટલું જ નહીં, ડો. આંબેડકર તેમજ સરદાર વલ્લભભાઇ પટેલના વિરુદ્ધ મતની સંપૂર્ણ અવગણના કરવામાં આવી હતી અને આટલેથી નહીં અટકતાં, આ મુદ્દે વિરોધનો ઝંડો ઉપાડનાર અનન્ય રાષ્ટ્રપ્રેમી  શ્યામાપ્રસાદ મુખરજીનું કાસળ કાઢી નાખ્યું હતું.

રાજુભાઈ ધ્રુવે વિશેષમાં જણાવ્યું છે કે,કેન્દ્રની ભાજપ સરકારે લોકસભાની ચૂંટણી વખતે કલમ ૩૭૦ અને ૩૫એ દૂર કરવાનું ભારતના નાગરિકોને આપેલું વચન બરાબરપાળ્યું છે. અખંડ ભારતનું સપનું સાકાર કરવાના મોદી સરકારના નિર્ણયો નૂતન ભારતના નિર્માણ માટે સદીઓ સુધી યાદગાર બની રહેશે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય. સ્વાતંત્ર્યના૭૦ વર્ષો સુધી ભારતની એકતા અને અખંડિતતા માટે જે આવશ્યકકામ કરવાનું હતું તે કોંગ્રેસે બદઈરાદાઓથી પ્રેરાઈને કર્યું નહોતું. આ ઐતિહાસિક કાર્ય કેન્દ્રની ભાજપ સરકારે કરી બતાવ્યું છે અને દેશભરની જનતાએ હૃદયના ઉમળકાથી તેને વધાવી લીધું છે.

“કાશ્મીર ભારતમાતાનો મુકુટ છે, પાંચમી ઓગષ્ટનો દિવસભારતના સ્વર્ણિમ ઇતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય બનશે, આ નિર્ણય નિશ્ચિતરૂપથી આદરણીય શ્યામાપ્રસાદ મુખરજીની અનન્ય રાષ્ટ્રભક્તિ તેમજ સરદાર અને બાબાસાહેબની દીર્ઘદ્રષ્ટિને એક સાચી શ્રદ્ધાંજલિ છે.

નિવેદનના અંતમાં ધ્રુવે જણાવ્યું છે કે,કેન્દ્રની ભાજપ સરકારે બંધારણના અનુચ્છેદ ૩૫એ અને કલમ ૩૭૦ નાબૂદ કરી વિભાજનવાદીઓ, અલગતાવાદીઓ તેમજ ત્રાસવાદીઓનું વર્ચસ્વ નાબુદ કર્યું છે. જેના કારણે જમ્મુ-કાશ્મીરના નાગરિકોને પણ દેશના અન્ય રાજ્યોની જેમ જ વિકાસશીલ પ્રવાહમાં સામેલ થવાનો લાભ મળશે. સ્વાતંત્ર્યના ૭૦ વર્ષ બાદ લેવાયેલો એકીકરણનો આ અભૂતપૂર્વ નિર્ણય – કાશ્મીરી પંડિતોની અનંત લડાઈના આદરરૂપ અને આતંકીઓ સામે લડતા શહીદોના સન્માન સમાન છે. જમ્મુ-કાશ્મીર દેશની મુખ્ય ધારા સાથે જોડાય અને વિકાસપથ પર અગ્રેસર થાય તે સંદર્ભમાં આ નિર્ણય ખૂબ જ મહત્વનો બની રહેશે. નર્યારાજકીય સ્વાર્થ, સંકુચિતતા અને તુષ્ટિકરણના બદઈરાદાથી કાશ્મીરને દોઝખ બનાવી દેવામાં આવ્યું હતું; હવે ફરી એકવાર કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ બનવાની દિશામાં ડગ માંડશે. દેશના અન્ય રાજ્યોની જેમ જ વેપાર-વાણિજ્ય અને પ્રવાસન ક્ષેત્રે પણ જમ્મુ-કાશ્મીર વિકાસના પથ પર આગળ વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.