ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના પુલવામા પિંગલાન વિસ્તારમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાયી હતી. રવિવારે મોડી રાતે સુરક્ષા દળોએ ખાનગી જાણકારીની આધારે પિંગલાન વિસ્તારના ઘરોમાં તપાસ શરૂ કરી હતી. રાતે 3 વાગે સુરક્ષા દળોનો સામનો એક ઘરમાં છુપાયેલા આતંકી સાથે થયો હતો. બન્ને તરફથી જબરદસ્ત ફાયરિંગ ચાલી રહ્યું હતું જેમાં એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા છે.
Visuals: The 4 Army personnel including a Major, who were killed in action during encounter between terrorists and security forces, in Pinglan area of Pulwama district, belonged to 55 Rashtriya Rifles. #JammuAndKashmir (Visuals deferred by unspecified time) pic.twitter.com/Wa2sxz3bzT
— ANI (@ANI) February 18, 2019
માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે રાતે 12 વાગ્યે ફાયરીંગ શરૂ થયું હતું. અને સવાર સુધી આ ફાઇરિંગ ચાલ્યું હતું.