નિફટી પણ ૮૫ પોઈન્ટ તુટયો: રોકાણકારોમાં ફફડાટ

કર્ણાટક વિધાનસભાની ચુંટણીમાં કોઈ એક રાજકીય પક્ષને બહુમતી મળી નથી. સરકાર રચવા માટેનું કોકડુ જોરદાર ગુંચવાયેલું છે ત્યારે કર્ણાટકના કમઠાણની ઈફેકટની અસરતળે આજે બુધવારે ઉઘડતી બજારે શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. સેન્સેકસમાં ૨૪૫ અને નિફટીમાં ૮૫ પોઈન્ટનો ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ગઈકાલે કર્ણાટક વિધાનસભાની ચુંટણીની મતગણતરીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાના ‚ઝાન આવતા સેન્સેકસ એક તબકકે ૩૦૦થી વધુ પોઈન્ટ ઉંચકાયો હતો. જોકે કોઈ એક પક્ષ તરફી જનાદેશ ન આવવાના કારણે બપોર સુધીમાં સુધારો જોવાઈ ગયો હતો. ભાજપને સતાથી દુર રાખવા માટે કોંગ્રેસે નવો ખેલ પાડયો અને જેડીએસને ટેકો તથા સીએમપદ આપવાની ઓફર કરી હતી.

દરમિયાન કર્ણાટકમાં ભાજપ તથા જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન એમ બંને સરકાર રચવા માટેનો દાવો રજુ કરતા કોકડુ વધુ ગુચવાઈ ગયું છે. સ્થિતિ સ્પષ્ટ ન થવાના કારણે શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલી ગયો છે. સેન્સેકસ અને નિફટી ઉઘડતી બજારે ઉંધા માથે પછડાયા હતા તો સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્ષમાં પણ રેડ ઝોન જોવા મળ્યા હતા.

રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦:૨૦ કલાકે સેન્સેકસ ૨૪૦ પોઈન્ટના કડાકા સાથે ૩૫૩૦૩ અને નિફટી ૮૦ પોઈન્ટના કડાકા સાથે ૧૦૭૨૧ પોઈન્ટ સાથે ટ્રેડ કરી રહ્યા છે જયાં સુધી કર્ણાટકનું કોકડુ ગુંચવાશે નહીં ત્યાં સુધી સેન્સેકસ ગ્રીન ઝોનમાં નહીં તેવું જાણકારો માની રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.