આંતરરાષ્ટ્રીય સરહદ અટારી નજીક છુપાયેલા ગેંગસ્ટરોને ઘેરી લઈ આત્મ સમર્પણ માટે ચેતવ્યા છતાં પોલીસ પર હુમલો કરનારનો અંતે ખાત્મો
ગાયક સિદ્ધુ મૂઝ વાલાની હત્યામાં સંડોવાયેલા શંકાસ્પદ બે ગેંગસ્ટરને એન્કાઉન્ટરમાં માર્યા ગયા હું પંજાબ પોલીસ સુ ત્રો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું
પંજાબ પોલીસ બુધવારે અમૃતસર જિલ્લામાં ગેંગસ્ટરો વિરુદ્ધ કરેલી કામગીરી અને સામસામા ગોળીબારમાં. ત્રણ પોલીસ કર્મચારીઓને પણ ઈજાઓ પહોંચી અમૃતસર જિલ્લાના ચિતાભટના ગામ ખાતે એક જૂની ઈમારત નજીક આ અથડામણ થઈ હતી કટારી આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના હોશિયાર નગર ગામમાં ગુંડાઓ સાથે પોલીસ ની અથડામણ થઈ હતી.
પોલીસે અગાઉની બાતમીના આધારે ગેંગસ્ટરો ને ઘેરી લઈ આત્મ સમર્પણ માટે ચેતવણી આપી હતી પરંતુ એકાએક પોલીસ પર હુમલો થતાં જવાબી કાર્યવાહીમાં બે ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા મોતને ઘાટ ઉતરેલાગેંગસ્ટરોની ઓળખ મનપ્રીત મન્નુ અને જગરૂપ રૂપા તરીકે થઈ છે પંજાબ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી માં ગેંગસ્ટર ટ્રાન્સપોર્ટ સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ અને ઓર્ગેનાઈઝ ક્રાઈમ કંટ્રોલ યુનિટ દ્વારા જે સ્થળે છપાયા હતા.
ત્યાં ઓર્ડર કરી લીધી હતી અને આત્મ સમર્પણ માટેની ચેતવણી આપ્યા બાદ એકાએક પોલીસ પર ગોળીબાર થતા સામસામે ભારે ગોળીબાર થયું હતું અને આ અથડામણમાં, સિદ્ધુ મૂઝ વાલા કેસમાં જેની સંડોવણી હોવાનું માનવામાં આવે છે તેવા બે ગેંગસ્ટર જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીત સિંહ માર્યો ગયા હતા આ એન્કાઉન્ટરમાં. 3 પોલીસ અધિકારીઓને પણ સામાન્ય ઈજાઓ થઈ છે. પોલીસની આ કાર્યવાહી અંગે પંજાબના મુખ્યમંત્રી એ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા
ડીજીપી ગૌરવ યાદવે પત્રકારોને જણાવ્યું હતું.”અમે આરોપીઓ પર નજર રાખી રહ્યા હતા સીધું મુસ્સે વાલા ની હત્યા હોવાનું મનાતા કેટલાક લોકો ની અમારા ટાસ્ક ફોર્સે આ વિસ્તારમાં થોડી હિલચાલ જોઈ. અમે તેના પર કાર્યવાહી કરી. અમારી ફોરેન્સિક ટીમ વધુ તપાસ માટે સ્થળ પર છે,” તેમણે ઉમેર્યું.ગુંડાઓ પાસેથી એક અઊં47 અને એક પિસ્તોલ મળી આવી છે.એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ, સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ યુનિટની પોલીસ ટીમોએ વિસ્તારને ઘેરી લીધો છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે પોલીસે સ્થાનિક ગુરુદ્વારાની પબ્લિક એડ્રેસ સિસ્ટમમાંથી એક જાહેરાત કરી લોકોને ઘરની અંદર રહેવાનું કહ્યું. પોલીસે ગુંડાઓને તેમના હથિયારો છોડવા અને આત્મસમર્પણ કરવાનું પણ કહ્યું પરંતુ જવાબમાં તેઓએ ગોળીબાર કર્યો.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા રાબંદી કરવામાં આવતા ગુંડાઓએ એક ત્યજી દેવાયેલી ઇમારતમાં આશરો લીધો હતો.પોલીસે સ્થાનિક ગુરુદ્વારાની પબ્લિક એડ્રેસ સિસ્ટમમાંથી એક જાહેરાત કરી લોકોને ઘરની અંદર રહેવાનું સુચના આપ્યા બાદપોલીસે ગુંડાઓને તેમના હથિયારો છોડવા અને આત્મસમર્પણ કરવાનું પણ કહ્યું હતું પરંતુ જવાબમાં તેઓએ ગોળીબાર કર્યો હતો.પોલીસ અહેવાલો અનુસાર મનપ્રીતે કથિત રીતે પ્રથમ ગોળી મૂઝ વાલા પર ચલાવી હતી