કભી-કભી, ઉમરાવજાન, ત્રિશુલ, રજીયા સુલ્તાન અને નૂરી જેવી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત આપીને અમર થઇ ગયા: 70 વર્ષની લાંબી બોલીવુડ ફિલ્મીયાત્રામાં માત્ર 55 ફિલ્મોમાં સંગીત આપ્યું: પ્રથમ ફિલ્મ 1947માં કરીને છેલ્લી 2016માં

 

હિન્દી ફિલ્મ જગતનાં શ્રેષ્ઠ સંગીતકારોની યાદીમાં ખૈયામનું નામ મોખરે આવે છે. 70 વર્ષની લાંબી સંગીત યાત્રામાં માત્ર 55 ફિલ્મો કરીને પણ તેઓ અમર થઇ ગયા હતા. એક શિલ્પ જેમ પથ્થરમાંથી મૂર્તિ બનાવે તેમ શબ્દોને શ્રેષ્ઠ સંગીતમાં ઢાળીને ગીતોને અમર બનાવી દેતા હતા. તેઓ એક માત્ર સંગીતકાર હતા કે જેને ક્યારેય વેસ્ટર્ન સંગીતનો ઉપયોગ ન કર્યો, તેમના બધા ગીતોમાં ભારતીય સંગીત જ હતું. રજીયા સુલ્તાન ફિલ્મમાં લતાજીના સ્વરમાં ‘ એ દિલે નાદાન’ ગીતમાં સારંગીનો ઉપયોગ કરીને ગીતને જ અમર બનાવી દીધું હતું.

ખૈયામનું મૂળનામ મોહમ્મદ જહુર ખૈયામ હતું પણ તેઓ ‘ખૈયામ’ નામથી જ મશહૂર થઇ ગયા હતા. તેમનો જન્મ પંજાબમાં 18 ફેબ્રુઆરી 1927માં થયો હતો. તેમની જાણીતી ફિલ્મોમાં કભીકભી, ઉમરાવજાન, દર્દ, રજીયા સુલ્તાન, નૂરી, દિલ-એ-નાદાન અને થોડી સી બેવફાઇ જેવી હિટ ફિલ્મો હતી. તેમના પત્ની જગજીત કૌર પણ બોલીવુડના જાણીતા ગાયક હતા. તેમણે સગુન ફિલ્મમાં શ્રેષ્ઠ ગીતો ગાયા હતાં.

ખૈયામને ત્રણ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા. 1977માં કભી-કભીના શ્રેષ્ઠ સંગીત માટે અને 1982માં ઉમરાવ જાન માટે એવોર્ડ મળ્યા હતા. રેખા અને અમિતાભના જીવન શ્રેષ્ઠ માઇલસ્ટોન ગીતો ખૈયામે તૈયાર કર્યા હતાં. કભીકભી મેરે દિલ મે, મે પલ દો પલ કા શાયર હું જેવા ગીતો મુકેશ પાસે ગવડાવ્યા હતા. અમિતાભ માટે કિશોર કુમાર જ ગીતો ગાતા પણ ખાસ ખૈયામના આગ્રહથી આ બંને ગીતો મુકેશે ગાયાને અમર થઇ ગયા.

પ્રારંભે તેમણે સંગીતકાર પંડિત ઓમકાર નાથ પાસે તાલિમ લીધી હતી. પ્રારંભે છ મહિના લાહોરમાં સંગીતકાર ચિશ્તીના સહાયકમાં કામ કર્યું હતું. આર્મીમાં નોકરી કર્યા બાદ બીજા વિશ્ર્વયુધ્ધ બાદ તેઓ મુંબઇ આવ્યા. 1950માં તેમણે પ્રથમ ફિલ્મ ‘બીવી’માં બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં રફીએ ગાયેલું ગીત ‘અકેલે મેં વો ગભરાતે તો હોંગે’ હિટ રહ્યું હતું. 1953માં આવેલી ‘ફૂટપાથ’ ફિલ્મમાં તલત મહેમૂદે ગાયેલ શામ-એ-ગમકી કસમ ગીત લોકોને ખૂબ જ પસંદ પડ્યું. જે આજે પણ જુના ગીતોના ચાહકોનું ફેવરિટ ગીત છે. 1958માં આવેલી રાજકપૂર-માલાસિંહની ફિલ્મ ‘ફિર સુબહ હોગી’ તેને સંગીતકાર તરીકે એક નવી ઓળખ મળીને આ ફિલ્મનાં ગીતો બહુ જ હિટ થયા હતા. ‘આસમાન પે હૈ ખુદા ઔર જમીન પે હમ’ અને વો સુબહા કભી તો આયેગી જેવા ગીતો તો ચાહકો આજે પણ ભૂલી શક્યા નથી.
કૈફી આઝમી દ્વારા લખાયેલ ગીતોની ફિલ્મ શોલા ઔર શબનમ (1961)ના ગીતો એ તો ખૈયામને શ્રેષ્ઠ સંગીતકારની હરોળમાં મુકી દીધા હતાં. 1966માં આવેલી ચેતન આનંદની ફિલ્મ ‘આખરી ખત’નું ગીત ‘બહારો મેરા જીવન ભી સંવારો’ એ દર્શકોના દિલ હરી લીધા હતાં.

