• પોલીસ હોમગાર્ડ શી ટીમ ટી.આર.બી. સહિતની ટીમ રહેશે ‘ખડેપગે’

વિશ્ર્વ પ્રસિધ્ધ આજથી શરૂ થતો સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમા મેળામાં ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષપદે સલામતી સુરક્ષા અને લોકો સારી રીતે  માણી શકે તેવો સજજડ પોલીસ બંદોબસ્ત રહેશે. મેળામાં 1 ડીવાયએસપી,

1 પી.આઈ., 8 પીએસઆઈ, 108 પોલીસ,  40 જીઆરડી જવાનો, 20 હોમગાર્ડઝ, 13 ટીઆરબી રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત બજાવશે.

મેળામાં મેળાના સમગ્ર  પરિધમાં બાજ નજર રહી શકે તે માટે 4 વોચ ટાવર પોલિસ જવાનો સાથે ગોઠવાયા છે.

ઉપરાંત કોઈ બાળક ગુમ થઈ જાય કે  અન્ય કોઈ દાદ ફરિયાદ હોય તો મેળામાં પોલીસ સહાયતા કેન્દ્ર કાર્યરત રહેશે. તેમજ મેળામાં જ અલગ પોલીસ ક્ધટ્રોલ રૂમ પણ ખડો કરવામાં આવેલ છે. મેળામાં પાંચ જવાનો બોડીર્વોન કેમેરા સાથે સતત ધૂમતા રહેશે. મહિલાઓની સુરક્ષાને  પણ પ્રાધાન્ય અપાયું છે. જેથી ખાસ મહિલા સુરક્ષા ટીમની સી ટીમ ફરજ બજાવશે અને સી.સી.ટીવી કમાન્ડ કંટ્રોલ પણ મેળા સાથે જોડાયેલ રહેશે. સ્વયં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા એસ.ઓ.જી. એલ.સી.બી. પોલીસ તંત્ર  સાથે અનુકુળ સમયે મેળાની મુલાકાત લેશે અને જરૂરત જણાયતો અન્ય પોલીસદળ સ્ટેન્ડ ટુ રખાશે.

સલામતીમાં નિષ્ફળ એજન્સીના વર્ક ઓર્ડર રદ: એકપણ મોટી રાઈડસ નહી ચલાવાય

સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ મેળામાંના એક એવા “કાર્તિકી પૂર્ણિમા મેળા 2024″માં ભજન ભોજન ભક્તિ અને આનંદની સરવાણી વહેતી હોય છે. ત્યારે આ વર્ષના મેળામાં આવનાર સહેલાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે એક અતિ મહત્વપૂર્ણ પગલું લીધું છે. ટ્રસ્ટે મેળામાં મોટી રાઈડ્સની એજન્સીને સરકારશ્રી દ્વારા નિયત કરાયેલ સુરક્ષાના માપદંડો પૂરા કરવામાં નિષ્ફળ થતી જોઈને સહેલાણીઓની સલામતીને પ્રથમ સ્થાન આપીને જે તે એજન્સીનો વર્કઓર્ડર રદ કરી મોટી રાઈડ્સ બંધ રાખાવવાનો નિર્ણય કર્યો છે. કોઈપણ આર્થિક પાર્જન મનુષ્યના જીવનને ખતરામાં નાખીને ન કરી શકાય કે ન તો કોઈને કરવા દઈ શકાય શ્રી સોમનાથ ટ્રસ્ટ પોતાના આ મૂલ્યો પર અડગ છે.

ત્યારે ખાસ બાળકોને મેળાનું આકર્ષણ નાની રાઇડસ હોય છે ત્યારે બાળકો માટે નાના મોજમસ્તી ભરેલા અનુકૂળ અને સલામત રાઈડ્સ ઉપલબ્ધ રહેશે, જેમાં તમામ સુરક્ષા તકેદારીનું પાલન કરવામાં આવ્યું છે. ત્યારે અમુક ભ્રામક તત્વો જે લોકોની સુરક્ષા સાથે જોખમ લઈ કરી અંગત લાભ મેળવવા માંગતા હોય જેને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનાઈ ફરમાવતા મેળા અંગે દુષપ્રચાર કરવામાં આવતો હોય તેવું જાણવા મળ્યું છે.

કાર્તિકી પૂર્ણિમાનો મેળો એ જ ભવ્યતાથી અને દિવ્યતાથી આયોજિત કરવામાં આવ્યો છે. લોકોને મલિન તત્વોની કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવા સોમનાથ ટ્રસ્ટ અપીલ કરે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.