એક સમયે કાશ્મીર ભારતનું ધરતી પરનું સ્વર્ગ ગણાતું હતું. પરંતુ સમયાંતરે આ સ્વર્ગને પાક પ્રેરિત આતંકીઓની કાળી નજર લાગી ગઇ હતી. આતંકવાદનો જીવમાં ફસાયેલા કાશ્મીરનો મુખ્ય ઉઘોગ પ્રવાસન તુટી જવા પામ્યો હતો. જેથી બેરોજગાર બનેલા કાશ્મીરીઓ આતંકવાદીઓની આર્થિક સહાયની લાલચમાં આતંકવાદના જાળમાં વધારેને વધારે ફસાઇ જતા આ સ્વર્ગમાં ખંભે બંધુક લઇને જતા કાશ્મીરીઓ નજરે ચડવા લાગ્યા હતા. આ કાશ્મીરીઓ પોતાને ભારતથી અલગ માનવા લાગ્યા હતા. ગઇકાલે પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાને પણ આ હુમલાખોર કાશ્મીરીઓને અમારા નહી તમામ એટલે ભારતીય સ્વાતંત્ર્ય વાદીઓ ગણાવ્યા હતા. જેથી ફરીથી પણ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે કે શું કાશ્મીર ભારતનો અવિભાજય અંગે છે કે કેમ?
લોકસભાની ચૂંટણીના વાયરા વચ્ચે કાશ્મીરમાં કાંઇક રંધાઇ રહ્યું છે, અને ફરી એકવાર એવા સવાલો ઊઠયા છે કે, આ રકતપાતની વચ્ચે ભારતની રાજકીય દાનત ચૂંટણીમાં લાભ લેવાની પણ હોઇ શકે!
અહીં કાશ્મીરની આંતરીક સ્થિતિ અને ગતિવિધિઓ એવા તર્ક-વિતર્કો સર્જે છે કે, સરવાળે કાશ્મીર ભારત સાથે રહેશે કે નહિ રહે ? જમ્મુ કાશ્મીર વર્ગ વિગ્રહનોભોગ બનશે? યુઘ્ધમાં ધકેલાશે?
પાકિસ્તાનની કબ્જા હેઠળનો કાશ્મીર પ્રદેશ ફરી આતંકવાદી પરિબળો દ્વારા ઉકળતા ચરૂ જેવો બનવાની સંભાવના છે.
વડાપ્રધાને ઘોષિત કર્યુ જ છે કે, કાશ્મીરમાં આતંકી રકતપાતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાશે. એને લગતો પ્લાન તૈયાર કરી લેવાયો છે.
એવું પણ ઘોષિત કરવામાં આવ્યું છે કે, સેનાને પાક સામે વળતા ઘા માટે છૂટો દોર અપાયો છે.
પાકિસ્તાનને ‘મોસ્ટ ફેવર્ડ કન્ટ્ર્રી’ નો જે દરજજો અપાયો છે તે હવે પરત છીનવી લેવાયો છે.
ભારતીય સેનાના સીઆરપી દળ એવો રણટંકાર કર્યો છે કે, શહીદોના બલીદાનને ભૂલીશું નહિ, માફ પણ નહિ કરીએ, બદલો લેશું જ !
આતંક સામેની લડાઇમાં વડાપ્રધાનની સાથે રહેવાનું રાહુલ ગાંધીએ જાહેર કર્યુ છે.
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘે પણ પાકિસ્તાન બાજુના આતંકીઓએ સર્જેલી ખૂનરેજીનો એમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવો જોઇએ અને વૈશ્વીક સ્તરે રાજકીય કૂટનિતીનો આશ્રય લેવો જોઇએ.
અમેરિકાએ તો આ રકતપાતને વખોડી કાઢીને વિલંબ વગર તે બંધ કરવાની પાકિસ્તાનને ચેતવણી આપી છે.
ચીને આ સનસનીખેજ રકતપાત સંબંધમાં તાત્કાલીક કશો જ પ્રતિભાવ આપ્યો નથી એ સૂચક છે. તો પણ તે આ બાબતમાં ચીન અને પાકિસ્તાન દેશો ખામોશ રહી શકશે નહિ !
ભારત આઝાદ બન્યો તે પછી પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની સરકારમાં ગૃહ પ્રધાન તરીકે મહત્વની સેવા આપનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે નહેરૂ સરકારને ‘પીળી ચામડી’ (ચીન) તેમજ તૂર્કી ટોપી (પાકિસ્તાન)નો કયારેય ભરોસો નહિ કરવાની શિખ આપી હતી. કટ્ટરપંથી મુસલમાનો ધર્મઝનુની હોવાનું સહુ કોઇ જાણે છે…
કાશ્મીરમાં આતંકી રકતપાતની ઘટનાએ ભારતભરમાં સન્નાટો સજર્યો છે. દેશભરમાં આ ઘટનાઓ જબરી ઉત્તેજના છે અને કટ્ટરવાદી હિન્દ ધર્મીઓને રાતાપીળા કર્યા છે. પાકિસ્તાનને અને આતંકી પરિબળોને લશ્કરી પગલાં દ્વારા સીધા કરવાની માગણીના પડઘા ચારેકોર ઊઠયાં છે, એમ માહિતગાર વર્તુળો દર્શાવે છે.
