4 થી 8 નવેમ્બર દરમિયાન પંચ દિવસીય મેળો: તૈયારીઓ શરૂ
વિશ્ર્વ પ્રસિઘ્ધ ભારત બાર જયોતિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવનો પંચ દિવસીય કાર્તિક પૂર્ણિમાનો મેળો ચાલુ વરસે યોજાશે. વર્ષ 2020 અને 2021 માં કોરોના કાળ અને નિયંત્રણોને કારણે આ મેળો બંધ રાખવામાં આવેલ હતો.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે 4 થી 8 નવેમ્બર સુધી યોજાનારા કાર્તીક પૂર્ણીમાનો મેળો યોજાશે. 1955 ના વરસથી પ્રગતિ વરસ આ કાર્તિક પુર્ણિમા મેળો યોજાય છે. કાર્તિક પુર્ણિમાની રાત્રીએ સોમનાથ મહાદેવની મહાપુજા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે.
શ્રી સોમનાથ તીર્થધામમાં કાર્તિક પૂર્ણિમાનું અનેરું મહત્વ છે. શ્રી સોમનાથ મહાદેવના શિખરે પૂર્ણિમાની મઘ્ય રાત્રિએ ચંન્દ્ર એવી રીતે સ્થિત થાય છે કે જાણે સ્વયં ભગવાન સોમેશ્ર્વર ચંન્દ્રને મુગટ સ્વરુપે ધારણ કર્યો હોય ભાવિકો અને અલૌકિક દર્શનની અનુભુતિ કરે છે.
ચાલુ વરસે મેળાના મેદાનનો કેટલોક ભાગ બાયપાસ રોડ કપાતમાં ગયેલ છે પરંતુ તે સ્થળે નીરીક્ષણ કરી અન્ય વિભાગોમાં વધ-ઘટ કરી કે વિચારણા કરી મેળો લોકો પૂર્ણ પહોળાઇમાં માણી શકે અને વ્યવસ્થા જળવાય તેને પ્રાધાન્ય અપાશે. ગીર સોમનાથ જીલ્લાનો આ મોટો મેળો છે. અને રાજયના યોજાતા ભવ્ય સુંદર મેળામાં આનો સમાવેશ થાય છે. ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં પૂર્ણિમાનું મહત્વ છે. જે પરંપરા જળવાઇ રહે તેવા શુભ આશયથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ પારંપરીક મેળાનું આયોજન કરવામાં આવે છે.