• ” સમગ્ર ભારતમાં કાર્તિકી પૂનમ નું મહત્વ અદભુત પવિત્ર દિવસ…”
  • આ દિવસ પર્વો સાથે ભક્તિ, ઉપવાસ, યાત્રા અને ત્યાગ જોડાયેલા છે. આજે કાર્તિ‌કી પૂર્ણિમાને દેવદિવાળી ગણીએ છીએ.
  • કાર્તિ‌કી પૂર્ણિમા : હિ‌ન્દુઓ, જૈનો, શીખો તમામનું પર્વ

કાર્તિ‌કી પૂર્ણિમાએ જ્યારે જૈન સાધુઓના ચાતુર્માસ પૂરા થાય છે- ત્યારે આ કાર્તિ‌કી પૂર્ણિમાના દિવસનું મહત્ત્વ વધી જાય છે. એક સમયે રાજા કુમારપાળના પ્રધાન ઉદયન અહીં તીર્થયાત્રાએ આવ્યા ત્યારે ટેકરી ઉપર માત્ર એક લાકડાનું મંદિર હતું. જૂના જૈન મંદિરોનો જીણોદ્ધાર કરવામાં વિખ્યાત દાનવીર જગડુશાહ અને અલાઉદીનના સુબા સમરાશાહે પણ ફાળો આપેલો. શત્રુંજયનાં મંદિરો સાથે રાજા સિદ્ધરાજ જયસિંહ, રાજા કુમારપાળ અને જૈનોના સૌથી પૂજનીય-આદરણીય આચાર્ય હેમચંદ્રનો સંબંધ રહ્યો છે. આ હેમચંદ્રચાર્યના શિષ્ય ૧૯૩૯માં અમારી મહુવાની સ્કૂલમાં આવ્યા ત્યારે હેમચંદ્રજીનું મહત્ત્વ મને 8 ની ઉંમરે સમજાયું. હેમચંદ્રાચાર્ય જૈન સાધુ હતા છતાં રાજકારણમાં ભાગ લઈને રાજા સિદ્ધરાજને માર્ગદર્શન આપેલું. તેને ”કળિકાળ સર્વજ્ઞ’’ તરીકે સ્વીકારાયા, હેમચંદ્રાચાર્યે ગુજરાતી ભાષાને શુદ્ધ બનાવી. વ્યાકરણ લખ્યું.

આજે દેવદિવાળીએ ગુરુનાનકનો પણ જન્મદિવસ છે. ખરેખર તો ગુરુનાનકજયંતીને રાષ્ટ્રીય પર્વ માનવું જોઈએ કારણ કે તેમણે 475 વર્ષ પહેલાં જ કહેલું કે ઈશ્વર એક છે.

  • ઉત્સવનું માહાત્મ્ય: ભારતમાં પર્વો સાથે ભકિત, ઉપવાસ, યાત્રા અને ત્યાગ જોડાયેલા છે

યુરોપ-અમેરિકામાં ધાર્મિ‌ક પર્વો કે બીજા સેલિબ્રેશનો સાથે શરાબ જોડાયેલી છે તો ભારતમાં પર્વો સાથે ભક્તિ, ઉપવાસ, યાત્રા અને ત્યાગ જોડાયેલા છે. આજે કાર્તિ‌કી પૂર્ણિમાને દેવદિવાળી ગણીએ છીએ. જૈનો માટે આ દિવસ પાલીતાણાનાં શત્રુંજય પર્વતની યાત્રાનો અવસર છે અને અમેરિકામાં વસતાં જૈનો સિદ્ધાચલમની (ન્યૂજર્સી પાસે) યાત્રા કરશે.

શીખ બંધુઓ ગુરુનાનકની જયંતી ઊજવશે. મેં જૈન કન્યા સાથે પ્રેમલગ્ન કરી કોઈ હિ‌લસ્ટેશન નહીં પણ પાલીતાણાના શત્રુંજય તીર્થની યાત્રા કરેલી. નસીબજોગે લગભગ 32 વર્ષ પહેલાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈ જીવનસંધ્યાએ શત્રુંજય પર્વત ઉપર આવેલા. શેઠ કસ્તુરભાઈ કાર્તિ‌કી પૂર્ણિમાએ દર વર્ષે પાલીતાણા યાત્રા કરતા. જૈનો માને છે કે તેમના પ્રથમ તીથંર્‍કર આદીનાથે આ શત્રુંજય પર્વતની ઉપર પ્રથમ વ્યાખ્યાન આપીને પર્વતને પવિત્ર બનાવ્યો. એ પછી હજારો જૈન સાધુઓએ પાલીતાણાના આ શત્રુંજય પર્વતની પ્રદક્ષિણા કરેલી. જૈનો માને છે કે શત્રુંજયની યાત્રા કરવાથી આ તમામ સાધુઓની યાત્રાનું પુણ્ય મળે છે. ત્યાં 863 જેટલા જૈનમંદિરો છે. કેટલાય સાધુ આ પર્વતની તળેટીમા ૨૧૬ કિલોમીટર પગે ચાલીને યાત્રા કરી ચૂકયા છે.

