કાશ્મીર મુદાનો ઉકેલ દ્વિપક્ષીય બેઠકથી શક્ય થઇ શકે છે: ઇમરાન ખાન
શીખોના પવિત્ર સ્થાન કરતારપુરના શિલાન્યાસ કાર્યક્રમના પ્રસંગે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને દુશ્મની ભૂલી મિત્રતાના રસ્તે આગળ વધવાની વાત કરી હતી પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન સૈન્ય વચ્ચે ઘણી બધીવાર મતભેદ થવાની ચર્ચા સામે આવતી હતી.
ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આ તમામ મુદાઓનું એકમાત્ર નિરાકરણએ છે કે ભારત દેશ સાથે ગાઢ મિત્રતા થાય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બંને દેશોથી ભૂલો થઇ છે પણ જો ભૂલોને ધ્યાને લઇ મિત્રતાનો હાથ આગળ વધારવામાં નહીં આવે તો સંબંધ કેવી રીતે સુધરી શકે? જેને લઇ પાકિસ્તાન ભારત સામે મિત્રતાનો હાથ લંબાવ્યો છે.
ઇમરાને ખાને પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે જર્મની અને જાપાન વચ્ચે થયેલા યુધ્ધમાં ઘણાં લોકોના મોત થઇ ગયા હતા જેને લઇ તેઓએ પણ દુશ્મની ભૂલી મિત્રતા સ્વિકાર કરી છે તો ભારત અને પાકિસ્તાન મિત્રતા શું કામે ન કરી શકે? વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ફ્રાન્સ અને જર્મની પણ યુનિયન બનાવી આગળ વધી રહ્યાં છે એવી જ રીતે ભારત અને પાકિસ્તાને પણ ગાઢ સંબંધો બાંધવાની જરૂર છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની તમામ રાજકીય પાર્ટીઓ, સૈન્ય તથા અનેકવિધ સંસ્થાઓનો એક જ મત છે કે ભારત સાથે મિત્રતા કરી અને આગળ વધી શકે.
પાકિસ્તાનના વડાપ્રધાને આંતકવાદની વાત નહીં ઉચ્ચારતાં કાશ્મીરનો મુદો ઉઠાવ્યો હતો ખાને જણાવ્યું હતું કે કાશ્મીરનો મુદો પણ દ્વિપક્ષીય બેઠક યોજી પૂર્ણ કરી શકાય છે. જ્યારે માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે તો કાશ્મીરનો મુદો એવો તો ગંભીર નથી કે મંત્રણાથી ન પતી શકે. તેઓએ ઉમેર્યુ હતું કે સીમાની બંને બાજુ મજબૂત ઇરાદાવાળી સરકાર હોવી અનિવાર્ય અને જરૂરી છે.
ભારત-પાક. વચ્ચેના સંબંધ જો ગાઢ થઇ જાય તો બંને દેશોને ઘણો ફાયદો થશે તે વાત નક્કી છે. કારણ કે આ વિસ્તારમાં ખૂબ જ વધુ ગરીબી જોવા મળી રહી છે. જેને દૂર કરવા માટે બંને દેશોના સંબંધ વધુ મજબૂત થાય તે જરૂરીયાત છે. ઇમરાન ખાને નવજોત સિધ્ધુ દ્વારા લેવામાં આવેલી આગેવાનીના વખાણ કરતાં જણાવ્યું હતું કે તેમને ખ્યાલ છે કે બંને દેશો અણુશસ્ત્રો ધરાવતા દેશો છે. જ્યારે હર્ષસ્મિત કોરે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે આ શાંતિપૂર્ણ કરતાપુર કોરીડોર બંને દેશો વચ્ચેની કડવાહટને દૂર કરશે.
પાક. વડાપ્રધાને જાહેરાત કરતાં જણાવ્યું હતું કે શીખ લોકોને ખૂબ જ સારી સગવડો પૂરી પાડવામાં આવશે કરતારપુર મુકામે. શીખોના મોં પર ખુશાલી જોઇ ખૂબ જ આનંદ થઇ રહ્યો છે.