1964માં આવેલી શગુન ફિલ્મમાં પત્ની જગજીત કોરનાં ‘તુમ અપના રંજ-ઓ-ગમ’ તથા પર્બ તો કે પેડો પર શામ કા બસેરા જેવા ગીતો આજે પણ ઓલ ટાઇમ ફેવરિટ છે. 1970માં પણ ફિલ્મો કરી પણ 1976માં આવેલી ફિલ્મ કભીકભીના ગીતો એ તો ખૈયામને નંબરવન સંગીતકાર બનાવી દીધા હતાં. 1970 થી 1980ના દાયકામાં ત્રિશૂલ, થોડીસી બેવફાઇ, બઝાર દર્દ, નૂરી, સવાલ, નાખુદા, બેપનાહ અને ખાનદાન જેવી શ્રેષ્ઠ ફિલ્મો કરી ખૈયામની દરેક ફિલ્મ તેના સંગીતને કારણે હિટ થઇ જતી હતી.

1981માં આવેલી રેખાની શ્રેષ્ઠ ફિલ્મ ‘ઉમરાવજાન’માં તેનું સંગીત અદ્ભૂત હતું. તેમનો ફેવરિટ રાગ પહાડી હતો. સાંજના સમયનો શ્રેષ્ઠ રાગને ગીતકારના શબ્દો સાથે સુંદર ભારતીય પસંદગીનો અથવા એ મળતા ખૈયામના બધા જ ગીતો હિટ થઇ જતાં હતાં. કમાલ અમરોહીની ફિલ્મ ‘રઝીયા-સુલતાન’ (1983)માં અમર સંગીત આપ્યું તેમાં લત્તાજીના ગીત ‘એ દિલે નાદાન’ એક સિમાચિહ્નરૂપ ગણાય છે. ખૈયામે ગેર ફિલ્મોના ગીતો પણ કમ્પોઝ કર્યા હતાં. મિનાકુમારીની કવિતાઓ તેણે જ કમ્પોઝ કરીને બહાર પાડી હતી. મિર્ઝા ગાલીબ, દાગ, મીર, મજરૂહ, નિદા ફાઝલી, જાન નિસાર અખ્તર જેવા કવિઓની રચનાને અમર બનાવી દીધી હતી.

ખૈયામની ગઝલો શ્રેષ્ઠ હતી. મૂળ ભારતીય સંગીતથી તે દિપી ઉઠતી હતી. તેમણે પોતાની તમામ સંપતિનું ટ્રસ્ટ બનાવીને ઉગતા કલાકારોને ટેકો આપવાના હેતુથી દાન કરી હતી. જે રકમ 10 કરોડ જેવી હતી. તેમને કભી-કભી, ઉમરાવજાન, બજાર, રઝિયા સુલતાન જેવી ફિલ્મોને એવોર્ડ મળ્યો હતો. 1947માં રોમિયો એન્ડ જુલિયટમાં ઝોહરા બાઇ અંબાલાવાલી સાથે ગીત ગાયુને 1948માં હિરરાંઝામાં સહાયક સંગીત બાદ 1950માં આવેલી ‘બીવી’ ફિલ્મથી સંગીતકાર બની ગયા. 2014માં તેમણે છેલ્લી ફિલ્મ બજારએ હુશ્નમાં સંગીત આપેલ હતું.

ખૈયામને એક પુત્ર ‘પ્રદિપ’ હતો. જેનું 2012માં મૃત્યુ થયા બાદ તેની મદદ કરવાના સ્વભાવથી પ્રેરાયને તેણે ટ્રસ્ટ બનાવીને કલાકારોને મદદ કરવાનું નક્કી કર્યું હતું. તેમનું અવસાન 28 જુલાઇ 2019માં થયું હતું. ખૈયામે તેના સંગીતથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. તેમણે કરેલી 55 ફિલ્મોમાંની મોટાભાગની તેના ગીતો વડે જ સફળ રહી હતી. ઘણી ફિલ્મો ચાલી નહી પણ તેના સંગીતને ગીતો થકી ચાહકો આજે પણ યાદ કરે છે. તેમણે મીરની ગઝલોને હિન્દી ફિલ્મ ગીતે સફળ બનાવી હતી. રેખા-અમિતાભની જોડીની સફળતા પાછળ ખૈયામ સાહેબના કમ્પોઝ કરેલા હિટ ગીતોનો વિશેષ ફાળો રહ્યો છે. 2011માં ભારત સરકારે તેને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનીત કર્યા હતાં. બોલીવૂડ લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2010માં મળ્યો હતો. છેલ્લે તેના મૃત્યુના એક વર્ષ અગાઉ હૃદ્યનાથ મંગેશકર એવોર્ડ પણ મળ્યો હતો. તેમના પરિવાર ખૈયામ એકજ ને સંગીત સાથે બાળપણથી જ લગાવ હતો. ખૈયામના મૃત્યુ બાદ 2021માં 15 ઓગષ્ટે આજ વર્ષે થયું હતું.

ખૈયામના હિટ ફિલ્મી ગીતો :

* શામે ગમ કી કસમ – ફૂટપાથ – 1953
* વો સુબહા કભી તો આયેગી – ફિર સુબહ હોગી – 1958
* હે કલી કલી કે લબ પર – લાલા રૂખ – 1958
* જાને ક્યાં ઢુંઢતી રહતી હૈ – સોલા ઔર શબનમ – 1961
* તુમ અપના રંજો ગમ – શગુન – 1964
* બહારો મેરા જીવન ભી સંવારો – આખરી ખત – 1966
* મે પલ દો પલ કા શાયર – કભીકભી – 1976
* દિલ ચીજ હે ક્યા – ઉમરાવજાન – 1981
* દિખાઇ દીયે યુ – બાઝાર – 1982
* એ દિલે નાદાન – રઝિયા સુલ્તાન – 1983
* કભીકભી મેરે દિલમે – કભીકભી – 1976

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.