ઉપરાંત વૈદક અને યોગ પર લેખો

આજે દેવદિવાળીએ ગુરુનાનકનો પણ જન્મદિવસ છે. ખરેખર તો ગુરુનાનકજયંતીને રાષ્ટ્રીય પર્વ માનવું જોઈએ કારણ કે તેમણે 475 વર્ષ પહેલાં જ કહેલું કે ઈશ્વર એક છે. આજે યુરોપ-અમેરિકાના વાદે આપણે સૌ ધનના ગુલામ બન્યાં છીએ. ગુરુનાનક ધનની બાબતમાં મુક્ત હતા. ગુરુનાનક ખત્રી કુળમાં જન્મેલા. બચપણથી જ તેમને ધનનો મોહ નહોતો. તેનમા પિતા કાલુ મહેતા તરીકે ઓળખાતા. તે સમયના મુસ્લિમ જમીનદાર રાઈ બુલાર ભટ્ટીએ કાલુને પ્રમાણિક માનીને તલાટી તરીકે રાખેલા. પણ પુત્ર નાનકને સંસારમા રસ નહોતો.

તેણે જોયું કે ધર્મને બદલે દંભ વધ્યો છે એટલે તેણે પગપાળા આખા જગતની સફર કરી. તેણે જોયું કે વિવિધ ધર્મોવાળા એકબીજા પ્રત્યે ધિક્કાર રાખે છે અને દંભી છે. તેમણે જગતની 28000 કિ.મી.ની સફર કરી સત્ય, પ્રેમ અને સતત આનંદી બનીને પ્રભુભક્તિમાં મસ્ત રહેવાનો ઉપદેશ આપ્યો. બચપણમાં પિતાએ નિમક ખરીદવા રૂ. 40 આપેલા તેમાંથી રસ્તામા ભૂખ્યા લોકો બેઠેલા તેને અનાજ ખરીદીને ખવરાવી ધેલું આજે આ નાનકજયંતી શીખો ઊજવે છે. ગુરુનાનકે હિ‌ન્દુ-મુસ્લિમ, બૌદ્ધ, જૈન અને સુફીઓ, સિદ્ધો અને યોગીઓને તમામને મળીને સર્વ ધર્મનું જ્ઞાન મેળવેલું.

  • કાર્તિ‌કી પૂર્ણિમાએ ઘણાં ભારતના મુસ્લિમો અને શીખો યાત્રા કરશે.

હિ‌ન્દુઓ કાર્તિ‌કી પૂનમને દેવદિવાળી અગર ત્રિપુટી પૂર્ણિમા કહે છે. શંકરે દેવોને ખુશ કરવા ત્રિપુરાસરનો વધ કરેલો તે ઉજવાય છે.રાજસ્થાનમાં અજમેર નજીકમાં પુષ્કર ગામે તો દસ દિવસથી મેળો શરૂ થઈ ગયો છે. તે બુધવારે આજે કાર્તિ‌કી પૂર્ણિમાએ પૂરો થશે. હજારો લોકો અહીં આવશે. ખાસ કરીને પુષ્કર ગામ પવિત્રધામ મનાતું હોઈને 5000 સન્યાસી-સાધુ-બાવાઓ છેક વારાણસીથી અહીં આવે છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે પાંડવોએ પણ વનવાસ વખતે અહીં પુષ્કરની ગુફામાં વાસ કરેલો. ઘણા હિ‌ન્દુ અને કેટલાક જૈનો તો પુષ્કરને મોક્ષધામ કહે છે.

  • કાર્તિ‌કી પૂર્ણિમાએ જૈનો પાસે આવેલા શાસ્વત ગિરિરાજ અને 120 એક્રમાં પહાડ પર આવેલા સિદ્ધાચલમ તીર્થની યાત્રા કરશે.

-સા.હ્રિમ ચિંતના શ્રી જી

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.