બિન ખાતેદાર હોવાના કારણે વિવાદમાં પડેલી લાખો એકર ખેતીની જમીન મૂકત થતા મબલખ પાક લણી શકાશે ઉપરાંત રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં નવા પ્રોજેકટમાં પણ વધારો થયો

કર્ણાટકની યેદીયુરપ્પા સરકાર તાજેતરમાં ૪૬ વર્ષ જૂના ખેત જમીન કાયદામાં ફેરફાર કર્યો છે. આ કાયદામાં થયેલા ફેરફાર બાદ હવે રાજયમાં કોઈ પણ બિન ખાતેદાર વ્યકિત પણ ખેતીની જમીન ખરીદી શકશે માત્ર એટલું જ નહી આ ફેરફારથી બિનખાતેદાર વ્યકિત દ્વારા ખરીદાયેલી ખેતીની જમીનનાં ચાલતા હજાર વિવાદ કેસો પણ નીકળી જવા પામ્યા છે. રાજયમાં ૧.૭૩ લાખ એકરજમીન પર વિવાદ કેસો ઉઠી જવાથી કલીયર થઈ છે. જેનાથી રાજયમાં ખેતીની જમીન મૂકત થવાથી રીયલ એસ્ટેટ ઉદ્યોગમાં તેજી આવી છે. ઉપરાંત આ જમીનોમાંથી હવે મબલખ પાકનું ઉત્પાદન પણ શકય બનશે.

કર્ણાટક સરકારે તાજેતરમાં ખેતીની જમીનને કાયદાની બેડીમાંથી મૂકત કરતા તાજેતરમાં ખેત જમીનને લગતા કાયદા ૧૯૬૧માં ફેરફાર કર્યો છે. જેના કારણે ખેતીની જમીન બિન ખાતેદાર દ્વારા ખરીદ કરવાનાં વિવાદના ચાલતા હજારો કેસોનો નિકાલ આવ્યો છે. અને રાજયમાં લાખો એકર ખેત જમીન કલીયર થઈ છે. આ ફેરફારની રાજયનાં પાટનગર બેંગ્લુરૂ ના શહેરી વિસ્તારમાં આવેલી ૨૧,૦૪૩ એકર ખેત જમીન માટે બેંગ્લુરૂ ના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ૨૦૩૨૦ એકર ખેત જમીન પરનાં વિવાદો નીકળી જવા પામ્યા છે. અને આ જમીનોની માલિકી કલીયર થઈ જવા પામી છે. આ અંગે રાજયનાં મહેસુલ મંત્રી આર. અશોકે જણાવ્યું હતુ કે કાયદામાં આ સુધારાથી જમીન માલીકી વિવાદના ચાલતા તમામ કેસોનું નિરાકરણ આવી ગયું છે. જેના કારણે લાંબા સમયથી ભારે માનસીક દબાણ અનુભવતા પરિવારોને રાહત મળી છે.

પહેલા આ કાયાની કલમ ૭૯ એ અને બીની જોગવાઈ મુજબ ખેતીની જમીન બિન ખાતેદાર દ્વારા ખરીદવામાં આવ્યાની આશંકાથી મહેસુલ અધિકારીઓ દ્વારા આ માલિકી ફેરફાર સામે કેસો કરી શકતા હતા આવા હજારો કેસો રાજયમાં વિવિધ સ્થાનો પર ચાલી રહ્યા છે. અને તેના કારણે આવી લાખો એકર જમીનો વિવાદમાં આવતા તેના પર કાંઈ પણ વિકાસકાર્ય થઈ શકતું ન હતુ આ કાયદમાં સરકારે કરેલા ફેરફાર બાદ કલમ ૭૯ એ અને બીની જોગવાઈ મુજબ કરેલા તમામ કેસો નીકલી જવા પામ્યા છે. અને આ જમીન ખરીદનારાઓને નામે કરી આપવાની સૂચના અપાઈ હોવાનું રાજયના મહેસુલ વિભાગનાં મુખ્ય સચિવ અને મંજૂનાથ પ્રસાદે જણાવ્યું છે.

યેદીયુરપ્પા સરકારના ખેતીની જમીનને ‘મુકત’ કરવાના આ નિર્ણયથી રાજયમાં લાખો એકર જમીન મૂકત થવા પામી છે. જયારે બેંગ્લુરૂ ની આસપાસની ૪૦ હજારએકર જેટલી જમીન પણ વિવાદ મુકત થવા પામી છે. જેથી શહેરી વિસ્તારની આ જમીનો પર નવા રીયલ એસ્ટેટ પ્રોજેકટો મૂકવાની તૈયારી જમીન માલીકો દ્વારા કરવામા આવી રહી છે.જેથી કર્ણાટકના રીયલ એસ્ટેટ ક્ષેત્રમા આ કાયદામાં ફેરફારથી ભારે તેજી જોવા મળી રહી છે. ઉપરાંત રાજયનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીનીજમીનનાં વિવાદો ઉઠી જવાથી લાખો એકર જમીન પર ખેતી થવાની સંભાવના હોય આગામી સમયમાં મબલખ ખેત ઉત્પાદન થવાની સંભાવના સેવાય રહી છે. અત્રે એ ઉલ્લષખનીય છે કે, કર્ણાટકમાં આવેલી ૯૮.૯૫ લાખ હોકટર ખેતીલાયક જમીનમાંથી ૨૨ લાખ હેકટર જમીન પર હાલમાં ખેતી થતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.