પ્રતિ વર્ષ કરાતી ભવ્ય ઉજવણીની પરંપરા આ વર્ષે પણ યથાવત રહેશે પણ ભાવિકોની હાજરી નહી રહે: મહાપુજા અને મહાઆરતી સહિતના કાર્યક્રમો ભાવિકો ઓનલાઇન નીહાળી શકશે
બાર જયોતિલિગમ પૈકીના પ્રથમ જયોતિલિંગ સોમનાથમાં ૨૯ નવેમ્બર રવિવારે કાર્તિકી પૂર્ણિમાના દિવસે થતાઆ મહાપૂજન તથા મહાઆરતીના આયોજનનો લાભ આ વર્ષ ભકતજનો ઘેર બેઠા લઇ શકશે. મહામારીને ધ્યાને રાખીને કાર્તિકી પૂર્ણીમાનો ‘મેળાવડો’ રદ કરાયો છે. પરંતુ દાદાના દર્શન ઘરે બેઠા થઇ શકશે.
પ્રભાસ ક્ષેત્રમાં કાર્તિકી પૂણિમાનુ વિશેષ માહાત્મ્ય રહેલું છે, ચંદ્રને ભગવાન શિવે મસ્તક પર ધારણ કરેલ અને શિવ ચંદ્રશેખર, સોમેશ્ર્વર નામથી પૂજાયાએ દિવસ પણ કાર્તિકી પૂર્ણિમાનો હતો.
વૈશ્ર્વિક મહામારી કોરોના (કોવિડ-૧૯)ને ધ્યાને રાખી મંદિર દર્શનનો સમય દર્શનાથીઓ માટે હાલ જે છે એ યથાવત રાખવામાં આવેલ છે. તેમજ શ્રધ્ધાળુઓ કોઇ પણ આરતીમાં પ્રત્યક્ષ હાજર નહિં રહી શકે. તેમજ રાત્રે ૧૦ વાગ્યે મંદિર દર્શનાથીઓ માટે બંધ થશે.
કાર્તિકી પૂર્ણિમાએ રાત્રીના વિશેષ મહાપૂજન અને મહાઆરતીનો પારંપરીક ક્રમ યથાવત રાખવામાં આવેલ છે. જેનો લાભ ભકતો ઘરે બેઠા ટ્રસ્ટના સોશ્યલ મીડિયા માધ્યમો વેબસાઇટ www.somnath.ORG, ફેસબુક @somnath Temple official, ટીટર @somnath_Temple યુટયુબ somnath Temple-official channel ઇન્ટસ્ટાગ્રામ somnath Templeofficial. પર ઓનલાઇન જોડાઇ લઇ શકશે. તેવું ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયું છે.