ધર્મશાલામાં રમાઈ રહેલ દેવધર ટ્રોફીનાં મેચમાં કર્ણાટકએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ૩૩૯ રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. કર્ણાટકના દરેક બેટસમેનોને એક સારી શરૂઆત મળી હતી.કર્ણાટક તરફથી પવન દેશપાંડેએ સર્વાધિક ૯૫ રનની ઈનિંગ રમી હતી. પરંતુ સ્ટુઅર્ટ બિન્નીએ સૌથી આક્રમક ઈનિંગ રમી હતી જેમણે માત્ર ૨૭ બોલમાં ૪૮ રન કર્યા હતા. કર્ણાટક તરફથી સમર્થ આરે પણ ૮૫ રન બનાવ્યા હતા.
ઈન્ડિયા એ તરફથી રમતા મોહમ્મદ શામી સૌથી ખર્ચાળ સાબીત થયા હતા અને ૧૦ ઓવરમા ૯૬ રન આપીને બે વિકેટ ઝડપી હતી.૩૩૯ રનનો પીછો કરતા ઈન્ડિયા એ ની શરૂઆત ઘણી સારી રહી હતી. પ્રથમ વિકેટની ભાગદારી પૃથ્વી શો અને ઉન્મુકદ ચંદ વચ્ચે ૭૩ રનની રહી હતી પરંતુ ૨૫૪ રનમાં ૫મી વિકેટ ગુમાવતા જ ઈન્ડિયા એનો રકાસ શરૂ થઈ ગયો હતો અને આખી ટીમ ૨૭૪ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.ઈન્ડિયા એની ટીમે આખરી ૬ વિકેટ માત્ર ૨૦ રનના ગાળામાં ગુમાવતા મેચ ગુમાવી બેઠું હતુ ઈન્ડિયા એ તરફથી ઉન્મુકદ ચંદ કા, ઈશાન, કિશન ૭૩ અને પૃથ્વી શોના ૪૦ રન મુખ્ય હતા. જયારે કર્ણાટકા તરફથી ગૌતમ કે. ૧૦ ઓવરમાં ૫૨ રન આપી ૪ વિકેટ ઝડપી હતી જયારે રોનીત મોરેએ ૩ અને શ્રેયસ ગોવાલે ૨ વિકેટ ઝડપી હતી અત્યાર સુધીમાં ઈન્ડિયા એ ની ટીમ દેવધર ટ્રોફીમાં બંને મેચ ગુમાવી બેઠું છે. અને કર્ણાટકા બંને મેચ જીતીને ટેબલ પર ટોપ કર્યું છે.