કર્ણાટક અને મુંબઈ વચ્ચે રમાયેલી બિહાર ટ્રોફીની ફાઈનલ મેચમાં પ્રખર ચતુર્વેદી નામના ક્રિકેટરે પોતાના પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા છે. તેણે 638 બોલમાં 404 રન બનાવ્યા છે. પ્રખર ચતુર્વેદીએ આ પરાક્રમ મુંબઈ સામે કર્યું છે. તેની ઈનિંગની મદદથી કર્ણાટકની ટીમે 8 વિકેટના નુકસાન પર 890 રન બનાવ્યા હતા.
કર્ણાટકની ટીમે 8 વિકેટના નુકસાન પર 890 રન બનાવ્યા : 46 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા
શિમોગામાં રમાયેલી મેચમાં કર્ણાટકે મુંબઈ સામે પ્રથમ ઈનિંગમાં 890 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. આ દરમિયાન તેણે 46 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. સ્ટ્રાઇક રેટ 63ની આસપાસ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે તે બેહર ટ્રોફીમાં 400 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ પહેલા કોઈ પણ ખેલાડીએ 400 રન નથી બનાવ્યા.
ક્રિકેટમાં જ્યારે પણ મોટા સ્કોરની વાત આવે છે, ત્યારે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બ્રાયન લારાનું નામ સૌથી પહેલા સામે આવે છે. લારાએ એક ટેસ્ટ મેચની ઇનિંગમાં 400 રનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ તેના નામે 500 રનનો સ્કોર છે. બ્રાયન લારાએ 1994માં કાઉન્ટી ક્રિકેટમાં ડરહામ સામે 501 રન ફટકાર્યા હતા. લારાએ આ ઇનિંગમાં 62 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.
બેહર ટ્રોફી મહત્વની ટુર્નામેન્ટ યુવા ક્રિકેટરો માટે છે. તેમાં 4 દિવસની મેચોનો સમાવેશ થાય છે. રણજી ટ્રોફી અગાઉની આ એકમાત્ર ટુર્નામેન્ટ છે, જેમાં યુવા ક્રિકેટરોને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ટ્રિક્સ બતાવવાની તક મળે છે. સચિન તેંડુલકર, યુવરાજ સિંહ જેવા ક્રિકેટરોએ બેહર ટ્રોફીમાં પોતાનો દમ દેખાડ્યો છે. યુવરાજ સિંહે 2000માં રમાયેલી બેહર ટ્રોફીની ફાઇનલમાં 358 રન બનાવ્યા હતા.