કુપવાડામાં સીમા પાસે આવેલા તંગધાર સેક્ટરમાં થયેલા હિમપ્રપાતમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં એક એન્જિનિયરનું મોત થયું છે, જ્યારે 8 લોકો ગુમ થયા છે. ઓફિશિયલ્સના જણાવ્યા પ્રમાણે સાધના ટોપ એરિયા પાસે શુક્રવારે હિમપ્રપાત થયું હતું. તેમના મત પ્રમાણે આ એવલોન્ચમાં એક કેબ અને બે પગેથી ચાલી રહેલા લોકોના મોત થયા છે. કેબમાં સાત લોકો બેઠા હતા. નોંધનીય છે કે, 12 ડિસેમ્બરે કુપવાડામાં હિમપ્રપાત થયો હતો અને તેમાં એક જવાનનું મોત થયું છે.
કાશ્મીરના કુપવાડા અને બાંદીપોરામાં પણ થોડા દિવસ પહેલાં હિમપ્રપાત થયો હતો. તેમાં પાંચ જવાન ગુમ થયા હતા. નૌગામ સેક્ટરમાં થયેલા સ્નોફોલમાં ગુમ બે જવાનોમાંથી એકનું બોડિ મળી આવ્યું છે. બાદીપોરાના ગુરેજ સેક્ટરમાં થયેલા હિમપ્રપાતમાં ત્રણ સૌનિકો બરફ નીચે દબાઈ ગયા હતા.