સંવેદનશીલ સંસ્કારી ગુજરાત રાજ્યમાં પણ યુપી એમપી ના પગલે લવ જેહાદ પર અંકુશ મૂકતો કાયદો લાવવા મુદ્દે કરણી સેના જનમત ઉભો કરવા મેદાને
ધર્મ સંસ્કૃતિ અને પરંપરાની વિરાસત ધરાવતા ભારતમાં છેલ્લા એક દાયકાથી હિન્દુ ધર્મની નિર્દોષ બાબાઓને વિધર્મીઓ દ્વારા યેનકેન પ્રકારે ફોસલાવી ભગાડી જવાના કિસ્સાઓમા સામે રાજકોટ કરણી સેના એ વ્યાપક પ્રમાણમાં ઝુંબેશ હાથ ધરી ગુજરાતમાં પણ યુપી અને મધ્ય પ્રદેશની જેમ લવ જેહાદ વિરોધી કાયદો ઘડવાની માંગ કરી છે.
શ્રી રાજપૂત કરણી સેનાના સ્થાપક ઠાકોર લોક ઇન્દ્રસિંહ કાલવી, રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ રાણા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે પી જાડેજા ની આગેવાની હેઠળ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ગુજરાતમાં લવ જેહાદ અને ઘરમાં ત્રણ ની પ્રવૃત્તિઓ ને કાબુમાં લેવા માટે લવ જેહાદ અને ધર્મની વિવિધ પ્રયોગ પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે રાજપુત કરણી સેના મેદાનમાં આવી છે કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.જાડેજા એ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારના પગલે ગુજરાતમાં પણ લવ જેહાદ વિરોધી અને ધર્મ પરિવર્તન પર લવ જેહાદ અને ધર્માંતરણ જેવા ગંભીર મુદ્દાઓને લઈને જન-મત માટે સંસ્થા દ્વારા રાજ્યના તમામ તાલુકાઓમાં વ્યાપક જન્મ તને જિલ્લા કક્ષાએ કલેકટર ની મુલાકાત લઇ આવેદનપત્ર અપાશે અને લવ જેહાદમાં ભોગ બનેલા વાલીઓની વેદનાને સમાજ સુધી લઈ જવા માટે કરણી સેના દ્વારા ગુજરાતનાં ગામેગામ અસરકારક જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા જનમત કરવાનો નિર્ણય લેવામાં આવ્યું છે કે આ દુષણ સામે કરણી સેના દ્વારા પરિણામ લક્ષી રણનીતિ ઘડી કાઢી આ દૂષણને કાયમી ધોરણે નેસ્તનાબુદ કરવા કમર કસી છે.