મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સેવા શરૂ કરવામાં આવી
કરૂણા અભિયાન અંતર્ગત પશુ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો પ્રારંભ આજે કરવામાં આવ્યો છે. ઉત્તરાયણ ફેસ્ટીવલ તારીખ ૧૪મી જાન્યુઆરીના રોજ વધુને વધુ નિર્દોષ પંખી પારેવા ઘાયલ થતા હોય છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ રાજયભરમાં ટોલ ફ્રી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ હેલ્પલાઇન સર્વિસનો આજે પ્રારંભ કરાવ્યો છે.
કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ પશુ-પક્ષીઓની તાત્કાલીક સારવાર માટે ટ્રોલ ફ્રી નંબર ૧૯૬૨ રાખવામા આવ્યો છે. જેમાં વેટરનરી ડોકટરો ર૪ બાય ૭ સેવા માટે તૈનાત રહેશે. તેઓ અકસ્માતમાં ઘાયલ મૂંગા પશુ-પક્ષીઓની ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ શરૂ કરશે અને તેમને નવજીવન આપશે.કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને બોલાવવા માટે ફોન નંબરી ૧૯૬૨ ડાયલ કરવાનો રહેશે જે એક ટોલ ફ્રી નંબર છે. મતલબ કે તેનો કોઇ જ ચાર્જ ટેલીકોમ કંપની દ્વારા વસુલવામાં નહીં આવે અહીં ખાસ ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં ઘાયલ મનુષ્યોની ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સને બોલાવવા ટ્રોલ ફ્રી નંબર ૧૦૮ ઓલ રેડી અમલમાં છે. આ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસનો લોકો તત્કાલીક સારવાર માટે સારો એવો લાભ લઇ રહ્યા છે. અને તેને બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. એકંદરે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસની અપ્રતિમ અપાર સફળતા બાદ જ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ની યોજવા અમલમાં મૂકવાનો વિચાર ગુજરાત રાજય સરકારને આવ્યો જે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાકારરૂપ આપી મૂર્તિમંત કર્યુ છે.આ સિવાય ગુજરાતમાં ૩૩ જીલ્લામાં વેટરનરી પોલીટેકનીકસ, વેટરનરી ડીસ્પેન્સરી, એનિમલ મોબાઇલ વેન, પ્રાયમરી એનિમલ હેલ્થ કેર સેન્ટરો ધમધમે છે.