ગુજરાતમાં જેમ પતિના લાંબા આયુષ્ય માટે વડસાવિત્રી પૂનમ કરવામાં આવે છે. તેમ અન્ય રાજ્યોમાં પતિના લાંબા આયુષ્ય માટે ‘કરવા ચોથ’નું વ્રત રાખે છે. આ વ્રત દર વર્ષે આસો મહિનાની વદ ચોથે જ આવે છે.

આ વ્રતમાં સ્ત્રી આખો દિવસ નિર્જલા ઉપવાસ કરી સૂર્યોદયથી સૂર્યાસ્ત વિધિ સહિત પૂજન કરે છે. ચંદ્રમાંના દર્શન કરી પતિના હાથે પાણી પીને વ્રત છોડે છે. સાથોસાથ ભવોભવ પતિ તરીકે આ પતિ જ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરે છે. આ દિવસે પત્ની આખો દિવસ નિર્જળા રહીને વ્રત રાખે છે.

પૂજાનો સમય
કરવા ચોથના દિવસે પૂજાનું મુહર્ત સાંજે 5.40થી 6.47 વાગ્યા સુધી છે.  જ્યારે ચંદ્રોદય રાત્રે 7.55 થી થશે.  ત્યારે જ વ્રત ખોલવામાં આવશે. સ્ત્રીઓ આ દિવસે નિર્જળા ઉપવાસ કરે છે. પછી સાંજે ગણેશજી તેમજ કરવા ચોથની પૂજા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.