એટ્રોસિટી પર સંશોધન અને ગાયમાતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવા માંગ; આગેવાનો ‘અબતક’ની મુલાકાતે
આગામી તા.૧૧.૧૧ને સોમવાર રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવે છે. જેઓ દ્વારા એસ્ટ્રોસીટી એકટના દૂરઉપયોગના વિરોધમાં અને એમાં સંવૈધાનિક સંશોધનની માગ કરવામાં આવે છે. કરણી સેના દ્વારા રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના સુપ્રીમો અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજસિંહ શેખાવત પર જે ખોટી એટ્રોસીટીની ફરિયાદ રાપર (કચ્છ) ખાતે થઈ છે એ પાછી લેવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ પ્રસાસન તરફથી કોઈ જ સકારાત્મક પ્રતિભાવ ન મળવાના કારણે રાષ્ટ્રીય રાજપુત કરણી સેના સમગ્ર ગુજરાત પ્રદેશ તા.૧૧.૧૧ના રોજ બંધનું એલાન આપે છે. એટ્રોસીટી પર સંશોધન અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આ રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાની મુખ્ય માંગ છે. જેના ભાગરૂપે રાપર કચ્છ ખાતે એક રેલી અને સભાનું આયોજન હતુ અને એ સભાના ભાગરૂપે રાજસિંહશેખાવતે એ મુદાને અનુરૂપ ભાષણ આપેલ અને સમગ્ર સભા સંબોધી હતી જે કાર્યક્રમના ભાસણ પર રાજસિંહ શેખાવત પર ખોટી રીતે એટ્રોસીટી થઈ જયારે આ બધા મુદાઓ એ એકલા ક્ષત્રીય રાજપુત સમાજ માટેજ નથી બધા સમાજ આ એટ્રોસીટીનો ભોગ બનેલ છે.
એ માટે આ લડત એકલા ક્ષત્રીય રાજપુત સમાજ માટે નથી બધા સમાજ માટેની આ લડત છે. તમામ સવર્ણ સમાજ , સર્વે સમાજ એ હવે એક થવાની જરૂર છે. કાલે સવારે ૧૦ થી ૧૨ ક્રણી સેનાના કાર્યાલય ખાતે શહેરના વેપારી એસો. સર્વે જ્ઞાતી પ્રમુખો, અને જુદાજુદા સંગઠનોના આગેવાનોની બંધને સફળ બનાવવા માટેની મીટીંગ રાખેલ છે. તોવિવિધ આગેવાને અને પ્રબુધ નાગરીકોને પધારવા આમંત્રણ છે. અને મીટીંગ બાદ સર્વે સમાજ અને સર્વે વેપારી આગેવાન, વેપારી મંડળો, વિવિધ જ્ઞાતિ સંગઠનો સાથે પ્રેસ કોફરન્સ રાખેલ છે. પ્રેસ કોન્ફરન્સ કરણી સેના કાર્યાલય અતિથિ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફીટ રીંગરોડ, કે.કે.વી.સર્કલ પાસે યોજાશે. બધા સવર્ણ સમાજ અને તમામ સમાજએ એક થઈ એક સંપ થઈ ભાઈચારો બતાવવાનો છે.અને ગુજરાત બંધને સફળ બનાવવા સ્વયંભૂ બંધ પાડવા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કરણી સેનાના આગેવાનો અપીલ કરે છે.