સૌથી ઓછી સરેરાશ વાર્ષિક આવક૫૪ લાખ છત્તીસગઢના ધારાસભ્યોની
દેશના ધારાસભ્યો ધનકુબેરો
દેશના ધારાસભ્યો ધનકુબેરો સમાન છે દેશના મોટાભાગના ધારાસભ્યોની વાર્ષિક આવક ૨૪.૫૯ લાખ રૂપિયા છે. કર્ણાટકના ધારાસભ્યોની વાર્ષિક આવક સૌથી વધારે એક કરોડ રૂપિયાથી પણ વધારે છે. જયારે છત્તીસગઢના ધારાસભ્યોની વાષિક આવક સૌથી ઓછી છે. તાજેતરમાં જ થયેલા એક અઘ્યયનમાં આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
કર્ણાટકના ૨૦૩ ધારાસભ્યો સૌથી વધુ આવક ધરાવે છે. જયારે છત્તીસગઢના ધારાસભ્યો સૌથી ઓછી આવક ૫.૪ લાખ રૂપિયા છે. આ અઘ્યયન રીપોર્ટમાં પુરૂષ અને મહીલા ધારાસભ્યોની આવકમાં ઘણો તફાવત જોવા મળ્યો. પુરૂષ ધારાસભ્યોની વાર્ષિક આવક મહીલા ધારાસભ્યોની આવક કરતાં ડબલ છે.
આ અઘ્યયનમાં એવું પણ જાણવા મળ્યું કે જે ધારાસભ્યોએ પોતે અશિક્ષિત હોવાનું જણાવ્યું હતું તેમની આવક પણ ૯.૩૧ લાખ રૂપિયા છે. કુલ ધારાસભ્યોમાંથલ લગભગ અડધા ધારાસભ્યોએ પોતાનો વ્યવસાય ખેતી કે અન્ય વેપાર જણાવ્યો છે.
દેશભરના ૪,૦૮૬ ધારાસભ્યામાંથી ૩,૧૪૫ ધારાસભ્યો દ્વારા અપાયેલા શપથ પત્રનું વિશ્લેષણ કર્યુ છે. જેમાં ૯૪૧ ધારાસભ્યોએ પોતાની આવક દર્શાવી નથી માટે તેમને આ રિપોટમાં સામેલ કરવામાં આવ્યા નથી. તો બીજી તરફ શિક્ષિત ધારાસભ્યોની વાત કરવામાં આવે તો ધોરણ પ અને ૧ર પાસ ધારાસભ્યોની સરેરાશ આવક ર૦ લાખથી પણ વધારે છે. જયારે ગ્રેજયુએટ ધારાસભ્યોની આવક ૩૧ લાખની આસપાસ છે.
મહત્વનું છે કે રાજયવાર અઘ્યયન કરવામાં આવે તો કર્ણાટકના ર૦૩ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૧૧૧.૪ લાખ રૂયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રના ધારાસભ્યોની સરેરાશ આવક ૪૩.૪ લાખ રૂપિયા છે. જેમાં મહારાષ્ટ્રના ૨૫૬ ધારાસભ્યોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
છત્તીસગઢમાં જે ૬૩ ધારાસભ્યોની પોતાની આવકનું વિશ્લેષણ કરવામાં આવ્યું તે દેશભરમાં સૌથી ઓછી ૫.૪ લાખ રૂપીયા છે. ત્યારબાદ ઝારખંડના ધારાસભ્યોની આવક તેનાથી થોડીક વધારે ૭.૪ લાખ રૂપિયા નોધાઇ છે. આ અઘ્યયનમાં ૭૭૧ ધારાસભ્યો એટલે કે ૨૫ ટકાએ પોતાનુ કાર્યક્ષેત્ર વ્યવસાય બતાવ્યો છે.
જયારે ૭૫૮ એટલે કે ૨૪ ટકા એ ખેતીને પોતાનો વ્યવસાય ગણાવ્યું છે. તો બીજી તરફ રીયલ એસ્ટેટ અને ફિલ્મ નિર્માણ અથવા અભિનયના ક્ષેત્રને માત્ર ૧ ટકા ધારાસભ્યોએ જ પોતાનો વ્યવસાય ગણાવ્યો છે. જો કે કમાણીના મામલે આ સૌથી ઉંચી શ્રેણી છે.