લગ્ન માટે ડિજિટલ પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહી: લગ્ન, ધાર્મીક અને સામાજીક પ્રસંગોમાં પણ અપાઈ છૂટછાટ
અબતક,રાજકોટ
રાજયમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થતા રાજય સરકાર દ્વારા નાગરિકો પર લાદવાામં આવેલા નિયંત્રણો હવે હળવા કરવામાં આવી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર લગભગ પૂર્ણ થઈ જતા કેન્દ્ર સરકારે રાજયોને નિયંત્રણો હળવા કરવા લખેલા પત્રની અમલવારી ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. કોવિડના સંક્રમણને નાથવા માર્ચ 2020માં લાદવામાા આવેલારાષ્ટ્ર વ્યાપી લોકડાઉન બાદ ગુજરાતની આઠ મહાપાલિકાઓમાં છેલ્લા બે વર્ષથી રાત્રિ કરફયું અમલમાં છે. કોરોના કેસને ધ્યાનમાં રાખી રાત્રી કરફયુનાં સમયમાં સુધારો કરવામાં આવતો હતો આજથી સૌરાષ્ટ્રની ચાર મહાનગરપાલિકા રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ ઉપરાંત સુરત અને ગાંધીનગર મહાપાલિકાને આજથી રાત્રિ કરફયુમાંથી બે વર્ષનાં લાંબા અંતરાળ બાદ મૂકત કરી દેવામાં આવ્યા છે. આગામી 25મી ફેબ્રુઆરી સુધી અમદાવાદ અને વડોદરામાં રાત્રીનાં 12થી સવારના 5 વાગ્યા સુધી સંચાર બંધી રહેશે આઉપરાંત લગ્ન પ્રસંગ, ધામીક; તથા સામાજીક મેળાવડામાં લોકોને એકત્રીત કરવાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
માત્ર અમદાવાદ અને વડોદરા શહેરમાં 25મી સુધી રાત્રિના 12થી સવારના પાંચ વાગ્યા સુધી કરફયુ: રાજયની છ મહાપાલિકાને બે વર્ષ બાદ મળી સંચારબંધીમાંથી મૂકિત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે સાંજે મળેલી કોર કમીટીની બેઠકમાં રાજયમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોય કોવિડના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. રાજયની આઠ પૈકી છ મહાપાલિકાઓને બે વર્ષ બાદ રાત્રી કરફયુમાંથી મૂકિત આપવામાં આવી છે. છેલ્લ્લા બે વર્ષથી કરફયુના કારણે ઝઝૂમતા હોટ, રેસ્ટોરન્ટ સહિતના રાત્રીનાં બિઝનેસમાં હવે નવો સંચાર આવશે શહેરી વિસ્તારોમાં ફરી નાઈટ લાઈફ જીવંત થશે. રાજકોટવાસીઓ તોરાત્રે ફરવાના શોખીન છે. થછેલ્લા બે વર્ષથી રાત્રે વહેલી ઘરમાં પૂરાઈ જવું પડતું હતુ હવે કોરોના પૂર્વના દિવસો ફરી પરત ફરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને સ્થિતી પૂર્વવત બનવા તરફ જઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે વેપાર-ઉદ્યોગ, નાના વેપારીઓ, ધંધા-રોજગાર કારોની આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખીને આ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. હવેથી માત્ર રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ રહેશે. તા.18 ફેબ્રુઆરી થી તા..25ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશેજામનગર, રાજકોટ, સુરત, ગાંધીનગર, ભાવનગર અને જુનાગઢમાંથી રાત્રી કર્ફ્યું હટાવવામાં આવ્યો છે.રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 75 ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં. જીમ, સ્પોર્ટ્સ અને બગીચાઓમાં હવે પ્રતિબંધો લાગુ રહેશે નહી.
અંતે સોમવારથી રાજ્યની તમામ સ્કૂલ અને કોલેજોમાં ઑફલાઇન શિક્ષણ શરૂ થશે
રાજ્યમાં સતત કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને પગલે હવે રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલાં પ્રતિબંધો ધીમે-ધીમે ઘટાડવામાં આવી રહ્યા છે. રાજ્યમાં આજથી બે વર્ષ બાદ આંગળવાડી અને પ્રી-સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં હવે તમામ શાળા અને કોલેજોમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કોર કમિટીમાં થયેલી ચર્ચા બાદ રાજ્ય સરકાર દ્વારા 21 ફેબ્રુઆરી 2022થી રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ માટે શાળા અને કોલેજો દ્વારા કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે તેવું પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, શિક્ષણના વિશાળ જાહેર હિતમાં માન. મુખ્યમંત્રીના માર્ગદર્શન ,વિચાર વિમર્ષ અને સુચના મુજબ કોર કમિટીમાં થયેલ ચર્ચા અન્વયે તા.21/02/2022, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારએ મહત્વનો નિર્ણય લીધો છે. અન્ય એક ટ્વીટમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ/વાલીઓ/શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબત ધ્યાને લેતાં આ નિર્ણયનું અમલીકરણ તા.21/02/2022 સોમવારથી થશે.