કુમારસ્વામીએ 24માં મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા છે ઉપરાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને શપથ અપાવ્યા હતા. કુમારસ્વામી સિવાય ઉપ મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના જી. પરમેશ્વર પણ શપથ લીધા હતા. વિધાનસભાના સ્પીકર પણ કોંગ્રેસી નેતા જહશે. આ પદ કેઆર રમેશ કુમાર સંભાળશે. આ શપથ ગ્રહણ સમારોહની ખાસ વાત એ છે કે, અહીં આજે મોટાભાગના વિપક્ષના દિગ્ગજ નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા.
#FLASH: JD(S)’s HD Kumaraswamy takes oath as Chief Minister of Karnataka, administered by Governor Vajubhai Vala. pic.twitter.com/8mdkcbX7dR
— ANI (@ANI) May 23, 2018
કુમારસ્વામીના સીએમના શપથ ગ્રહણમાં મોદી વિરોધી મોર્ચો એક જ મંચ ઉપર જોવા મળ્યો હતો. આ શપથ સમારોહમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, બસપા સુપ્રીમો માયાવતી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, શરદ યાદવ, બિહારથી તેજસ્વી યાદલ જેવા વિપક્ષના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com