1 મે થી 4 જુન સુધી શાળામાં વેકેશન, પ જુનથી ફરી શાળાઓ શરુ થશે
રાજયની પ્રાથમિક શાળા ઓમાં હાલ પરીક્ષાની સિઝન ચાલી રહી છે. અમુક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થઇ જવા પામી છે.
જયારે અમુક શાળાઓમાં પરીક્ષા અંતિમ ચરણોમાં છે દરમિયાન રાજયના નાયબ શિક્ષણ નિયામક દ્વારા પ્રાથમિક શાળાઓમાં 3પ દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.આગામી 1 મે થી 4 જુન સુધી સળંગ 3પ દિવસ સુધી રાજયની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અઘ્યાપન મંદિરો, બાલ અઘ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજમાં ઉનાળુ વેકેશન રહેશે. પ જુનથી પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરુ થઇ જશે.
નાયર શિક્ષણ નિયામક દ્વારા હુકમમાં એવું પણ જણાવાયું છે કે જિલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમીક – માઘ્યમિક બન્ને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે.
ઘણી શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઇ જવા પામી છે. શાળાઓમાં આગળના વર્ષનો અભ્યાસ હાલ શરુ કરી દેવામાં આવ્યો છે.