કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
98 પી.આર. સાથે 30 વિદ્યાર્થીએ શાળાનો 100 ટકા પરિણામ
વિદ્યાર્થી, શિક્ષકો, વાલીઓની મહેનત રંગ લાવી: અશોક પાંભર
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી. માર્ચ 2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં કર્ણાવતી 100% પરિણામની પરંપરા જાળવી રાખી છે.
કર્ણાવતી સ્કુલ વિદ્યાર્થીઓને હેતુલક્ષી અને અનુભવલક્ષી શ્રેષ્ઠ શિક્ષણ સાથે કેળવણી આપવા કર્ણાવતી સ્કુલ સંકલ્પ બધ્ધ છે. તાજેતરમાં આવેલ બોર્ડના પરિણામોમાં વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠતમ પરિણામ મેળવી પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. આયોજન પૂર્વક અને ચિંતામૂકત બનીને એકાગ્રતા પૂર્વક મહેનત કરવામાં આવે તો શ્રેષ્ઠ સફળતામેળવી શકાય છે.
અબતક સાથેની વાતચીતમાં કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કુલના ડાયરેકટર અશોક પાંભરએ જણાવ્યું હતુકે કર્ણાવતી સ્કુલ રેલવે નગરમાં જ નહી પરંતુ ધો.10 રાજકોટમાં ઓનનંબરે રીઝલ્ટ આવ્યું છે. અમારી સ્ક્ુલમાં 90+ પી.આર. અને 98+ 30 વિદ્યાર્થીઓ આવ્યા છે. વિદ્યાર્થીઓની સખત મહેનત, વાલીનો સહયોગ અને શિક્ષકોનું માર્ગદર્શનથી સારૂ પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સખત મહેનત કરતા 12 વાગ્યા સુધી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વાંચન કરતા હતા. આતો અમારી શરૂઆત છે. સમગ્ર રાજકોટમાં નહી ઓલ ગુજરાતમાં પ્રથમ ક્રમે આવવાનો પ્રયાસ કરશુ તેમજ વાલીને સંદેશ આપીએ કે મોબાઈલ પ્રત્યે ઓછુ ધ્યાન આપી 3 થી 4 કલાક વાંચન કરે તો બોર્ડમાં સારૂ પરિણામ મળે.
નારેજા રીહાને ધો.10માં 99.28 પીઆર મેળવી કર્ણાવતી સ્કુલનું નામ રોશન કર્યું
અબતક સાથેની વાતચીતમાં નારેજા રીહાનના માતા જણાવે છે કે રીહાનને 99.28 પી.આર. અને 94.66% અને સાયન્સમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. આ શિક્ષકોનો સપોટ છે. તેમણે ધો.9માં ખૂબજ ઓછા ટકા આવ્યા હતા. શાળાએ ટેન્શન વગર બાળકોને ભણાવી મોટીવેટ કર્યા ત્યારે આટલું સારૂ પરિણામ આવ્યું છે. અને મને ખૂબ આનંદ થાય છે.