કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ વિશ્વાસનો મત જીતી લીધો છે. 117 ધારાસભ્યોએ સીએમને સમર્થનમાં વોટ આપ્યા હતા.

આ પહેલાં સદનને સંબોધિત કરતાં સીએમ કુમારસ્વામીએ કહ્યું હતું કે, જનાદેશ બીજેપી માટે નહતો. આ વિવાદથી બીજેપીએ ફ્લોર ટેસ્ટ પહેલાં જ સદનમાંથી વોક-આઉટ કરી દીધું હતું. યેદિયુરપ્પાએ કહ્યું કે, જો સરકારે ખેડૂતોના ધિરાણ માફ નહીં કરે તો તેઓ સોમવારે સમગ્ર રાજ્યમાં પ્રદર્શન કરશે.

કર્ણાટક વિધાનસભાના નવા સ્પીકર તરીકે કોંગ્રેસ રમેશ કુમાર નવા સ્પીકર બન્યા છે. તેઓ પહેલા પણ વિધાનસભા અધ્યક્ષ રહી ચૂક્યા છે. ફ્લોર ટેસ્ટના ઠીક પહેલા બીજેપીના સુરેશ કુમારે પોતાનું નામ પરત લઈ લીધું હતું. બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે, સ્પીકર પદની ગરિમા કાયમ રાખવા માટે બીજેપીએ પોતાના ઉમેદવારનું નામ પરત લીધું. આ દરમિયાન, કુમારસ્વામીએ વિશ્વાસમત પ્રસ્તાવ રજૂ કર્યો.

તે પહેલા કુમારસ્વામએ કહ્યું હતું કે મને કોઈ વાતનો તણાવ નથી. જીત મારી જ થશે. આ દરમિયાન, વિધાનસભા શરૂ થતા પહેલા કોંગ્રેસ નેતા અને ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વરે જેડીએસ સાગથે ગઠબંધનના મુખ્યમંત્રીને લઈને મોટું નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર પાંચ વર્ષના કાર્યકાળ માટે મુખ્યમંત્રી તરીકે એચડી કુમારસ્વામીનું સમર્થન કરવા પર હજુ કોઈ નિર્ણય લીધો નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.