આ અગાઉના ચીની આક્રમણ વખતે દેશભરમાં લડાયકર્તાની જે લહેર ઊઠી હતી તેની યાદ જીવંત ફરી થતી હોવાના અહેવાલો સાંપડે છે.
“વતન કી રાહ મેં વતન કે નવજવાં શહીદ હો…
શહીદ તેરી મોત હી તેરે વતન કી જિન્દગી
તેરે લહુસે જાગ ઊઠેગી ઇસ ચમનકી જિન્દગી
ખીલેગે ફૂલ ઉસ જગાયે તું જહાં શહીદ હો….
વતન કે સહમેં વતન કે નવજવાં શહીદ હો…
એક બીજો લલકાર…
“અપની આઝાદી કો હમ, હરગિઝ મિટા શકને નહિ
શર કટા શકતે હૈ લેકિન શર ઝૂકા શકતે નહિ…
માથું કપાઇ જાય એ મંજુર, પણ માથું ઝૂકે એ
હરગિઝ કબૂલ નહિ….
કાશ્મીર ભારતનું જ એક અંગ કાશ્મીર ભારતનો જ અવિભકત હિસ્સો….. કાશ્મીરની પ્રજા ભારતની જ પ્રજા…..
ખુદ કાશ્મીરના નેતાઓએ આ રકતપાતને વખોડયો છે, અને ધિકકાર્યો છે…..
એક મજાની વાત તો એ છે કે આપણા દેશના હવામાનને આ હેવાનિયત ભર્યા રકતપાતે અને જવાનોની કસુંબલ શહિદીએ અજબ જેવી ચેતના બક્ષી છે. હવે આ હવામાન લડાયકતા અને આક્રમકતાના અણુ-પરમાણું સાથે એક જબરી ચળવળનું સ્વરુપ પામ્યું છે….
આ ચળવળ (મુવમેન્ટ) હવે પછી કેવું સ્વરુપ લેશે અને કયાં પરિબળોને તથા તેમના મળતિયાઓને કેટલું બળ આપશે તે જોવાનું રહેશે.
આ ‘રકતપાત’શકય બન્યો અને તેને અટકાવી ન શકાયો એ માટે કેન્દ્ર સરકાર જવાબદાર તથા દોષિત લેખાવી જોઇએ એમ કહ્યા વિના છુટકો નથી. દેશના જાસુસી તંત્રની એ કમજોરી છે. સરકાર તંત્ર ખુદ દ્રધામાં હોવાનું આ રકતપાતથી ફલિત થાય છે. જમ્મુ કાશ્મીર અંગેની અને પાકિસ્તાન અંગેની સરકારી નીતિ સફળ નથી થઇ એવી છપ પણ આ ઘટનાએ ઉપસાવી છે.
એમ કહેવાયું છે કે, જેની આંખો ફૂટી ગઇ છે તે અંધ નથી, પણ પોતાની ભૂલોને અને દોષોને ઢાંકે છે તે બેશક અંધ છે.
આ રકતપાતના દેશ અને દેશાવરમાં ગંભીર પ્રત્યાઘાતે પડશે એ નકકી છે.
લોકસભાની ચુંટણીમાં પણ આનજાં સનસનીખેજ પ્રત્યાઘાત પડશે. ઘટનાને ચુંટણીનો મુદ્દો બનાવવાની રાજરમત સાથે સરકાર એનો લાભ ઉઠાવવાની ચેષ્ટા કરશે, એ જેટલું નકકી છે એટલું જ નુકશાન સરકારને તેની નબળાઇના નામે અને નિષ્ફળતાના નામે થશે. સરકાર હવે તેના રાજકીય લાભો માટેના પગલા લેશે !… આના કારણે, સંઘર્ષનું રાજકારણ માઝા મૂકશે. મતિભ્રષ્ટતાનું કલંક તો છે જ….
દશેની આજની હાલત રાજકીય ગંદવાડને કારણે છે ‘રકતપાત’સામેના યુઘ્ધમાં સરકારની સાથે રહેવાની રાજનેતાઓની જાહેરાત આવકાર પાત્ર ગણાશે. સરકાર એનો શું અર્થ કરશે તેના ઉપર હવે પછીની સંભવિત ઉથલ પાથલોનો આધાર રહેશે. એમ કહી શકાય !